ઇમ્ફાલ: ક્રાંતિકારી રાણીને યાદ કરી મોદીએ પુર્વોત્તર માટે કરેલ કામ ગણાવ્યા

જે પ્રકારે મણિપુરનાં લોકો ખુશ દેખાઇ રહ્યા છે તે જોતા લાગે છે કે રાજ્યસરકાર યોગ્ય રીતે કામાગીરી કરી રહી છે

  • દિલ્હી પોલીસ ભરતીમાં પુર્વોત્તરનાં લોકોને ખાસ મહત્વ અપાયું
  • પુર્વોત્તરનાં લોકોને લશ્કરમાં પણ ખાસ મહત્વ આપવા માટે અપીલ
  • વૈજ્ઞાનિકોને 100 કલાક પુર્વોત્તરનાં નાગરિકો સાથે પસાર કરવા અપીલ

Trending Photos

ઇમ્ફાલ: ક્રાંતિકારી રાણીને યાદ કરી મોદીએ પુર્વોત્તર માટે કરેલ કામ ગણાવ્યા

ઇમ્ફાલ : મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં અલગ અલગ વિકાસ પ્રોજેક્ટ્સનાં શિલાન્યાસ દરમિયાન એક પબ્લિક મીટિંગને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કેન્દ્ર સરકાર દ્વારા નોર્થ ઇસ્ટમાં કરવામાં આવેલા વિકાસ કાર્યોનાં લેખાજોખા રજુ કર્યા હતા. સાથે જ વડાપ્રધાને મણિપુરની રાજ્કય સરકારનાં કામ કરવાની પદ્ધતીનાં વખાણ કર્યા. આ દરમિયાન મોદીએ મણિપુરની મહાન ક્રાંતિકારી રાની ગાઇદિન્લ્યૂને પણ યાદ કર્યા હતા. 
વડાપ્રધાને કહ્યું કે, જે પ્રકારે મણિપુરનાં લોકો ખુશ દેખાઇ રહ્યા છે તેનાં પરથી ખ્યાલ આવે છે કે રાજ્ય સરકાર કેટલી સારી રીતે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, મણિપુરના વિકાસ માટે મે આશરે 750 કરોડની યોજનાઓને ચાલુ કરવા અથવા લોકાર્પણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ યોજનાઓ અહીંનાં નવયુવાનોનાં સપના અને રોજગાર, મહિલાઓનાં સશક્તિકરણ અને કનેક્ટિવિટી સાથે જોડાયેલ છે. મારો વિશ્વાસ છે કે આ યોજનાઓ રાજ્યનાં વિકાસને નવી ઉંચાઇઓ પર લઇ જશે. 
મણિપુરની ગત્ત સરકાર પર નિશાન સાધતા વડાપ્રધાને કહ્યું કે, પહેલાની સરકારની નીતિઓ અને નિર્ણયોથી સમાજમાં જે નેગેટિવિટી આવી ગઇ હતી તેનાં કારણે મુખ્યમંત્રી સી.એમ બિરેન સરકારે બદલી દીધી છે. તેમણે કહ્યું કે લો એન્ડ ઓર્ડર, કરપ્શન, પારદર્શિતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, દરેક મોર્ચા પર મણિપુર સરકાર ઝડપથી કામ કરી રહી છે. વડાપ્રધાને કહ્યું કે, આ રાજ્યની મહિલા શક્તિ હંમેશા દેશ માટે પ્રેરણાનો એક સ્ત્રોત રહી છે. 
વડાપ્રધાને મહાન ક્રાંતિકારી રાની ગાઇદિન્લ્યૂને રાષ્ટ્રની પુત્રી ગણાવ્યા હતા. વડાપ્રધાને રાજ્ય સરકાર દ્વારા પહાડી વિસ્તારો અને જનજાતીય ક્ષે્રોમાં શિક્ષણ માટે અને યુવતીઓની સમસ્યા પર કરવામાં આવી રહેલા કામ અંગે પણ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારમાં યુવતીઓ માટે એક નવા છાત્રવાસનું નિર્માણ કર્યું છે. એવા એક છાત્રાલયનું ઉદ્ધાટન કરીને હું મારી જાતને ધન્ય અનુભવું છું. 
વડાપ્રધાને કહ્યું કે, ઉત્તરપુર્વીય રાજ્યો માટે દસ ભારતીય રિઝર્વ બટાલિયનને મંજુરી આપવામાં આવી છે. જેનાં કારણે મણિપુરનાં માટે બે બટાલિયનનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે, આ બે બટાલિયન સીધી રાજ્યમાં લગભગ 2 હજાર યુવાનોને રોજગારની તકો આપશે. 2014નાં વાર્ષિક સમ્મેલન દરમિયાન પોલીસ મનાનિરીક્ષકોને અપીલ કરી હતી કે નોર્થ ઇસ્ટનાં લોકોને પોલીસમાં ભર્તી માટે ખાસ મહત્વ આપવામાં આવે. તેમણે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, પુર્વોત્તર રાજ્યની 136 મહિલાઓ સહિત 438 ઉમેદવારો દિલ્હી પોલીસમાં જોડાયા છે. 
વડાપ્રધાને શુક્રવારે રાજ્યમાં 1 હજાર આંગણવાડી કેન્દ્રોનું ઉદ્ધાટન કર્યું. આ કેન્દ્રો હજારો માતાઓ અને તેમનાં બાળકોનાં સ્વાસ્થય સાથે જોડાયેલી સમસ્યાઓનો ઉકેલ લાવશે. 2014ની શરૂઆતમાં રાજ્યમાં રાષ્ટ્રીય રાજમાર્ગોની માત્ર 1200 કિલોમીટર હતી પરંતુ છેલ્લા ચાર વર્ષોમાં કેન્દ્ર સરકારે 460 કિલોમીટર લાંબાં રસ્તાને નેશનલ હાઇવે તરીકે જાહેર કર્યા છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ વડાપ્રધાને ઇમ્ફાલમાં 105માં ઇન્ડિયન સાઇન્સ કોંગ્રેસનું ઉદ્ધાટન કર્યું. પોતાનાં સંબોધનમાં વડાપ્રધાને વૈજ્ઞાનિકોને 100 બાળકોની સાથે વર્ષમાં 100 કલાક પસાર કરવા માટેની અપીલ પણ કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news