Maharashtra Corona Update: મહારાષ્ટ્રમાં કોરોનાની ગતિ પર લાગી બ્રેક, કેસમાં થયો ઘટાડો
રવિવાર સુધી દેશની આર્થિક રાજધાનીમાં 12,783 મોત સહિત કુલ કેસ 6,27,651 હતા જ્યારે એક્ટિવ કેસ 75740 હતા. તો મુંબઈમાં 4 એપ્રિલે રેકોર્ડ 11163 નવા કેસ સામે આવ્યા હતા.
Trending Photos
મુંબઈઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ઓછા (Coronavirus Reduce In Maharashtra) કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં 48700 જ્યારે મુંબઈમાં માત્ર 3792 કેસ સામે આવ્યા છે. પરંતુ મૃત્યુઆંકમાં ઘટાડો થઈ રહ્યો નથી. રાજ્યમાં એક દિવસમાં 524 લોકોના મોત થયા છે. આ વચ્ચે એક વરિષ્ઠ સ્વાસ્થ્ય નિષ્ણાંતે કહ્યુ કે, બની શકે કે મુંબઈમાં કોરોના મહામારીની સ્થિતિમાં સુધાર થઈ રહ્યો છે. સોમવારે સંક્રમણના 41,000 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાં 3792 લોકો પોઝિટિવ મળ્યા છે.
મહારાષ્ટ્ર કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. શશાંક જોશીએ કહ્યુ કે, મુંબઈમાં કોવિડ-19ની સ્થિતિમાં સુધાર આકારણી, તપાસ અને સંચાલનની જે રણનીતિ અપનાવવામાં આવી છે, તેના કારણે આવ્યો છે. તેમણે ટ્વીટ કરી કહ્યુ- મુંબઈમાં 41 હજાર ટેસ્ટ પર 3792 કેસ સામે આવ્યા, સ્પષ્ટ રૂપથી અમને આકરણી, તપાસ અને મેનેજમેન્ટની રણનીતિથી સફળતા મળી રહી છે. એમસીજીએમની ટીમને શુભેચ્છા.
આ પણ વાંચોઃ COVID vaccines: કેન્દ્ર સરકારે વેક્સિન કંપનીઓ સાથે કરી વાત, રસીની કિંમત ઓછી કરવાની અપીલ કરી
4 એપ્રિલે મુંબઈમાં આવ્યા હતા રેકોર્ડ 11163 કેસ
રવિવાર સુધી દેશની આર્થિક રાજધાનીમાં 12,783 મોત સહિત કુલ કેસ 6,27,651 હતા જ્યારે એક્ટિવ કેસ 75740 હતા. તો મુંબઈમાં 4 એપ્રિલે રેકોર્ડ 11163 નવા કેસ સામે આવ્યા હતા, પરંતુ ત્યારબાદ ઘટાડો થઈ રહ્યો છે. રવિવારે કોરોનાના 5542 કેસ સામે આવ્યા હતા. રવિવારે પીએમ મોદીએ મન કી બાત રેડિયો કાર્યક્રમમાં જાણીતા એન્ડોક્રાઇનોલોજિસ્ટ ડો. જોશી સાથે વાતચીત કરી હતી.
આ પણ વાંચોઃ પીરિયડ દરમિયાન પણ કોરોના વેક્સિન લગાવી શકે છે મહિલાઓ? જાણો કેન્દ્ર સરકારે શું આપ્યો જવાબ
બની શકે કે મુંબઈમાં પાર થઈ ગયું હોય ઉપલું સ્તર
ડો જોશીનુ કહેવુ છે કે બની શકે કે મુંબઈની બીજી લહેરની પિકનું સ્તર પાર થઈ ગયુ હોય. તેમણે કહ્યું કે, દેશ જે બીજી લહેરનો સામનો કરી રહ્યો છે, તે આશા કરતા વધુ ઉગ્ર છે, જેમ કે દુનિયાભરમાં જોવામાં આવ્યું છે. તેમણે લોકોને અપીલ કરી છે કે રાજ્યમાં વર્તમાન પ્રતિબંધોમાં ઢીલ બાદ પણ કોવિડના માપદંડોનું કડક પાલન કરે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે