પાડોશી ઘરમાં ડીજે વગાડે તો શું કરવું જોઈએ? આ છે કાયદો, તમે અહીં કરી શકો છો ફરિયાદ

Neighbour Law: રાજ્ય સરકારને અમુક શરતો સાથે મધરાત 12 સુધી લાઉડસ્પીકર અને ડીજે વગાડવાની મંજૂરી આપવાનો અધિકાર છે, પરંતુ મધરાત 12 પછી કોઈને લાઉડસ્પીકર કે ડીજે વગાડવાની મંજૂરી નથી. આમ કરવું ગેરકાયદે છે, એટલે કે એ ગુના હેઠળ આવે છે. ધાર્મિક પ્રસંગ કે સાંસ્કૃતિક કાર્યક્રમના નામે પણ કોઈને આ છૂટ મળતી નથી. 

પાડોશી ઘરમાં ડીજે વગાડે તો શું કરવું જોઈએ? આ છે કાયદો, તમે અહીં કરી શકો છો ફરિયાદ

Neighbour Law: તમને ઘણીવાર એમ થતું હશે કે પડોશી બહુ જ ઉંચા અવાજે લાઉડ સ્પીકર વગાડે છે. જો તમે કહેવા જાઓ તો સંબંધ બગડવાનો ડર હોય છે. આમ છતાં એ લોકો સમજતા નથી કે જે લાઉડ મ્યુઝિક તમને મજા આપી રહ્યું છે એ બીજા માટે સજાનું કારણ છે. જો તમને પણ લાઉડસ્પીકરોથી સમસ્યા હોય તો તમે કાયદાનો સહારો લઈ શકો છો. આ માટે આઈપીસીની કલમ 290 અને 291 હેઠળ જેલ અને દંડની જોગવાઈ છે.

આ છે ડિસિબલ લિમિટ..
હવે તો ધ્વનિ પ્રદૂષણ (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) એક્ટ-2000 આવી ગયો છે. જેમાં કેટલાક નિયમો છે. જેમાં જાહેરમાં અવાજની ડેસિબલ લિમિટ નક્કી કરાઈ છે. ઔધોગિક વિસ્તાર હોય તો દિવસે 75 તો રાતે 70ની ડિસિબલ લિમિટ છે. રહેણાંક વિસ્તારમાં દિવસે 55 તો રાતે 45ની ડિસિબલ લિમિટ છે. નક્કી કરાઈ છે. આમ છતાં કોઈ તમારી વાત માનતું નથી તો તમે કાયદાનો સહારો લઈ શકો છો. કલમ 32 હેઠળ સીધા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરી શકે છે. કલમ 226 હેઠળ કોઈ વ્યક્તિ સીધી હાઇકોર્ટમાં જઈ શકે છે. રાત્રે લાઉડસ્પીકર અને ડીજે વગાડવા પર પ્રતિબંધની માગ પણ કરી શકે છે. જેમાં 268 IPC હેઠળ કેસ નોંધી શકાય છે, જેમાં 200 રૂપિયાનો દંડ થઈ શકે છે. 

સરકાર પણ ન આપી શકે પરમિશન-
રાજ્ય સરકારને અમુક શરતો સાથે મધરાત 12 સુધી લાઉડસ્પીકર અને ડીજે વગાડવાની મંજૂરી આપવાનો અધિકાર છે, પરંતુ મધરાત 12 પછી કોઈને લાઉડસ્પીકર કે ડીજે વગાડવાની મંજૂરી નથી. આમ કરવું ગેરકાયદે છે, એટલે કે એ ગુના હેઠળ આવે છે. ધાર્મિક પ્રસંગ કે સાંસ્કૃતિક કાર્યક્રમના નામે પણ કોઈને આ છૂટ મળતી નથી. 

આટલા કલાકોની છૂટછાટ...
તમને યાદ જ હશે કે તમે લગ્નની પાર્ટીમાં જાઓ છો ત્યારે તમે ડાન્સ ફ્લોર પર નોટિસ તો જોઈ જ હશે. એમાં લખ્યું છે કે રાત્રે 10 વાગ્યા પછી ડીજે વગાડવો ગુનો છે, એની સાથે દંડની રકમ પણ લખવામાં આવી છે. વાસ્તવમાં આને લગતો કાયદો છે. ધ્વનિ પ્રદૂષણ (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) એક્ટ-2000 મુજબ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાઉડસ્પીકર અને ડીજે વગાડવા પર પ્રતિબંધ છે.

હૃદયરોગનું જોખમ વધે છે-
WHOના રિપોર્ટ અનુસાર વધુ પડતા અવાજ એમાં રહેતા લોકોને તેમના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પાડે છે. બાળકો આનાથી સૌથી વધુ જોખમમાં છે. જેમાં ઊંઘ પર અસર થઈ શકે છે, હૃદયરોગનું જોખમ વધે છે. આ સિવાય તેની સાઇકોફિઝિયોલોજિકલ અસરો છે, તમને માઈગ્રેન થઈ શકે છે અને ડિપ્રેશન અને ડિમેન્શિયાનું કારણ બની શકે છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news