PETAએ જન્માષ્ટમી પર ગાયના ઘીની જગ્યાએ 'શાકાહારી ઘી' ખાવાનું કહ્યું, લોકો બોલ્યા-બકરી ઈદમાં ક્યાં હતાં?
Trending Photos
નવી દિલ્હી: પશુઓના અધિકારો માટે કામ કરતી સંસ્થા પીપલ્સ ફોર ધી એથિકલ ટ્રિટમેન્ટ ઓફ એનિમલ્સ (પેટા)એ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર લોકોને અપીલ કરી કે તેઓ ગાયના ઘીનો ઉપયોગ ન કરે, પરંતુ તેની જગ્યાએ શાકાહારી ઘી વાપરે. પેટાએ પોતાની વેબસાઈટ પર શાકાહારી ઘી બનાવવાની રેસિપી પણ આપી છે. જેથી કરીને લોકો ગાયનું ઘી છોડીને શાકાહારી ઘી અપનાવે.
એટલું જ નહીં પેટાએ કહ્યું કે ગાયના ઘીનો ઉપયોગ ન કરવા બદલ ગાય પણ ખુશ થશે. જો કે પેટાની આ અપીલ પર વિવાદ ઊભો થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો પૂછી રહ્યાં છે કે શું ગાયનું ઘી શાકાહારી નથી, જ્યારે મોટી સંખ્યામાં લોકોનું કહેવું છે કે પેટા થોડા દિવસ પહેલા બકરી ઈદ હતી ત્યારે ક્યાં હતીં. પેટાએ ટ્વિટ કરી છે કે જન્માષ્ટમીના શુભ અવસરનો ઉત્સવ શાકાહારી ઘી અને અન્ય બિનડેરી પ્રોડક્ટનો ઉપયોગ કરીને કરો. તેનાથી ગાય પણ ખુશ રહેશે. પેટાએ શાકાહારી ઘી બનાવવાનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે અને પોતાની વેબસાઈટ પર આવું ઘી બનાવવાની વિધિ પણ આપી છે.
Celebrate the joyous occasion of #Janmashtami by using vegan ghee and other non-dairy products to keep cows happy too! https://t.co/UicIxiJ9RO pic.twitter.com/EuBm0fZhFa
— PETA India 🐾❤️ (@PetaIndia) September 1, 2018
શાકાહારી ઘી બનાવવાની વિધિ
સામાગ્રી 250 એમએલ કોપરેલ, 2-3 જમરૂખના પાંદડા, 3-4 મીઠો લીમડો, થોડું મીઠુ, હળદર અને હીંગ
વિધિ: ધીમા તાપે પેન ગરમ કરવા મૂકો, તેમાં નારિયેળનો તેલ એટલે કે કોપરેલ નાખો. જમરૂખ મને મીઠા લીમડાના પત્તા નાખો. હવે હળદર, મીઠુ અને હીંગ નાખો. પાંચ મિનિટ ઉકાળો, ઠંડુ થવા દો. બસ તૈયાર છે પેટાનું શાકાહારી ઘી.
લોકોએ કહ્યું કે બકરી ઈદ પર ક્યા હતાં
પેટાની આ સલાહ જાણીને સોશિયલ મીડિયા પર લોકોએ ખુબ સંભળાવ્યું. મકરંદ પરાંજપેએ લખ્યું કે પરંતુ શું તમને ખબર નથી કે વનસ્પતિ ઘી સ્વાસ્થ્ય માટે સારૂ નથી. જવા દો.. અચાનક જન્માષ્ટમીના દિવસે તમને શાકાહારી ઘીની યાદ કેમ આવી ગઈ. હું એમ નહીં પૂછું કે બકરી ઈદ પર તમારો પશુપ્રેમ ક્યાં ગયો હતો.
But don't you know that vanaspati is really bad for health unlike ghee? In any case, how did you suddenly turn vegan at #Janmashtami2018? I won't even ask what happened to your animal-love at #bakrid. https://t.co/RwdE4H3WFs
— Makarand R Paranjape (@MakrandParanspe) September 1, 2018
યશંવંત દેશમુખે ક્હ્યું કે આવી ટ્વિટ કરવા માટે ખુબ પાખંડની જરૂર હોય છે. જ્યારે દૂધ અને ઘીનો ઉપયોગ કરવો પણ એનિમલ રાઈટ્સ વિરુદ્ધ થઈ ગયાં. પછી તો પોતાના બાળકોને દૂધ પીવડાવવું પણ માનવાધિકારોની વિરુદ્ધ થશે. પેટા ઈન્ડિયા તો આમ જ કહી રહ્યું છે.
પંકજ કૌશલે કહ્યું કે જ્યારે હિંદુઓના તહેવાર આવે છે ત્યારે પેટા જેવા જોકર, પર્યાવરણવીદો અને મિલાડ્સ વગેરે સક્રિય થઈ જાય છે.
Exactly which level of hypocrisy is required even to tweet such stuff. Now using milk and Desi Ghee is against Animal Rights of the Cow. So breastfeeding your kids must be against Human Rights of the Mother. Right?? Where exactly is this taking us @PetaIndia? https://t.co/x7tQ7DCSAl
— Yashwant Deshmukh (@YRDeshmukh) September 1, 2018
સોશિયલ મીડિયા પર લોકો તેને હિંદુ ધર્મનું અપમાન પણ ગણાવી રહ્યાં છે. તેમનું કહેવું છે કે ભગવાન કૃષ્ણને ગાયનું ઘી, માખણ, દૂધ અને ઘી પસંદ હતાં. તમામ ડેરી ઉત્પાદનોનું હિંદુ ધર્મમાં ખુબ મહત્વ છે. તેમનું કહેવું છે કે પંચામૃત બનાવ્યાં વગર હિંદુ પૂજાની કલ્પના પણ ન થઈ શકે. આવામાં પેટા દ્વારા તેમના પર સવાલ કરવો એ હિંદુ ધર્મનું અપમાન છે.
When a Hindu festival approaches , jokers like this PETA , Environmentalists, MiLord etc become active..
Now take this ... VEGAN GHEE , LOL !
Where were these clowns of @PetaIndia when people were actually butchering cows some days back in the name of FESTIVAL.. pic.twitter.com/XGKvnANlMr
— Pankaj Kaushal (@pkaushal_99) September 2, 2018
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે