નિર્મલા સીતારમનનો મોટો હુમલો, કહ્યું- કોંગ્રેસના નવાઝ શરીફ છે ચિદંબરમ, વિદેશોમાં છે કરોડોની સંપત્તિ
છેલ્લા ઘણા સમયથી પી ચિદંબરમ અને તેમના પરિવાર વિરુદ્ધ દેશમાં આવકવેરા વિભાગે ઘણા કેસ દાખલ કર્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ કેન્દ્રીય રક્ષા મંત્રી નિર્મલા સીતારમને કોંગ્રેસ અને પૂર્વ નાણાપ્રધાન પી ચિદંબરમ પર મોટો હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે, પી ચિદંબરમ અને તેના પરિવારની વિદેશોમાં કરોડોની સંપત્તિ છે. તેમણે કહ્યું, આપણે સાંભળીએ છીએ કે પી ચિદંબરમ અને તેમના પરિવાર વિરુદ્ધ આવકવેરા વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે. ચિદંબરમ ભારતમાં કોંગ્રેસના નવાઝ શરીફ છે.
તેમણે કહ્યું, કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી ખુદ એક ફાઇનેન્શિયલ મેટરમાં જામીન પર બહાર છે. તેમણે આવીને આ મામલે જણાવવું જોઈએ. શું તે પોતાની પાર્ટીના આ સીનિયર નેતાની વિદેશોમાં રહેલી સંપત્તિની તપાસ કરાવવી જોઈએ. ઉલ્લેખનીય છે કે વિદેસોમાં સંપત્તિ મામલામાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે પોતાની સત્તા ગુમાવવી પડી હતી.
નિર્મલા સીતારમને નવાઝ શરીફે મુંબઈ હુમલાના મામલામાં ખુલાસા પર કહ્યું, આ એક ગંભીર ખુલાસો છે. અમે હંમેશા કહેવા આવ્યા કે આ હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ છે. આ ખુલાસો અમારા દાવાને મજબૂત કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે