મહાશિવરાત્રિના પર્વ પર પહેરો આ કલરના વસ્ત્રો, પૂજા સફળ થવાની સાથે દેખાશો સ્ટાઈલિશ!

મહાશિવરાત્રિના પર્વ પર પહેરો આ કલરના વસ્ત્રો, પૂજા સફળ થવાની સાથે દેખાશો સ્ટાઈલિશ!

નવી દિલ્લીઃ તમે ક્યા કલરના કપડા પહેરો છો તેનું કનેક્શન આસ્થા સાથે પણ હોય છે.  ત્યારે મહાશિવરાત્રિના અવસરે કયા કલરના કપડા પહરેવા જેથી ભગવાન શિવ પ્રસન્ન થઈ જાય. શિવજીની પૂજાની સાથે સાથે સ્ટાઈલિશ પણ દેખાવાઈ. શિવરાત્રિના દિવસે લોકો મંદિર જાય છે અને શિવલિંગ પર જળ ચઢાવે છે. એવું મનાઈ છે કે, શિવજીની પૂજાના સમયે ખાસ રગંના કપડા પહેરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે ચલો જાણીએ કે આ શિવરાત્રિ પર કયા કલરના કપડા તમારી પૂજાને સફલ બનાવે છે.

સફેદ અને લીલા વસ્ત્રો પહેરવા શુભઃ
જાણકારી મુજબ, ભગવાન શિવની પૂજા કરતી વખતે લીલા કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે. લીલા સિવાય તમે સફેદ રંગના કપડાં પણ પહેરી શકો છો. એવી માન્યતા છે કે ભોલે બાબાને સફેદ અને લીલા રંગ ખૂબ જ પસંદ છે. આ જ કારણ છે કે શિવરાત્રિના દિવસે શિવને ચઢાવવામાં આવતા ફૂલ અને બેલ-ધતુરા સફેદ અને લીલા રંગના હોય છે. તેથી જો તમે શિવરાત્રિ પર લીલા અને સફેદ વસ્ત્રો પહેરશો તો તમને તેનાથી વધુ ફાયદો થશે.

આ રંગોના કપડાં પણ શુભ હોયઃ
જો તમારી પાસે લીલા કે સફેદ કપડા નથી અથવા જો તમે કોઈ કારણસર આ દિવસે આ રંગો પહેરી શકતા નથી. તો તમે લાલ, કેસરી, પીળા અને ગુલાબી વસ્ત્રો પહેરીને ભોલે બાબાની પૂજા કરી શકો છો.

કાળા રંગના કપડાં ક્યારેય ન પહેરોઃ
ભગવાન શિવને કાળો રંગ બિલકુલ પસંદ નથી. એવું માનવામાં આવે છે કે કાળો રંગ અંધકારનું પ્રતીક છે, તેથી શિવરાત્રિ પર કાળા રંગના કપડા પહેરવાની ભૂલ ન કરો. તે સિવાયના રંગોના કપડાં પહેરવાથી તમારી પૂજા સફળ થઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news