આજે નવરાત્રિના ચોથા દિવસે આ મંત્ર બોલીને ધરાવો માલપુઆ, ગરીબમાંથી અમીર થવાનો છે યોગ
Trending Photos
નવી દિલ્હી :સમગ્ર ભારતમાં લોકો નવરાત્રિના 9 દિવસોને બહુ જ ઉત્સાહથી ઉજવે છે. ચૈત્રવ નવરાત્રિનો આજે ચોથો દિવસ છે. નવરાત્રિના ચોથા દિવસે મા કુષ્માંડાના રૂપની પૂજા કરવામા આવે છે. મા કુષ્માંડાને અષ્ટભૂજા પણ કહેવામાં આવે છે. પુરાણોમાં કહેવામા આવ્યું છે કે, જ્યારે સૃષ્ટિમાં ચારેતરફ અઁધકાર હતો, ત્યારે આદિશક્તિ મા દુર્ગાના કુષ્માંડા સ્વરૂપે જ બ્રહ્માંડની રચના કરી અને ચારે તરફ અજવાળું વિખેર્યું.
શું છે કુષ્માંડાનો અર્થ
કુ નો અર્થ કુછ, ઉષ્માનો અર્થ છે તાપ, અને અંડાનો અર્થ છે બ્રહ્માંડ એટલે કે સૃષ્ટિ. જેને ઉષ્માના અંસથી આ સૃષ્ટિનું ઉત્પન્ન કર્યું તે દેવી કુષ્માંડા છે. પુરાણોમાં લખાયુ છે કે, જ્યારે ચારેતરફ અંધકારમાં સમયની ઉત્પત્તિ પણ થઈ ન હતી, ત્યારે માએ સૃષ્ટિના સર્જનનો સંકલ્પ લીધો હતો.
કેવું છે તેમનું સ્વરૂપ
મા કુષ્માંડાની આઠ ભૂજાઓ છે. સાત ભૂજાઓમાં ધનુષ, બાણ, કમળ, અમૃત, ચક્ર, ગદા અને કમંડળ ધારણ કરેલા હોય છે અને આઠમી ભૂજામાં તેઓ માળા રાખે છે. જે અષ્ટ સિદ્ધીઓ અને 9 નિધીઓ આપે છે.
મા કુષ્માંડાનો ઉપાસના મંત્ર
'सुरासम्पूर्णकलशं रुधिराप्लुतमेव च। दधाना हस्तपद्माभ्यां कूष्माण्डा शुभदास्तु मे॥'
या
'या देवी सर्वभूतेषु मां कूष्माण्डा रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।'
या
'ऊं ऐं ह्रीं क्लीं कुष्मांडायै नम:।।'
મા કુષ્માંડાને આવી રીતે લગાવો ભોગ
શાસ્ત્રોમાં લખાયેલી માહિતી મુજબ, માતાના ચોથા સ્વરૂપને માલપુઆ બહુ જ ગમે છે. ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે, માલપુઆનો ભોગ લગાવવાથી માતા પ્રસન્ન થાય છે અને મનુષ્યોને કષ્ટો અને દુખોમાંથી મુક્તિ અપાવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે