ભાજપના મંત્રીનું હાર્દિક તરફી મોટું નિવેદન, કહી દીધું કે...

હાર્દિક પટેલના ઉપવાસનો આજે નવમો દિવસ છે

ભાજપના મંત્રીનું હાર્દિક તરફી મોટું નિવેદન, કહી દીધું કે...

અમદાવાદ : હાર્દિક પટેલના ઉપવાસનો આજે નવમો દિવસ છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી આજે હાર્દિક પટેલની મુલાકાત કરવાના છે. આ ઉપરાંત બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી પણ હાર્દિકને મળ્યાં અને તેમણે હાર્દિકને સમર્થન જાહેર કર્યું. મળતી માહિતી મુજબ હાર્દિકના વજનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તહેવારોની રજા હોવાના કારણે આજે સમર્થકો વધારે આવવાની શક્યતા છે. 

હાર્દિક નવ દિવસથી ઉપવાસ કરી રહ્યો હોવા છતાં ગુજરાત સરકાર આ મામલે આંખ આડા કાન કરીને નિષ્ક્રિયતા દાખવી રહી છે. જોકે આજે કોંગ્રેસમાંથી ભાજપમાં જનારા કુંવરજી બાવળીયાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે હાર્દિક જે ઉપવાસ કરી રહ્યો છે તેનો ઉકેલ લાવવા માટે પ્રયાસ કરવામાં આવે તે મારી ઈચ્છા છે. આંદોલનના ઉકેલ લાવવા પ્રયાસ થવાના છે. આ સમસ્યાના વધારે સંવેદનશીલ છે.

હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના નવામાં દિવસે હાર્દિર પટેલના તબીબે હાર્દિકને આગામી 48 કલાકમાં હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી છે. ખાનગી તબીબના જણાવ્યા પ્રમાણે હાર્દિકને આજે સવારે ચક્કર આવ્યા હતા. જેના શરીરમાં એસીડનું પ્રમાણ વધી ગયુ છે જેના કારણે તેના ઓર્ગનને નુકસાન થઈ રહ્યું છે. જો આગામી 48 કલાકમાં હાર્દિક પટેલને હોસ્પિટલમાં દાખલ કરવામાં નહી આવે તો તેની તબીયત વધુ વણસી શકે છે. હાર્દિક પટેલના ફેમિલી ડોક્ટરે કરેલી મેડિકલ તપાસમાં સામે આવ્યુ કે, હાર્દિક પટેલની કિડનીમાં ઈન્ફેક્શન જોવા મળી રહ્યુ છે. આ ઉપરાંત પેશાબમાં રસીનું પ્રમાણ જોવા મળ્યું છે. તબીબોએ કહ્યું હતું કે જો આ પરિસ્થિતિ યથાવત રહી તો આગામી દિવોસમાં હાર્દિકની તબિયત વધુ  લથડી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news