નિર્ભયા કેસઃ હવે ગુનેગાર અક્ષય સુપ્રીમમાં દાખલ કરશે ક્યૂરેટિવ પિટિશન


તિહાડ જેલના સૂત્રો પ્રમાણે તેણે ક્યૂરેટિવ અરજી પર સહી કરી દીધી છે. 

નિર્ભયા કેસઃ હવે ગુનેગાર અક્ષય સુપ્રીમમાં દાખલ કરશે ક્યૂરેટિવ પિટિશન

નવી દિલ્હીઃ નિર્ભયા Nirbhaya Case)નો ગુનેગાર અક્ષય સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ અરજી દાખલ કરશે. તિહાડ જેલના સૂત્રો પ્રમાણે તેણે ક્યૂરેટિવ અરજી પર સહી કરી છે. બુધવારે અક્ષયના વકીલ એન.પી.સિંહ ક્યૂરેટિવ અરજી દાખલ કરી શકે છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે બે ગુનેગાર વિનય અને મુકેશની ક્યૂરેટિવ અરજી નકારી દીધી છે. 

નિર્ભયાના ગુનેગાર મુકેશની અરજી પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. મુકેશના વકીલે કોર્ટમાં કહ્યું કે, મુકેશની સાથે જેલમાં પજવણી અને ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો છે. આ આરોપોને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પાયાવિહોણા ગણાવ્યા અને કહ્યું કે, આ દલીલ કોઈની ભાસીની સજા રદ્દ કરવાનો આધાર નથી. તુષાર મેહતાએ કહ્યું કે, જેલમાં દુર્વ્યવહારના આરોપની સુનાવણી આ સ્ટેજમાં સુપ્રીમ કોર્ટમાં ન કરી શકાય. ગુનેદાર તે આધાર ન લઈ શકે કે જેલમાં તેનું શોષણ થયું હતું. 

તમારે ચર્ચા કરવા માટે કેટલો સમય જોઈએ?
હકીકતમાં દોષીતના વકીલે રાષ્ટ્રપતિના દયા અરજી રદ્દ કરવાને પડકારી છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મુકેશના વકીલને પૂછ્યું કે તમારે ચર્ચા કરવા માટે કેટલો સમય જોઈએ? વકીલે કહ્યું કે, એક કલાક તો કોર્ટે વાંધો ઉઠાવ્યો. ત્યારબાદ વકીલે કહ્યું કે, અડધી કલાકમાં પોતાની દલીલ પૂરી કરી લેશે. મુકેશ તરફથી અંજના પ્રકાશ દલીલ કરી રહી છે. મુકેશના વકીલે પોતાની દલીલોમાં કહ્યું કે, બંધારણ પ્રમાણે જીવવાનો અધિકાર છે અને આઝાદી સૌથી મહત્વપૂર્ણ છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news