PM મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે કરી વાત, આ મુદ્દા પર થઈ ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે ફોન પર વાત કરી છે. 
 

PM મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે કરી વાત, આ મુદ્દા પર થઈ ચર્ચા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) એ આજે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન (Joe biden) સાથે ફોન પર વાત કરી છે. તેમણે ટ્વીટ કરી આ જાણકારી આપી છે. પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યુ, 'જો બાઇડેન સાથે વાત કરી અને તેમને સફળતા માટે શુભકામનાઓ આપી. અમે ક્ષેત્રીય મુદ્દા સંયુક્ત પ્રાથમિકતા વિશે ચર્ચા કરી. અમે જળવાયુ પરિવર્તન વિરુદ્દ અમારા સહયોગને આગળ વધારવા પર પણ સહમત થયા.'

પીએમ મોદીએ કહ્યુ કે, રાષ્ટ્રપતિ જો બાઇડેન અને હું એક નિયમ-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા માટે પ્રતિબદ્ધ છે. અમે ભારત-પ્રશાંત ક્ષેત્રની શાંતિ અને સુરક્ષા માટે પોતાની રણનીતિક ભાગીદારીને મજબૂત કરવા માટે તત્પર છીએ. 

"We discussed regional issues & our shared priorities. We are committed to a rules-based international order. Look forward to consolidating our strategic partnership to further peace & security in Indo-Pacific region & beyond," says PM pic.twitter.com/FcnlIH0Umr

— ANI (@ANI) February 8, 2021

જો બાઇડેન (Joe biden) એ 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ પદના શપત લીધા હતા. ત્યારબાદ પીએમ મોદી અને જો બાઇડેનની પ્રથમ વાતચીત છે. પીએમ મોદીએ બાઇડેનના શપથ બાદ ટ્વીટ કરી તેમને શુભેચ્છા આપી હતી. 

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ભારત અમેરિકા સંબંધોમાં નવી ઉંચાઈ પર લઈ જવા માટે રાષ્ટ્રપતિ જો બાઇડેનની સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છું. તેમણે કહ્યું હતું કે, અમે સંયુક્ત પડકારોનો સામનો કરવા માટે સાથે છીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news