જાપાનના PM શિંજો આબેએ આપ્યું રાજીનામું, PM મોદીએ કહ્યું- જાણીને દુખ થયું

જાપાનના વડાપ્રધાન શિંજો આબેએ ખરાબ સ્વાસ્થ્ય અને બિમારીઓના કારણે પોતના પદેથી રાજીનામું આપી દીધું છે. શિંજો આબેના સ્વાસ્થ્યની જાણકારી સામે આવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું છે.

જાપાનના PM શિંજો આબેએ આપ્યું રાજીનામું, PM મોદીએ કહ્યું- જાણીને દુખ થયું

નવી દિલ્હી: જાપાનના વડાપ્રધાન શિંજો આબેએ ખરાબ સ્વાસ્થ્ય અને બિમારીઓના કારણે પોતના પદેથી રાજીનામું આપી દીધું છે. શિંજો આબેના સ્વાસ્થ્યની જાણકારી સામે આવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે પ્રિય મિત્ર શિંજો આબેના સ્વાસ્થ વિશે સાંભળીને દુખ થયું. 

પીએમ મોદીએ કહ્યું કે શિંજો આબેના સ્વાસ્થ્ય વિશે સાંભળીને દુખ થયું. તાજેતરના વર્ષોમાં તમારા નેતૃત્વ અને વ્યક્તિગત પ્રતિબદ્ધતા સાથે, ભારત-જાપાન ભાગીદારી પહેલાંથી વધુ ગાઢ અને મજબૂત થઇ.

— Narendra Modi (@narendramodi) August 28, 2020

શિંજો આબે પોતાના ખરાબ સ્વાસ્થ્ય સ્થિતિના લીધે સરકારને સમસ્યાથી બચવા માંગે છે. તાજેતરમાં જ એક હોસ્પિટલમાં બે દૌર કર્યા બાદ શિંજો આબેના સ્વાસ્થ્ય અને કાર્યાલય વિશે અટકળો તેજ થઇ ગઇ હતી. તે પોતાની વર્ષો જૂની બિમારી અલ્સરેટિવ કોલાઇટિસથી ઝઝૂમી રહ્યા છે. તમને જણાવી દઇએ કે પીએમ મોદી અને શિંજો આબેની મિત્રતા જગજાહેર છે. જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સૌથી વિશ્વનીય મિત્રોમાંથી એક ગણાવી ચૂક્યા છે. 

પ્રધાનમંત્રી શિંજો આબે વર્લ્ડના તે લીડરોમાંથી એક છે, જે વૈશ્વિક સમૃદ્ધિની દિશામાં ભારતને ગ્લોબર પાવરના રૂપમાં જુએ છે. 2019માં જ્યારે પીએમ મોદીના નેતૃત્વમાં પણ ભાજપની ફરીથી જીત સાથે સત્તામાં ફરી તો શિંજો આબેએ પીએમ મોદીને શુભેચ્છા સંદેશ મોકલ્યો હતો. તેમણે કહ્યું હતું કે 'સારા ભવિષ્ય માટે આપણી સામુહિક શોધમાં જાપાનની ઇચ્છા ભારતના સૌથી વિશ્વનીય ભાગીદાર બનાવાની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news