મેટ્રોની મંજુલિકા તો કંઈ નથી, રાજસ્થાનની હવેલીમાં હકીકતમાં મંજુલિકા ફરે છે, OMG!

હાલ મેટ્રો ટ્રેનમાં મંજુલિકા ફરતી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકોને આ વીડિયો ગમી રહ્યો છે. પરંતું અમે તમને રિયલની મંજુલિકા વિશે જણાવીશું, તેનો વીડિયો પણ પણ બતાવીશું. આ મંજુલિકા રાજસ્થાનની હવેલીમાં ફરી રહી છે. અમે આ નથી કહી રહ્યા, વાયરલ વીડિયોમાં જોવા મળે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્યારે લોકો આ 'મંજુલિકા' ને ક્યાંયથી કૂદતી જોઈને ડરી જાય છે અને બૂમો પાડવા લાગે છે. 

મેટ્રોની મંજુલિકા તો કંઈ નથી, રાજસ્થાનની હવેલીમાં હકીકતમાં મંજુલિકા ફરે છે, OMG!

Manjulika Prank Video : હાલ મેટ્રો ટ્રેનમાં મંજુલિકા ફરતી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકોને આ વીડિયો ગમી રહ્યો છે. પરંતું અમે તમને રિયલની મંજુલિકા વિશે જણાવીશું, તેનો વીડિયો પણ પણ બતાવીશું. આ મંજુલિકા રાજસ્થાનની હવેલીમાં ફરી રહી છે. અમે આ નથી કહી રહ્યા, વાયરલ વીડિયોમાં જોવા મળે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્યારે લોકો આ 'મંજુલિકા' ને ક્યાંયથી કૂદતી જોઈને ડરી જાય છે અને બૂમો પાડવા લાગે છે. 

બોલિવુડ ફિલ્મ ભુલભૂલૈયા બાદ મંજુલિકાનું પાત્ર બહુ જ પોપ્યુલર બન્યુ હતું. કંઈક આવુ જ રાજસ્થાનના એક મહેલમાં જોવા મળ્યું. ઈન્ટરનેટ પર બે સપ્તાહ પહેલા આ વીડિયો વાયરલ થયો છે. તેમાં મંજુલિકા જેવી યુવતી રાજસ્થાનની હવેલીમાં ફરતી દેખાઈ રહી છે. 
હવે તમને જણાવી દઈએ કે આ કોઈ હકીકત નથી, પરંતુ પ્રેન્ક છે. 

— prisha. (@prishafknwalia) January 8, 2023

ભરતપુરની હવેલીનો વીડિયો
યુવતીએ શરીર પર સફેદ ચાદર ઓઢીને રાજસ્થાનની હવેલીમાં લોકોને ડરાવ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે, મહિલા લાંબા વાળની વિગ પહેરેલી છે અને તેણે શરીર પર સફેદ ચાદર લપેટી છે. મહિલા રાજસ્થાનના ભરતપુરની એક હવેલીમાં ફરી રહી છે. આ ઘટનાને રિયલ બનાવવા માટે યુવતીએ પોતાના વાળ ખુલ્લા કરી દીધા હતા. વીડિયોના કેપ્શનમાં લખ્યુ છે કે, ભરતપુરના નિવાસીઓને ડરાવવા માટે મંજુલિકાની જેમ કપડા પહેરવા અને પછી જુઓ શું થયું. 

યુવતીને આ રૂપમાં જોઈને અનેક લોકો ભાગ્યા હતા. વીડિયો જોઈએ તો માલૂમ પડશે કે યુવતી અડધી રાતથી અધવચ્ચેથી કૂદતી આવે છે અને જોરજોરથી બરાડા પાડે છે. 

લાખો લોકોએ જોયો આ વીડિયો
આ વીડિયોને ભરપૂર લાઈક, શેર મળ્યા છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યુ હતું કે, કંબલ પર કદમ રખ કર આપ જૈસે ફિસલે ઓર ગિરે નહિ... 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news