ટનલ દ્રારા આતંકવાદીઓની ઘૂસણખોરી પર લાગશે બ્રેક, હવે સેના પાસે હશે આ એડવાન્સ સિસ્ટમ
પાકિસ્તાનને અડીને આવેલી આંતરરાષ્ટ્રીય સીમા દ્રારા આતંકવાદીઓની ઘૂસણખોરીના પ્રયત્નો નિષ્ફળ કરવા માટે કેન્દ્ર સરકાર કમર કસી રહી છે. આતંકવાદીઓનો દરેક પ્રયત્ન નિષ્ફળ કરવા માટે કેન્દ્ર સરકારે મોર્ડન ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે.
Trending Photos
Govt Planning to stop Intrusion: પાકિસ્તાનને અડીને આવેલી આંતરરાષ્ટ્રીય સીમા દ્રારા આતંકવાદીઓની ઘૂસણખોરીના પ્રયત્નો નિષ્ફળ કરવા માટે કેન્દ્ર સરકાર કમર કસી રહી છે. આતંકવાદીઓનો દરેક પ્રયત્ન નિષ્ફળ કરવા માટે કેન્દ્ર સરકારે મોર્ડન ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં UAV, એન્ટી ડ્રોન ટેક્નોલોજીની સાથે સાથે જમીનની નીચે બનેલી ટનલને શોધી કાઢવા માટે Tunnel Detection System ની મદદ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જોવા જઇએ તો ગત કેટલાક દિવસોમાં પાકિસ્તાનને અડીને આવેલા જમ્મૂ અને પંજાબની સીમામાં આતંકવાદીની ઘૂસણખોરીને રોકવા માટે સીમા પાર આતંકવાદીઓના માસ્ટરમાઇન્ડ ટનલનો ઉપયોગ કરી રહ્યા છે. ગુરૂવારે દિલ્હીમાં સુરક્ષા એજન્સીઓ સાથે એક મોટી બેઠકમાં પાકિસ્તાનને અડીને આવેલી સીમામાંથી ઘૂસણખોરીને રોકવાની સાથે સાથે ડ્રગ ટ્રાફિકીંગ પર લગાવ લગાવવા માટે આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ પર બેઠક કરવામાં આવી. આ બેઠકનો હેતુ દુનિયાભરમાં હાજર Tunnel Detection System ની હાલની સ્થિતિ અને તેના સંબંધિત બેસ્ટ ટેક્નોલોજીના ઉપયોગ પર ચર્ચા કરવામાં આવી.
ગત થોડા દિવસોમાં જમ્મૂને અડીને પાકિસ્તાન બોર્ડર પર એવી ઘણી ટનલ બીએસએફને મળી આવી છે જેનો ઉપયોગ કરીને આતંકવાદીઓએ ઘૂસણખોરી કરી હતી. એટલું જ નહી આ ટનલની ઓળખ કરવી એકદમ મુશ્કેલ હોય છે કારણ કે અત્યાર સુધી દેશની પાસે એવી કોઇ અસરકારક ટેક્નોલોજી હાજર નથી. જેથી ખબર પડી શકે કે કઇ જગ્યાએ ટનલ હાજર છે અને એવામાં સરકાર એવા પ્રયત્ન કરી રહી છે કે દુનિયા જે દેશોની પાસે તેની ટેક્નોલોજી છે તે ખરીદી દેશની સીમાઓ પર તેને લગાવવામાં આવે.
એટલું જ નહી સીમા પાર બેઠેલા આતંકવાદીઓના આકા સતત ડ્રોન દ્રારા પણ દેશના વિસ્તારોમાં હથિયારોની સાથે સાથે ડ્રગની સપ્લાય કરી રહ્યા છે એવામાં એન્ટ્રી ડ્રોન સિસ્ટમને પણ સીમા પર મોટી સંખ્યામાં લગાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. સુરક્ષા એજન્સીઓ સાથે બેઠકમાં કેન્દ્ર સરકાર તેની સાથે જોડાયેલા મહત્વપૂર્ણ મંતવ્યોને એકઠા કરી એવી ટેક્નોલોજી ખરીદવા પર લીલીઝંડી આપશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે