મરાઠા અનામત પર પંકજા મુંડેએ કહ્યું 'હું તે મુદ્દે નિર્ણયમાં મોડું કરતી નથી'

પંકજા મુંડે દ્વારા ફડણવીસ પર અપ્રત્યક્ષ નિશાન એવા સમયે આવ્યું છે જ્યારે શિવસેના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે બુધવારે મરાઠા આંદોલન હિંસક થયા બાદ 'ભાજપમાં' મુખ્યમંત્રી બદલવાની વાત થઇ રહી છે. 

મરાઠા અનામત પર પંકજા મુંડેએ કહ્યું 'હું તે મુદ્દે નિર્ણયમાં મોડું કરતી નથી'

મુંબઇ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસ પર મરાઠા અનામતના મુદ્દાને લઇને નિશાન સાધતાં તેમની કેબિનેટ સહયોગી પંકજા મુંડેએ ગુરૂવારે કહ્યું કે જો તે પ્રભારી હોત તો તે નિર્ણય લેવામાં મોડું ન કરતી. પંકજા મુંડેએ જિલ્લાના પારલીમાં મરાઠા પ્રદર્શનકારીઓને કહ્યું ''મરાઠા અનમાનતની ફાલ જો મારા ટેબલ પર હોત, હું પળ માટે રાહ ન જોઇતી. આ મુદ્દા પર એટલા માટે મોંડુ થઇ રહ્યું છે કારણ કે તે કોર્ટમાં પેંડીગ છે. ભાજપના નેતા તથા ગ્રામીણ વિકાસ મંત્રી મુંડેએ પ્રદર્શનકારીઓને કહ્યું કે તે તેમને સાંભળવા માટે આવી છે અને તે તેમને કોઇ સમજોતો કરવા માટે કહેશે નહી. 

પંકજા મુંડે દ્વારા ફડણવીસ પર અપ્રત્યક્ષ નિશાન એવા સમયે આવ્યું છે જ્યારે શિવસેના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે બુધવારે મરાઠા આંદોલન હિંસક થયા બાદ 'ભાજપમાં' મુખ્યમંત્રી બદલવાની વાત થઇ રહી છે. 

મરાઠા અનામત આંદોલન: નવી મુંબઇમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ
મરાઠા અનામત આંદોલન દરમિયાન હિંસાના એક દિવસ બાદ નવી મુંબઇમાં સાવધાનીના ભાગરૂપે આજે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. પોલીસે કહ્યું કે સેવાઓ આજે સવારે બંધ કરવામાં આવશે જેથી સોશિયલ મીડિયા તથા ઓનલાઇન પ્લેટફોર્મ પર અફવાઓને રોકી શકાય. નવી મુંબઇના કોપર ખૈરને અને કમલબોલીમાં કાલે પ્રદર્શનકારીઓના પથ્થરમારામાં લગભગ 20 પોલીસકર્મી ઘાયલ થઇ ગયા હતા જેમાં આઠ અધિકારીઓ પણ સામેલ છે. 

ફડણવીસને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના રૂપમાં બદલવામાં નહી આવે- શિવસેના નેતા
શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતના મરાઠા આંદોલનને લઇને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસને બદલવા માટે ભાજપમાં વાત થવા સંબંધી નિવેદન આપ્યાના એક દિવસ બાદ તેમની પાર્ટીના નેતા મનોહર જોશીએ આજે કહ્યું કે આ પ્રકારની કોઇ સંભાવના નથી. પૂર્વ મુખ્યમંત્રી જોશીએ કહ્યું કે ફડણવીસ મરાઠા આંદોલનનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યા છે. તેમણે કહ્યું કે પ્રદર્શનકારીઓ સાથે વ્યાપક વાર્તા જ આ મુદ્દાને ઉકેલવાનો એકમાત્ર રસ્તો છે. 

દેવેંદ્ર ફડણવીસને બદલવા વિશે પૂછવામાં આવતાં શિવસેના નેતાએ કહ્યું કે ના. સંજય રાઉતે કાલે કહ્યું હતું કે થોડા દિવસોથી આંદોલન હિંસક થતાં ફડણવીસને બદલવા માટે 'ભાજપમાં જ વાત' થઇ રહી છે. દેવેંદ્ર ફડણવીસને બદલવા સંબંધી અફવાઓ વિશે પૂછવામાં આવતાં મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ અશોક ચૌહાણે કહ્યું કે ''કોંગ્રેસ ભાજપના આંતરિક મુદ્દાને લઇને ચિંતિત નથી. રાજ્યમાં કાનૂન તથા વ્યવસ્થાની સ્થિતિ સારી નથી અને ભાજપ નીત રાજ્ય સરકાર અને ફડણવીસ માટે જવાબદાર છે.''

તેમણે કહ્યું 'અમે ઇચ્છીએ છીએ કે બદલવામાં આવે તે પહેલાં ફડણવીસ રાજીનામું આપી દે.'' મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે પણ ફડણવીસ નીત રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું અને ભાજપ-શિવસેના ગઠબંધન સરકારને કહ્યું કે તે મરાઠા અનામત વાયદાને પુરો કરવામાં અસમર્થ છે તો સરકારમાંથી બહાર નિકળી જાય. 

(ઇનપુટ ભાષા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news