આ ફિક્સ્ડ ડિપોઝીટ પર મળી રહ્યું છે જબરદસ્ત વ્યાજ
બેંક અને કંપની બંને ફિક્સ્ડ ડિપોઝીટ માટે ઓફર આપે છે
Trending Photos
નવી દિલ્હી : મોટાભાગના લોકો વધારે નફાની લાલચ ન રાખીને એવા વિકલ્પોમાં પૈસા રોકવા ઇચ્છે છે જે અત્યંત સુરક્ષિત હોય. ફિક્સ્ડ ડિપોઝીટ આ માટે એક સારામાં સારો વિકલ્પ છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સૌથી વધારે રોકાણ ફિક્સ ડિપોઝીટમાં કર્યું છે. બેંક અને કંપની બંને ફિક્સ્ડ ડિપોઝીટ માટે ઓફર આપે છે. કંપનીઓની ફિકસ્ડ ડિપોઝીટ પર તમને વધારે વ્યાજ મળે છે.
કંપનીની ઓફર્સની વાત કરીએ તો કેટીએફડીસી 7 દિવસથી માંડીને 5 વર્ષના સમયગાળા માટે 8.8.5 ટકા વ્યાજ આપે છે. શ્રીરામ સિટી યુનિયન ફાઇનાન્સ કંપની 1.5 વર્ષના સમયગાળા માટે 7.75 ટકાથી માંડીને 8.60 ટકા વ્યાજ ઓફર કરી રહ્યું છે. મહિન્દ્રા ફાઇનાન્સ 1.5 વર્ષની ફિક્સ ડિપોઝીટ માટે 7.5 ટકાથી 7.8 ટકા વ્યાજ ઓફર કરે છે. આ સિવાય ગૃહ ફાઇનાન્સ તમને 1થી 10 વર્ષ સુધીની ફિક્સ્ડ 7.5 ટકાથી માંડીને 8 ટકા સુધી વ્યાજ આપે છે.
સિટી યુનિયન બેંક તમને 7 દિવસથી માંડીને 10 વર્ષની અવધિ માટે 6.25થી 7.50 ટકા વ્યાજ આપે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 7 દિવસથી 10 વર્ષના સમયગાળા માટે 5.75 ટકાથી માંડીને 7.25 ટકા વ્યાજ આપે છે. યસ બેંક 1 વર્ષથી 10 વર્ષ સુધીના સમયગાળા માટે 5.75થી 7.60 ટકા સુધી વ્યાજ ઓફર કરી રહ્યું છે. આઇડીબીઆઇ બેંક 15 દિવસથી માંડીને 20 વર્ષ સુધીના સમયગાળા માટે 5.75 ટકાથી માંડીને 7.25 સુધી વ્યાજ આપે છે.
બેંકોની ફિક્સ્ડ ડિપોઝીટની તુલનામાં વધારે વ્યાજ ઓફર કરતી કંપનીની ફિક્સ્ડ ડિપોઝીટમાં વધારે રિસ્ક હોય છે. આમાં રોકાણ કરતા પહેલાં કંપનીના રેટિંગ પર ધ્યાન આપવું જોઈએ. સામાન્ય રીતે જે કંપનીઓનું રેટિંગ ઓછું હોય છે એ જ વધારે વ્યાજદર ઓફર કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે