Tokyo Olympics: બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય ટીમ પર ઇનામોનો વરસાદ, દરેક ખેલાડીના મળશે આટલા કરોડ

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ દેશમાં ખુશીનો માહોલ છે. ભારતીય ટીમની દરેક લોકો પ્રશંસા કરી રહ્યાં છે. હવે પંજાબ સરકારે ટીમના ખેલાડીઓને રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. 

Tokyo Olympics: બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય ટીમ પર ઇનામોનો વરસાદ, દરેક ખેલાડીના મળશે આટલા કરોડ

નવી દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય પુરૂષ હોકી ટીમે 41 વર્ષના દુષ્કાળ બાદ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. ભારતીય પુરૂષ હોકી ટીમે જર્મની વિરુદ્ધ રમાયેલા રોમાંચક મુકાબલામાં 5-4થી જીત મેળવી બ્રોન્ઝ મેડલ પર કબજો કર્યો છે. ભારતીય હોકી ટીમે આ પહેલા વર્ષ 1980માં મોસ્કો ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 

ભારતીય હોકી ટીમ પર રૂપિયાનો વરસાદ
આ ઐતિહાસિક જીત બાદ ભારતીય હોકી ટીમ પર ઇનામોનો વરસાદ થઈ રહ્યો છે. પંજાબ સરકારે ગુરૂવારે જાહેરાત કરી કે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય પુરૂષ હોકી ટીમમાં સામેલ રાજ્યના દરેક ખેલાડીને એક-એક કરોડ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે. પંજાબના ખેલ મંત્રી રાણા ગુરમીત સિંહ સોઢીએ આ જાહેરાત કરી છે.

The team won #Bronze medal after they beat Germany in #TokyoOlympics

— ANI (@ANI) August 5, 2021

દરેક ખેલાડીને મળશે એક-એક કરોડ રૂપિયા
સોઢીએ ટ્વીટ કર્યુ- ભારતીય હોકી માટે આ ઐતિહાસિક દિવસે મને તે જાહેરાત કરતા ખુશી છે કે ટીમમાં સામેલ પંજાબના પ્રત્યેક ખેલાડીને એક કરોડ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે. અમે તમારી વાપસીની રાહ જોઈ રહ્યા છીએ અને ઓલિમ્પિકમાં મેડલની ઉજવણી કરીશું. કેપ્ટન મનપ્રીત સિંહ સહિત પંજાબના આઠ ખેલાડી ભારતીય પુરૂષ હોકી ટીમના સભ્ય છે. પંજાબના અન્ય ખેલાડી હરમનપ્રીત સિંહ, રૂપિંદર પાલ સિંહ, હાર્દિક સિંહ, શમશેર સિંહ, દિલપ્રીત સિંહ, ગુરજંત સિહં અને મનદીપ સિંહ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news