જે સેના પર સવાલ ઉઠાવી રહ્યા છે તેમને નજર અંદાજ કરો: સંરક્ષણ મંત્રી

દેહરાદુનમાં એક કાર્યક્રમમાં સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, હું દેશનાં લોકોને વિનંતી કરવા માંગીશ કે તે લોકો પર વિશ્વાસ ન કરો જે અફવા ફેલાવી રહ્યા છે

જે સેના પર સવાલ ઉઠાવી રહ્યા છે તેમને નજર અંદાજ કરો: સંરક્ષણ મંત્રી

નવી દિલ્હી : પાકિસ્તાનમાં ઘુસીને આતંકવાદી મથકો પર ભારતીય વાયુસેનાની બોમ્બ વર્ષા પર સવાલો ઉઠાવનારા વિપક્ષી દળો પર કેન્દ્રીય સંરક્ષણમંત્રીએ તીખો શાબ્દિક પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, અમે આ સમયે તે લોકોને નજર અંદાજ કરવાની જરૂર છે, જે સૈનિકોની ગંભીરતા અને સિમ્પલિસિટીનો ઉપયોગ કરીને લોકોને ગુમરાહ કરવા માટેનાં પ્રયાસો કરી રહ્યા છે. 

દેહરાદુનમાં એક કાર્યક્રમમાં સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, હું દેશનાં લોકોને વિનંતી કરવા માંગુ છું કે તે લોકો પર વિશ્વાસ ન કરો જે અફવા ફેલાવી રહ્યા છે. એવા લોકોથી સજાગ રહેવાની જરૂર છે, જેઓ સેના પર સવાલ ઉઠાવી રહ્યા છે, હું તેમને જવાબ આપવા સમર્થ છું. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, ગત્ત 60 વર્ષથી નેશનલ વોર મેમોરિયલ પેન્ડિંગ હતું. આ દરમિયાન અમે ચાર મોટા યુદ્ધા લડ્યા હતા. તેમ છતા પણ દેશમાં એક પણ વોર મેમોરિયલ નહોતું. અમે આ ફેબ્રુઆરીમાં દેશનું પહેલું વોર મેમોરિયલ દેશને સમર્પિત કર્યું. 

વિપક્ષનું બાલકોટ અભિયાનનું વિવરણ માંગવું અયોગ્ય: જાવડેકર
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે સોમવારે વિપક્ષી પાર્ટીઓની આળોચના કરી અને કહ્યું કે, અભિયાનની માહિતી વહેંચી શકાય નહી, કારણ કે તેનાથી પાડોશી દેશને મદદ મળશે. જાવડેકરે કહ્યું કે, બાલકોટ અભિયાન હવે પુરાવા માંગવા સશસ્ત્ર દળો પર અવિશ્વસ કરવા સમાન છે. 

તેમણે કહ્યું કે, સમગ્ર દેશનાં સશસ્ત્ર દળો વાયુસેના પર ગર્વ છે. જ્યારે તેમણે પાકિસ્તાનમાં અંદર જઇને હવાઇ હુમલા કર્યા ત્યારે તેના પર શંકા કરવા અને પુરાવા માંગવા અસલમાં પાકિસ્તાનની મદદ કરવા માંગે છે. પુરાવા માંગવાનો અર્થ અમારી સેના અને વાયુસેનામાં વિશ્વાસ નહી થવા જેવી જ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news