Bijapur: નક્સલીઓ સાથેની અથડામણમાં અત્યાર સુધીમાં 22 જવાન શહીદ

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર અને સુકમા જિલ્લાની સરહદમાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં સુરક્ષાદળોના 22 જવાનો શહીદ થયા હોવાના દુ:ખદ સમાચાર છે. અત્યાર સુધી 22 જવાનોના મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે એક જવાન હજુ ગૂમ છે જ્યારે 31 જવાનો ઈજાગ્રસ્ત થયા છે. 

Updated By: Apr 4, 2021, 01:23 PM IST
Bijapur: નક્સલીઓ સાથેની અથડામણમાં અત્યાર સુધીમાં 22 જવાન શહીદ
તસવીર-ANI

રાયપુર: છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર અને સુકમા જિલ્લાની સરહદમાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં સુરક્ષાદળોના 22 જવાનો શહીદ થયા હોવાના દુ:ખદ સમાચાર છે. અત્યાર સુધી 22 જવાનોના મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે એક જવાન હજુ ગૂમ છે જ્યારે 31 જવાનો ઈજાગ્રસ્ત થયા છે. આ વર્ષનો આ સૌથી મોટો નક્સલી હુમલો છે. શનિવારે થયેલા આ હુમલામાં નક્સલીઓએ દેશી રોકેટ લોન્ચર અને એલએમજીનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. હુમલા બાદ નક્સલીઓ જવાનોના લગભગ બે ડઝન જેટલા હથિયારો લૂંટીને લઈ ગયા. સુરક્ષાદળોએ નક્સલીઓના સૌથી મજબૂત ગઢ બીજાપુરમાં આ ઓપરેશન ચલાવ્યું હતું. નકસ્લીઓ વિરુદ્ધ અભિયાન નક્સલીઓના સૌથી મોટા પીપલ્સ લિબરેશન ગ્રુપ આર્મી પ્લાટુન વન (PLGA1) માં એક હિડમાના ગઢમાં હતું. 

સીઆરપીએફ અને છત્તીસગઢ પોલીસને ખબર હતી કે નક્સલીઓનો મોટો ખૂંખાર કમાન્ડર હિડમા આ હુમલાથી જ એક કિલોમીટરના અંતરે પોવર્તી ગામમાં છે અને ત્યારબાદ સીઆરપીએફ અને છત્તીસગઢ પોલીસના ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડે એક જોઈન્ટ ઓપરેશન ચલાવ્યું. 

સુરક્ષાદળો પર આ હુમલો નક્સલીઓના સંગઠન પીપલ્સ લિબરેશન ગ્રુપ આર્મી પ્લાટુન વનની યુનિેટ કર્યો છે. જેમનું નેતૃત્વ હિડમા જ કરે છે. સુરક્ષાદળોને પણ જો કે આ ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. જેમાં નક્સલ કાડરના 15 નક્સલીઓ માર્યા ગયા છે. પરંતુ સુરક્ષાદળો જેવા અંદર જઈ રહ્યા હતાં કે નક્સલીઓએ તેમના પર હુમલો કરી દીધો. 

નક્સલીઓએ ત્રણ પ્રકારે કર્યો હુમલો
નક્સલીઓએ ત્રણ રીતે આ હુમલો કર્યો. પહેલો બુલેટથી, બીજો ધારદાર હથિયારોથી અને ત્રીજો દેશી રોકેટ લોન્ચરથી લગભગ 200થી 200 નક્સલીઓનો સમૂહ સુરક્ષાદળોની ટુકડી પર તૂટી પડ્યો હતો. નક્સલીઓના આ અંતિમ ગઢમાં સુરક્ષાદળોનું ઓપરેશન હજુ પણ ચાલુ છે.

ગુપ્તચર એજન્સીઓએ કર્યા હતા અલર્ટ
બીજી બાજુ એવી પણ જાણકારી મળી રહી છે કે બીજાપુર એન્કાઉન્ટર પહેલા ગુપ્તચર એજન્સીઓએ અલર્ટ કર્યા હતા. રિપોર્ટ મુજબ નક્સલીઓ છેલ્લા કેટલાક દિવસથી સતત બીજાપુર, સુકમા, કાંકેરમાં કેમ્પ કરી રહ્યા હતા. જેમની સંખ્યા 200થી 300 કહેવાઈ રહી હતી. સુરક્ષાદળોને રિપોર્ટ મળ્યો હતો કે નક્સલીઓના અનેક ડિવિઝનલ કમાન્ડર છત્તીગઢના બીજાપુરમાં કેમ્પ કરી રહ્યા છે. 

આઈઈડી પ્લાન્ટ કરવાનો મોટો પ્લાન્ટ
રિપોર્ટમાં એવો પણ ખુલાસો થયો છે કે નક્સલી છત્તીસગઢના બીજાપુરમાં આઈઈડી પ્લાન્ટ કરવાનો મોટો પ્લાન કરી રહ્યા છે. એવી પણ જાણકારી મળી છે કે સુરક્ષાદળોના કેમ્પ જે જંગલો તરફ બનાવવામાં આવી રહ્યા છે તેમને પણ નિશાન બનાવી શકે છે. ટ્રાઈ જંકશન પર નક્સલીઓ ભેગા થવાની પણ ગુપ્ત માહિતી એજન્સીએ સુરક્ષાદળોને મોકલી હતી. જેના આધારે મોટું ઓપરેશન લોન્ચ થયું હતું. 

અભિયાનમાં સામેલ હતા 2000 જવાનો
ડીઆઈજી (નક્સલ ઓપરેશન) ઓપી પાલે જણાવ્યું હતું કે નક્સલ વિરોધી અભિયાનમાં બીજાપુર જિલ્લાના તર્રેમ, ઉસૂર અને પામેડથી તથા સૂકમા જિલ્લાના મિનપા અને નરસાપુરમથી લગભગ બે હજાર જેટલા જવાનો સામેલ હતા. નક્સલીઓ સાથે થયેલી અથડામણમાં જીવ ગુમાવનારા સીઆરપીએફની કોબરા બટાલિયનના એક જવાનનો પાર્થિવ દેહ આજે જગદલપુર લાવવામાં આવ્યો. 

ગૃહમંત્રીએ કર્યા નમન
ગૃહમંત્રી અમિત શાહે ઘાયલ જવાનોના જલદી સ્વસ્થ થવાની કામના કરતા અને શહીદોના પરિવારો પ્રત્યે સંવેદના પ્રગટ કરતા કહ્યું કે છત્તીસગઢમાં નક્સલીઓ સાથે લડતા શહીદ થયેલા આપણા બહાદુર સુરક્ષાકર્મીઓના બલિદાનનું નમન કરું છું. રાષ્ટ્ર તેમની વિરતાને ક્યારેય ભૂલશે નહીં. મારી સંવેદના તેમના પરિવાર સાથે છે. અમે શાંતિ અને પ્રગતિના આ દુશ્મનો વિરુદ્ધ અમારી લડાઈ ચાલુ રાખીશું. 

આ ઘટના અંગે પીએમ મોદીએ પણ વ્યક્ત કરી સંવેદના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જવાનોની શહાદત પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે જવાનોનું બલિદાન ક્યારેય ભૂલી શકાશે નહી. ટ્વીટ કરીને તેમણે લખ્યું કે મારી સંવેદનાઓ છત્તીસગઢમાં શહીદ થયેલા જવાનોના પરિજનો સાથે છે. વીર શહીદોનું બલિદાન ક્યારેય ભૂલાવી શકાશે નહીં. ઘાયલોના જલદી સ્વસ્થ થવાની કામના છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube