Operation Ajay: ઈઝરાયેલથી 212 ભારતીયોને લઈને દિલ્હી પહોંચી પહેલી ફ્લાઈટ, હજુ હજારો ભારતીયો છે ફસાયેલા
પેલેસ્ટાઈનના આતંકવાદી સમૂહ હમાસ સાથે ઈઝરાયેલના યુદ્ધ વચ્ચે ઈઝરાયેલ છોડવા માટે ઈચ્છુક 212 ભારતીયોને લઈને પહેલી ચાર્ટર ફ્લાઈટ ગુરુવારે બેન ગુરિયન એરપોર્ટથી રવાના થઈ. આ ફ્લાઈટ આજે વહેલી સવારે દિલ્હીના એરપોર્ટ પર લેન્ડ થઈ.
Trending Photos
પેલેસ્ટાઈનના આતંકવાદી સમૂહ હમાસ સાથે ઈઝરાયેલના યુદ્ધ વચ્ચે ઈઝરાયેલ છોડવા માટે ઈચ્છુક 212 ભારતીયોને લઈને પહેલી ચાર્ટર ફ્લાઈટ ગુરુવારે બેન ગુરિયન એરપોર્ટથી રવાના થઈ. આ ફ્લાઈટ આજે વહેલી સવારે દિલ્હીના એરપોર્ટ પર લેન્ડ થઈ. સૂત્રોના જણાવ્યાં મુજબ આ ફ્લાઈટ સ્થાનિક સમય મુજબ રાતે 22.14 વાગે ભારત માટે રવાના થઈ હતી.
#WATCH | Delhi: An Indian national who returned from Israel says, "I thank the Indian Embassy in Tel Aviv. They supported us. We registered on the portal and the process was very easy. The operation is excellent. We are very happy to come back to India..." pic.twitter.com/NtRkquOzmH
— ANI (@ANI) October 13, 2023
ઓપરેશન અજય હેઠળ ઈઝરાયેલથી ભારત લાવવામાં આવેલા એક ભારતીય નાગરિકે કહ્યું કે ઈઝરાયેલમાં યુદ્ધ શરૂ થયા બાદ અમને ભારતથી અમારા પરિવાર અને મિત્રોના ફોન આવવા લાગ્યા હતા. બધા અમારા માટે ચિંતામાં હતા. હું અમાર માટે આ ઓપેરશન હેઠળ ઈઝરાયેલથી ભારત સુરક્ષિત લાવવા બદલ ભારત સરકાર અને ભારતના વિદેશ મંત્રાલયનો આભાર વ્યક્ત કરું છું.
#WATCH | Delhi: An Indian national who returned from Israel says, "This is the first time that we are facing this situation over there. We are very thankful to the Indian government, especially Prime Minister Narendra Modi for bringing us back. We are hoping for peace as soon as… https://t.co/XPUDlnv3Lf pic.twitter.com/Fu10lZ7DHc
— ANI (@ANI) October 13, 2023
કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે અમારી સરકાર કોઈ પણ ભારતીયને ક્યારેય પાછળ નહીં છોડે. અમારી સરકાર, અમારા પ્રધાનમંત્રી તેમની સુરક્ષા માટે, તેમને સુરક્ષિત ઘરે પાછા લાવવા માટે પ્રતિબદ્ધ છે. આપણા વિદેશમંત્રી ડો.એસ જયશંકર, વિદેશ મંત્રાલયની ટીમ, એર ઈન્ડિયાની આ ઉડાણના ચાલક દળના આભારી છે જેમણે આ શક્ય બનાવ્યું. આપણા બાળકોને સુરક્ષિત અને સ્વસ્થ ઘરે પાછા લાવ્યા અને તેમના પ્રિયજનો પાસે પહોંચાડ્યા.
#WATCH | First flight carrying 212 Indian nationals from Israel, lands at Delhi airport; received by Union Minister Rajeev Chandrasekhar pic.twitter.com/uB71qIBmJy
— ANI (@ANI) October 13, 2023
આ અગાઉ વિદેશ મંત્રાલયની સાપ્તાહિક પ્રેસ બ્રિફિંગમાં પ્રવક્તા અરિન્દમ બાગચીએ જણાવ્યું કે ભારતનું સંપૂર્ણ ધ્યાન ઈઝરાયેલથી ભારતીયોને પાછા લાવવા પર છે. તેમણે કહ્યું કે ત્યાં રહેલા ભારતીયો જે પાછા આવવા માંગતા હોય તેમને ભારતીય દૂતાવાસમાં રજીસ્ટ્રેશન કરાવવાનું કહેવામાં આવ્યું છે. ઈઝરાયેલમાં હજારો ભારતીયો ફસાયેલા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે