Uttarakhand: મોત સામે જિંદગીનો જંગ, તપોવનમાં સુરંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા યુદ્ધસ્તરે બચાવ કાર્ય ચાલુ 

ઉત્તરાખંડ (Uttarakhand) ના ચમોલી (Chamoli) માં રવિવારે ઘટેલી દુર્ઘટનાના 35 જેટલા કલાક વીતી ગયા છે. તપોવન (Tapovan) માં આવેલા NTPC ના પાવર પ્રોજેક્ટમાં રેસ્ક્યૂ વર્ક સતત ચાલુ છે. આ પ્રોજેક્ટની બીજી સુરંગમાં સતત બચાવ કાર્ય ચાલુ છે. ITBP, NDRF, SDRF અને ઉત્તરાખંડ પોલીસની સંયુક્ત ટીમ આ સુરંગમાં 100 મીટર અંદર સુધી પહોંચી ગઈ છે. પરંતુ આગળ કચરાના ઢગલા છે. સુરંગમાં અનેક ટન કચરો ભરાયેલો છે. 

Uttarakhand: મોત સામે જિંદગીનો જંગ, તપોવનમાં સુરંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા યુદ્ધસ્તરે બચાવ કાર્ય ચાલુ 

નવી દિલ્હી: ઉત્તરાખંડ (Uttarakhand) ના ચમોલી (Chamoli) માં રવિવારે ઘટેલી દુર્ઘટનાના 35 જેટલા કલાક વીતી ગયા છે. તપોવન (Tapovan) માં આવેલા NTPC ના પાવર પ્રોજેક્ટમાં રેસ્ક્યૂ વર્ક સતત ચાલુ છે. આ પ્રોજેક્ટની બીજી સુરંગમાં સતત બચાવ કાર્ય ચાલુ છે. ITBP, NDRF, SDRF અને ઉત્તરાખંડ પોલીસની સંયુક્ત ટીમ આ સુરંગમાં 100 મીટર અંદર સુધી પહોંચી ગઈ છે. પરંતુ આગળ કચરાના ઢગલા છે. સુરંગમાં અનેક ટન કચરો ભરાયેલો છે. 

રેસ્ક્યૂ ટીમ, જેસીબી, ઓક્સિજન સિલિન્ડર, સ્નિફર ડોગ સાથે ત્યાં હાજર છે. પરંતુ કીચડે રસ્તો રોક્યો છે. મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવતે કહ્યું કે લગભગ 50 મીટર સુધી હજુ કચરો છે અને જો રેસ્ક્યૂ ટીમ આ વિધ્ન પાર પાડી જાય તો આપણેને કઈ સારા સમાચાર મળી શકે છે. 

SDRF personnel along with members of other rescue teams have been engaged the entire while in its (rescue operation's) conduction

Visuals from last night pic.twitter.com/ibfDsI8a9L

— ANI (@ANI) February 9, 2021

મોતની સુરંગમાંથી જિંદગીની આશા. 35 લોકો ફસાયેલા છે
આ બધા વચ્ચે સુરંગમાં ફસાયેલા લોકોના પરિજનો સુરંગ (Tunnel) ની બહાર ભેગા થઈ ગયા છે. NTPC ના વિશેષજ્ઞોએ જણાવ્યું કે આ સુરંગ એક કિલોમીટરથી વધુ લાંબી છે અને સુરંગની અંદર અનેક રસ્તા છે. આકલન કરાયું છે કે સૈલાબનો કાટમાળ વધુમાં ધુ 150થી 200 મીટર અંદર સુધી ગયો છે. જેમાં 100 મીટર સુધીનો રસ્તો ક્લિયર થઈ ગયો છે. હવે 50 મીટરમાં ક્લિયર કરવાનું બાકી છે. જો કે અનેક ફૂટ કચરો હોવાના કારણે મુશ્કેલીઓ આવી રહી છે. કહેવાય છે કે આ સુરંગમાં હજુ પણ 35 જેટલા લોકો ફસાયેલા છે. 

અત્યાર સુધીમાં 28 મૃતદેહો મળી આવ્યા
અત્રે જણાવવાનું કે સીએમ ત્રિવેન્દ્ર રાવત સોમવારે સાંજે આ સુરંગ પાસે હાજર હતા. તેમણે પણ રેસ્ક્યૂ ટીમની બેઠક કરી અને કાર્યની પ્રગતિની સમીક્ષા કરી. સોમવારે 202 ગુમ થયેલા લોકોમાંથી 5 લોકોએ પોતે હાજર છે તેવો રિપોર્ટ નોંધાવ્યો હતો. આથી હવે ગુમ થયેલા લોકોની સંખ્યા 197 થઈ છે. જેમાંથી અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે. આમ હવે 169 લોકો લાપત્તા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news