Pegasus spyware: પેગાસસ કાંડ પર CJIએ કહ્યુ- જો રિપોર્ટ સાચા તો આરોપ ગંભીર, સિબ્બલે કહ્યુ- કેન્દ્રને નોટિસ ફટકારે કોર્ટ

ચીફ જસ્ટિસે કહ્યુ- અમે જાણીએ છીએ કે આ એક ગંભીર વિષય છે. પરંતુ એડિટર્સ ગિલ્ડને છોડી બધી અરજી અખબાર પર આધારિત છે. તપાસના આદેશ આપવા માટે કોઈ મજબૂત આધાર જોવા મળી રહ્યો નથી. 
 

Pegasus spyware: પેગાસસ કાંડ પર CJIએ કહ્યુ- જો રિપોર્ટ સાચા તો આરોપ ગંભીર, સિબ્બલે કહ્યુ- કેન્દ્રને નોટિસ ફટકારે કોર્ટ

નવી દિલ્હીઃ પેગાસસ જાસૂસી કાંડ પર આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી છે. ચીફ જસ્ટિસ એનવી રમના અને જસ્ટિસ સૂર્ય કાંતની બેંચે અરજીકર્તાના વકીલોની દલીલો સાંભળી અને આગામી તારીખ 10 ઓગસ્ટ નક્કી કરી છે. આ દરમિયાન કોર્ટે કહ્યું કે, જો સમાચાર સાચા છે તો આરોપ ખુબ ગંભીર છે. કોર્ટે અરજીકર્તાના વકીસને તે પણ પૂછ્યુ કે શું તેની પાસે જાસૂસી કાંડના કોઈ પૂરાવા છે? તેના પર વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ના પાડી હતી. 

કેસની સુનાવણી શરૂ થતા ચીફ જસ્ટિસે અરજીકર્તાના વકીલને પૂછ્યુ કે તમારી અરજીમાં અખબારના સમાચાર સિવાય શું છે? અમે કેમ તેને સાંભળીએ? તેના પર અરજીકર્તાના વકીલ કપિલ સિબ્બલે કહ્યુ- આ ટેક્નોલોજી દ્વારા નિજતા પર હુમલો છે. માત્ર એક ફોનની જરૂર છે અને અમારી એક-એક ગતિવિધિ પર નજર રાખી શકાય છે. આ રાષ્ટ્રીય ઇન્ટરનેટ સુરક્ષાનો પણ સવાલ છે.

ચીફ જસ્ટિસે કહ્યુ- અમે જાણીએ છીએ કે આ એક ગંભીર વિષય છે. પરંતુ એડિટર્સ ગિલ્ડને છોડી બધી અરજી અખબાર પર આધારિત છે. તપાસના આદેશ આપવા માટે કોઈ મજબૂત આધાર જોવા મળી રહ્યો નથી. આ મુદ્દો 2019માં પણ ચર્ચામાં આવ્યો હતો. અચાનક ફરી ગરમ થઈ ગયો છે. તમે બધા અરજીકર્તા ભણેલા ગણેલા છો. તમે જાણો છો કે કોર્ટ ક્યા પ્રકારના મામલામાં દખલ આપે છે. તેના પર સિબ્બલે કહ્યુ- તે સાચુ છે કે અમારી પાસે કોઈ સીધા પૂરાવા નથી. પરંતુ એડિટર્સ ગિલ્ડની અરજીમાં જાસૂસીના 37 મામલાનો ઉલ્લેખ છે. સિબ્બલે વોટ્સએસ અને એનએસઓ વચ્ચે કેલિફોર્નિયાની કોર્ટમાં ચાલેલા એક કેસનો હવાલો પણ આપ્યો હતો. કહ્યું કે પેગાસસ જાસૂસી કરે છે, તે સ્પષ્ટ છે. ભારતમાં કરી કે નહીં, તે સવાલ છે. 

સરકારને નોટિસ જારી કરવાની અપીલ
ચીફ જસ્ટિસે કહ્યુ- અમે વાંચ્યુ છે કે NSO માત્ર કોઈ દેશની સરકારને સ્વાઈવેર આપે છે. કેલિફોર્નિયા કેસનું અત્યારે સ્ટેટસ શું છે? અમને નથી લાગતું કે ત્યાં તે વાત નિકળીને આવી છે કે ભારતમાં કોઈની જાસૂસી થઈ. સિબ્બલે જવાબ આપ્યો- સંસદમાં અસદુદ્દીન ઓવૈસીના સવાલ પર મંત્રી માની ચુક્યા છે કે ભારતમાં 121 લોકોને નિશાના પર લેવામાં આવ્યા હતા. આગળનું સત્ય ત્યારે સામે આવશે જ્યારે કોર્ટ સરકાર પાસે જાણકારી લે. મહેરબાની કરી નોટિસ જારી કરો. 

સીજેઆઈએ પૂછ્યુ કે અમારા તે સવાલનો જવાબ મળ્યો નથી કે બે વર્ષ બાદ આ મામલો કેમ ઉઠાવવામાં આવી રહ્યો છે? સિબ્બલે જવાબ આપ્યો- સિટીઝન લેબે નવા ખુલાસા કર્યા છે. હવે જાણ થઈ કે કોર્ટના રજીસ્ટ્રાર અને એક પૂર્વ જજનો નંબર નિશાના પર હતો. આ સ્પાઇવેર મોબાઇલનો કેમેરો અને માઇક ઓન કરી બધાની વ્યક્તિગત ગતિવિધિઓને લીક કરે છે. 

વરિષ્ઠ વકીલ મીનાક્ષી અરોડાએ પણ તપાસની માંગ કરતા કહ્યું- ફ્રેન્ચ સંસ્થા અને કેનેડાની લેબના પ્રયાસથી નવો ખુલાસો થયો છે. લોકોને જાણવાનો હક છે કે ભારતમાં તેનો કોણે અને કોના પર ઉપયોગ કર્યો? ઘટનાની તપાસ થવી જોઈએ. પછી સુપ્રીમ કોર્ટે પૂછ્યુ- જો તમને જાણકારી મળે છે કે તમારા ફોનની જાસૂસી થઈ તો તમે કાયદાકીય એફઆઈઆર કેમ દાખલ કરાવી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news