મોદી સરકારની મોટી જાહેરાત, તમામ ગરીબ પરિવારોને ફોર્મ ભર્યા વગર જ મળશે ગેસ કનેક્શન

મોદી સરકારે 'ઉજ્જવલા યોજના' અંતર્ગત દેશનાં તમામ ગરીબ પરિવારનો નિઃશુલ્ક એલપીજી કનેક્શન આપવાનો નિર્ણય લીધો છે 

મોદી સરકારની મોટી જાહેરાત, તમામ ગરીબ પરિવારોને ફોર્મ ભર્યા વગર જ મળશે ગેસ કનેક્શન

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે એક મોટી જાહેરાત કરી છે. ઉજ્જવલા યોજના અંતર્ગત હવે દેશનાં તમામ ગરીબ પરિવારનો નિઃશુલ્ક એલપીજી કનેક્શન આપવામાં આવશે. આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ આ નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ અંગેની જાહેરાત કરી હતી. 

પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નિર્ણય અંગે માહિતી આપતા જણાવ્યું કે, 'પીએમ ઉજ્જવલા યોજના હેઠળ અત્યાર સુધી 5 લાખ 86 હજાર ગરીબ પરિવારોને ફાયદો મળી ચૂક્યો છે. કેબિનેટે આજે આ યોજનાને સમગ્ર દેશમાં એકસમાન ધોરણેલ લાગુ કરવાનો નિર્ણય લીધો છે.'

— ANI (@ANI) December 17, 2018

તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું કે, 'ગરીબ પરિવારોને હવેથી ફોર્મ ભર્યા વગર માત્ર એક સાદા કાગળ પર પણ એલપીજી કનેક્શન મળી જશે. તેના માટે તેમણે માત્ર સેલ્ફ ડિક્લેરેશન આપવાનું રહેશે. આ પગલાથી આ યોજાનાનો હેતુ દેશના 100 ટકા ગરીબ પરિવાર સુધી તેનો લાભ પહોંચાડવાનો છે.'

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રની મોદી સરકારે 'ઉજ્જવલા યોજના' અંતર્ગત દેશમાં ગરીબ પરિવારનો સસ્તા દરે એલપીજી કનેક્શન આપવાની જાહેરાત કરી હતી. જેનો હેતુ જે લોકો ચૂલો સળગાવે છે તેમને ધૂમાડાને કારણે થતી બિમારીથી બચાવવાનો, લાકડાનો ઈંધણમાં ઉપયોગ બચાવવાનો અને વધુ-વધુ લોકોને એલપીજી ગેસનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news