નન રેપ કેસ: બિશપની પોલીસ કસ્ટડી 3 દિવસ વધી, કોર્ટે જામીન અરજી ફગાવી
દેશમાં પહેલીવાર બિશપને દુષ્કર્મ મુદ્દે ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે તેમનાં પર બિનકાયદેસર બંધક બનાવવાનો આરોપ લાગ્યો છે.
Trending Photos
કોટ્ટાયમ : નન દુષ્કર્મ મુદ્દે શુક્રવારે ધરપકડ થયેલ બિશપ ફ્રેંકો મુલક્કલને શનિવારે કેરળની એક કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા, જ્યાં તેમણે ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા. કોર્ટે બિશપ મુક્કલનાં જામીનની અપીલને ફગાવી દીધી હતી. જાલંધરનાં રોમન કૈથોલિક ડાઓસિસના બિશપ મુલક્કલને શુક્રવારે ત્રિપુનીથુરામાં ધરપકડ કરવામાં આવી હતી. તેમની આ અગાઉ ત્રણ દિવસ સુધી પુછપરછ થઇ રહી હતી.
હાલ પોલીસે પોતાનાં રિપોર્ટમાં કોર્ટને શનિવારે જણાવ્યું કે,ફ્રેંકો મુલક્કલ યૌન ઉત્પીડન કરવાનાં ઇરાદાથી જ કોન્વેંટ આવ્યા હતા. 5 મે, 2014નાં રોજ તેમણે ગેસ્ટ હાઉસનાં રૂમ નંબર 20માં નનને બિન કાયદેસર રીતે બંધન બનાવીને રાખી. સાથે જ મહિલાનું અપ્રાકૃતિક રીતે યૌન શોષણ કર્યું છે.
આરોપીએ પીડિતાએ એવી પણ ધમકી આપી કે જો તે અંગે કોઇને જણાવશે તો તેણે પરિણામ ભોગવવા પડશે. બિશપે ત્યાર પછીનાં દિવસે 6 મે 2014નાં રોજ ફરીથી નની સાથે દુષ્કર્મ કર્યું. રિપોર્ટ અનુસાર 2014-16 દરમિયાન ગેસ્ટ હાઉસનાં તે જ રૂમમાં 13 વખત દુષ્કર્મ અને અપ્રાકૃતિક રીતે યૌન શોષણ કર્યું.
આ અગાઉ બિશપે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ તેને કોટ્ટાયમથી 10 કિલોમીટર દુરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સરકારી કોટ્ટાયમ કોલેજ હોસ્પિટલનાં કાર્ડિયોલોજી વિભાગમાં રાત વિતાવ્યા બાદ ડોક્ટરે તેમને શનિવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દીધા હતા.
પોલીસે જણાવ્યું કે, જે તેઓ બહાર આવે લોકોએ તેમને હસવા લોકોએ તેમને હસવાનું ચાલુ કરી દીધું. મુલક્કલને કોર્ટમાં રજુ કરવા સુધીમાં કોટ્ટાયમ પોલીસે ક્લબમાં રાખવામાં આવશે. એવું દેશમાં પહેલીવાર થયું છે કે બિશપને દુષ્કર્મ મુદ્દે ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ તેના પર બિનકાયદેસર રીતે બંધ બનાવીને રાખવા, દુષ્કર્મ, અપ્રાકૃતિક યૌન સંબંધ અને ગુનાહિત ધમકી દેવાનો કેસ દાખલ કરી રહી છે. કેરળની એક નને મુલક્કલ પર 2014થી 2016 સુધી સતત દુષ્કર્મનો આરોપ લગાવ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે