'તેમને મંત્રી બનાવ્યા તો કોંગ્રેસ સાફ', રાજસ્થાન કેબિનેટમાં ફેરફારથી ગેહલોત-પાયલોટ ખુશ, પણ ધારાસભ્ય નારાજ
નવી કેબિનેટને લઈને એક બાજુ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ નવા મંત્રીમંડળને લઈને ખુશ છે તો બીજી તરફ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો (Congress MLAs) હવે નારાજ હોવાનું જાણવા મળી રહ્યું છે.
Trending Photos
જયપુર: હાલ રાજસ્થાનની રાજનીતિ ચરણસીમાએ પહોંચી છે. રાજસ્થાનમાં રવિવારે સાંજે નવી કેબિનેટ શપથ લેશે. નવી કેબિનેટને લઈને એક બાજુ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ નવા મંત્રીમંડળને લઈને ખુશ છે તો બીજી તરફ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો (Congress MLAs) હવે નારાજ હોવાનું જાણવા મળી રહ્યું છે. જાણવા મળી રહ્યું છે કે ફરિયાદ લઈને ધારાોસભ્ય પણ જયપુર જવા રવાના થઈ ગયા છે.
જાણવા મળી રહ્યું છે કે કેબિનેટમાં ટીકારામ જૂલી (Tikaram Juli) ને કેબિનેટ મંત્રીપદ બનાવવામાં આવી શકે છે તે અહેવાલોના કારણે અમુક ધારાસભ્યો નારાજ થઈ ગયા છે. ત્યારબાદ ધારાસભ્ય જૌહરી લાલ મીણા, સાફિયા જુબૈર અને બીએસપીમાંથી આવેલા દીપચંદ્ર ખડિયા એ વિરોધ કરતા જયપુર રવાના થઈ ગયા છે.
ટીકારામ જૂલી મુખ્યમંત્રી અશોક ગેહલોતના નજીકના મનાય છે. દલિત સમુદાયમાંથી આવનાર ટીકારામ જૂલી અત્યારે શ્રમ રાજ્યમંત્રી હતી, જેમણે પ્રમોટ કરી કેબિનેટ મંત્રી બનાવવાની સંભાવના છે. ટીકારામ અલવર ગ્રામીણ બેઠક પરથી ધારાસભ્ય છે.
ટીકારામને કેબિનેટ મંત્રી બનાવવા પર નારાજગી વ્યક્ત કરતા જોહરી લાલ મીણાએ કહ્યું કે આજનો દિવસ અલવર જિલ્લા માટે કાળો દિવસ છે કારણ કે અલવર જિલ્લાના સૌથી ભ્રષ્ટ ધારાસભ્યને કેબિનેટ મંત્રી બનાવવામાં આવી રહ્યા છે. ત્યારબાદ જિલ્લામાં કોંગ્રેસનો સફાયો થઈ જશે.
આજે સાંજે થવાનું છે કેબિનેટનું શપથ ગ્રહણ
રાજસ્થાન કેબિનેટનો શપથ ગ્રહણ કાર્યક્રમ આજે થનાર છે. નવી કેબિનેટમાં 12 નવા ચહેરા સામેલ કરવામાં આવ્યા છે. ત્રણ રાજ્ય મંત્રીઓને પ્રમોટ કરી કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. આજે સાંજે કુલ 15 ધારાસભ્ય મંત્રીપદના શપથ લેશે. તેમાંથી 11 ધારાસભ્ય કેબિનેટ તો 4 ધારાસભ્ય રાજ્યમંત્રીના રૂપમાં શપથ લેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે