નીતીશ કુમાર પહોંચ્યા દિલ્હી, સીટોની વહેંચણી પર આવી શકે છે છેલ્લો નિર્ણય
લોકસભા ચૂંટણી 2019ને લઇ બિહારમાં સીટોના વહેંચણીને લઇ હજુ પણ માથાકૂટ ચાલી રહી છે. બીજેપી અને જેડીયૂની વચ્ચે સીટોને લઇને સર્વસંમતિ મળી રહી નથી.
Trending Photos
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ને લઇ બિહારમાં સીટોના વહેંચણીને લઇ હજુ પણ માથાકૂટ ચાલી રહી છે. બીજેપી અને જેડીયૂની વચ્ચે સીટોને લઇને સર્વસંમતિ મળી રહી નથી. ત્યારે આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે બિહારના સીએમ નીતીશ કુમાર સોમવારે દિલ્હી પહોંચી ગયા છે. નીતીશની આ દિલ્હી યાત્રા દરમિયાન લોકસભા ચૂંટણીને લઇ બિહારમાં રાષ્ટ્રીટ જનતાંત્રિક ગઠબંધન (એનડીએ)માં સીંટોની વહેંચણી થઇ શકે છે. નીતીશ કુમાર સોમવાર બપોર પછી પટનાથી દિલ્હી જવા રવાના થઇ ગયા હતા. સીએમ કાર્યલય અનુસાર, સીએમ આગલા થોડા દિવસો દિલ્હીમાં રહેશે.
નીતીશ કુમારની દિલ્હી યાત્રાને લઇ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે નીતીશ બિહારમાં લોકસભાની સીટોની વહેંચણીનું ચોક્કસ સમાધના કરીને પટના પરત ફરશે. જેડીયૂ સૂત્રોના જણાવ્યા અનુસાર, નીતીશ આ યાત્રા દરમિયાન પોતાના સ્વાસ્થ્ય સંબધી તપાસ કરાવશે તથા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મળીને વર્ષ 2019માં થનારી લોકસભા ચૂંટણીમાં સીટોની વહેંચણીનો છેલ્લો નિર્ણય લઇ શકે છે.
રવિવારે પાર્ટી કાર્યકારિણીની બેઠકમાં નીતીશ કુમારે સ્પષ્ટ કર્યું હતું કે, સીટોની વહેંચણીને લઇ કોઇ મતભેદ નથી. સમ્માનપૂર્વક જેડીયૂને સીટો મળી રહી છે. આ પહેલા જેડીયૂના પ્રદેશ અધ્યક્ષ વરિષ્ઠ નારાયણ સિંહએ પણ કહ્યું હતું કે, સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડીયામાં લોકસભા ચૂંટણીની સીટ વહેંચણીની લઇ સ્થિતિ સ્પષ્ટ થઇ જશે.
ચૂંટણીના વ્યૂહરચનાકાર પ્રશાંત કુમારે જેડીયૂમાં શામેલ થઇ ગયા પછી પાર્ટીના નેતા ઉત્સાહિત છે. સમજી શકાય છે કે સીડ વહેંચણીને લઇ ચૂંટણી લડવાની તકની વ્યૂરચના બનાવવામાં પ્રશાંત કિશોર મુખ્ય ભૂમિકા અદા કરશે.
(ઇનપુટ આઇએએનએસથી)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે