ગ્રેટર નોઈડામાં બોલ્યા પીએમ મોદી- ભારતે આતંકવાદની કમર તોડી નાખી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગ્રેટર નોઈડા પહોંચ્યાં. અહીં તેમણે દીનદયાળ ઉપાધ્યાય પુરાતત્વ સંસ્થાનું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન પીએમ મોદીની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતાં. પીએમ મોદીએ કહ્યું કે તમે અહીં મોદી-મોદીના નારા લગાવી રહ્યાં છો અને  ત્યાં કેટલાક લોકો (વિપક્ષ)ની ઊંઘ હરામ થઈ રહી છે. ગ્રેટર નોઈડામાં પીએમ મોદીએ કહ્યું કે ભારતે આતંકવાદની કમર તોડી નાખી છે. 

ગ્રેટર નોઈડામાં બોલ્યા પીએમ મોદી- ભારતે આતંકવાદની કમર તોડી નાખી 

નવી દિલ્હી/નોઈડા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગ્રેટર નોઈડા પહોંચ્યાં. અહીં તેમણે દીનદયાળ ઉપાધ્યાય પુરાતત્વ સંસ્થાનું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન પીએમ મોદીની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતાં. પીએમ મોદીએ કહ્યું કે તમે અહીં મોદી-મોદીના નારા લગાવી રહ્યાં છો અને  ત્યાં કેટલાક લોકો (વિપક્ષ)ની ઊંઘ હરામ થઈ રહી છે. ગ્રેટર નોઈડામાં પીએમ મોદીએ કહ્યું કે ભારતે આતંકવાદની કમર તોડી નાખી છે. 

કૌભાંડોથી થતી હતી ગ્રેટર નોઈડાની ઓળખ
પીએમ મોદીએ કહ્યું કે એક સમય એવો હતો કે જ્યારે દેશમાં નોઈડાની ઓળખ સરકારી ધનના દુરઉપયોગ માટે થતી હતી. કૌભાંડોથી થતી હતી પરંતુ હવે એવું નથી. પહેલાની સરખામણીમાં નોઈડા અને ગ્રેટર નોઈડાની છબીમાં સુધારો થયો છે. 

પહેલીવાર અમારી સરકારે આતંકના આકાઓને તેમની ભાષામાં આપ્યો જવાબ
પીએમ મોદીએ કહ્યું કે 2016માં પહેલીવાર અમારી સરકારે આતંકના આકાઓને તેમની ભાષામાં જવાબ આપ્યો, જે ભાષા તેઓ સમજે છે. તેમણે કહ્યું કે ઉરી બાદ અમે સર્જિકલ સ્ટ્રાઈકક રી તો આ લોકો પુરાવા માંગી રહ્યાં હતાં. હવે પુલવામા હુમલો થયો. ભારતના વીરોએ જે કામ કર્યું તેવું કામ દાયકાઓ સુધી થયુ નથી. આપણા વીરોએ આતંકીઓને ઘરમાં ઘૂસીને માર્યા છે. આતંકીઓને ભારત પાસેથી આવા જવાબની આશા નહતી. પાકિસ્તાને જમીન પર ટેન્ક તહેનાત કરેલી હતી. આપણે ઉપરથી જતા રહ્યાં. અમે તો આ બધુ કરીને ચૂપ બેઠા હતાં પરંતુ આ ઘટના એટલી મોટી હતી કે રાતના સાડા 3 વાગ્યે પાકિસ્તાનની ઊંઘ ઉડી ગઈ. પાકિસ્તાન એવું તે ગભરાઈ ગયું કે તેણે સવારે પાંચ વાગે ટ્વિટ કરવાનું શરૂ કરી દીધુ.

— ANI UP (@ANINewsUP) March 9, 2019

આજે નાસૂર ન બન્યો  હોત આતંકવાદ
પીએમ મોદીએ કહ્યું કે દેશના દુશ્મનોમાં ભારત પ્રત્યે જે સોચ હતી તેનું કારણ 2014 અગાઉની સરકારોનું વલણ હતું. 26/11ની ઘટનાને ભૂલી શકાય નહીં. તે સમયે આતંક વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈતી હતી પરંતુ સરકારે કશું કર્યું નહીં. તે સમયે સેનાનું પણ લોહી ઉકળતું હતું. આ જ કારણે મુંબઈ બાદ પણ દેશમાં અનેક વિસ્ફોટ થયાં. પહેલાની સરકારે નીતિઓ ન બદલી, ફક્ત ગૃહ મંત્રી બદલ્યાં. 

તેમણે કહ્યું કે જો પહેલાની સરકારોએ આતંકને તેમની જ ભાષામાં સમજાવ્યું હોત તો આતંક આજે નાસૂર ન બની ગયો હોત. અમારી કાર્યવાહી બાદ આતંકના આકાઓ સમજી ગયા છે કે હવે આ પહેલા જેવું ભારત નથી. 

વિપક્ષ પર આકરા પ્રહારો
વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહારો કરતા પીએ મોદીએ કહ્યું કે આજે દેશની અંદર પોતાને મોટા નેતાઓ માનતા લોકો જે ભાષા બોલે છે તેનાથી દેશના દુશ્મનોને તાકાત મળી રહી છે. દેશના જવાનોના પરાક્રમ પર સવાલ ઉઠાવે છે અને તેના પર પાડોશમાં તાળીઓ પડે છે. ટુકડે ટુકડે ગેંગની ચાલ એવી છે કે એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન તો પરેશાન હતું, પરંતુ આ લોકો ફક્ત એ વાત પર ચર્ચા કરી રહ્યાં હતાં કે આ બાલાકોટ ભારતનું છે કે પાકિસ્તાનનું? આવા લોકોની વાત પર ભરોસો ન કરો. 

बक्सरः पीएम मोदी ने वीडियो कॉन्फ्रेंसिंग के जरिए किया थर्मल पावल प्लांट का शिलान्यास

વીડિયો કોન્ફરન્સિંગથી બક્સરના થર્મલ પાવર પ્લાન્ટનો કર્યો શિલાન્યાસ
પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બક્સર જિલ્લામાં મોટી વીજળી પરિયોજનાનો શિલાન્યાસ કર્યો. આ પાવર પ્લાન્ટનું નિર્માણ કામ વીજળી કંપની એસજેબીએન કરવાની છે જે 2023 સુધીમાં આ યોજના પૂરી કરશે. પરિયોજનાનું બજેટ 11000 કરોડ રૂપિયાનું છે. યોજનાના કારણે બિહાર સહિત અનેક વિસ્તારોમાં વીજળીની અછત દૂર થશે. કુલ ઉત્પાદનના 85 ટકા વીજળી બિહારને મળશે. ઉર્જા ક્ષેત્રમાં બક્સરનો ચૌસા પાવર પ્લાન્ટ માઈલ સ્ટોન સાબિત થશે. આ પરિયોજના શરૂ  થતા માત્ર ખેડૂતોને નહીં પરંતુ બેરોજગારોને પણ ફાયદો થશે. રોજગારની તકો મળવાથી ક્ષેત્રનો પણ વિકાસ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news