અંજુ એ કરી દ્રોપદીવાળી! હું અરવિંદ અને નસરુલ્લાહ બંનેની પત્ની, એક પાકિસ્તાનમાં બીજો ભારતમાં

Anju Big Statement : પ્રેમીને મળવા માટે પાકિસ્તાન ગયેલી અંજુ ઉર્ફે ફાતિમાએ એક ઈન્ટરવ્યૂમાં મોટી વાત કહી... તેણે કહ્યું, મેં દિલથી નસરુલ્લાહ સાથે લગ્ન કર્યાં છે
 

અંજુ એ કરી દ્રોપદીવાળી! હું અરવિંદ અને નસરુલ્લાહ બંનેની પત્ની, એક પાકિસ્તાનમાં બીજો ભારતમાં

Delhi News : ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુ ઉર્ફે ફાતિમા ગત 29 નવેમ્બરના રોજ ભારત પરત ફરી છે. હાલ તે દિલ્હીમાં રહે છે. એક ઈન્ટરવ્યૂમાં તેણે પાકિસ્તાનમાં પોતાનો અનુભવ શેર કર્યો. સાથે જ તેણે જણાવ્યું કે, તે હવે આગળ શુ કરવા માંગે છે. ઈન્ટરવ્યૂમાં અંજુએ મોટું નિવેદન આપ્યુ હતું. તેણે કહ્યું કે, હું અરવિંદ અને નસરુલ્લાહ બંનેની પત્ની છું.

હું મારા પતિ સાથે માંડ 6 વર્ષ રહી
અંજુએ એક ચેનલના ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તમે લોકો મારી કહાની સાંભળશો તો તમે મને સમજી શકશો. કારણ કે, શરૂઆતથી લઈને અત્યાર સુધી લોકોએ મને ખોટી રીતે જ જોઈ છે. મેં લગ્ન બાદ અનેક નોકરીઓ કરી. મારા પતિ અરવિંદ સાથે મારે અણબનાવ રહેતા હતા. અમે માંડ 6 વર્ષ સાથે રહ્યા હતા. કારણ કે અમે એકબીજાને પસંદ કરતા ન હતા. અલગ થયા બાદ હું સોશિયલ મીડિયા પર નસરુલ્લાહના સંપર્કમાં આવી હતી. આ બાદ અમારી વચ્ચેનો સંપર્ક વધવા લાગ્યો હતો.

મેં દિલથી નસરુલ્લાહ સાથે લગ્ન કર્યાં છે
અંજુએ કહ્યું કે, હાલ હું અરવિંદ અને નસરુલ્લાહ બંનેની પત્ની છું. અરવિંદે મારી ઉપર જે કેસ કર્યો હતો, તે પરત લઈ લીધો છે. અમે જલ્દી જ તલાક લઈ લઈશું. મેં દિલથી નસરુલ્લાહ સાથે લગ્ન કર્યાં છે. હું આગળ પણ તેની સાથે જ રહેવા માગું છું. હું તેમને પ્રેમથી ખાનુ કહીને બોલાવુ છું, ખાનુ જલ્દી જ મને ભારત મળવા આવનાર છે. હાલ મારી તેની સાથે વાત બહુ જ ઓછી થાય છે. કારણ કે, હું મારા બંને બાળકોને સમય આપવા માગુ છું. નસરુલ્લાહ પણ આ વાતને સમજે છે. 

નસરુલ્લાહ મારા બાળકોને અપનાવવા તૈયાર છે 
મને બાળકોની યાદ આવતી હતી તેથી હું ભારત આવી હતી. નસરુલ્લાહ મારા બંને બાળકોને અપનાવવા તૈયાર છે. મને નસરુલ્લાહે કહ્યું કે, તારા બાળકોને પાકિસ્તાન આવવું હોય તો આપણે ત્યા જ સેટલ્ડ થઈ જઈશું. પરંતું તારા બાળકો જો ભારતમાં રહેવા માંગતા હશે તો હું પણ અહી જ રહીશ. નસરુલ્લાહ મને મળવા માટે અહી આવતા રહેશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news