Azadi ka Amrut Mahotsav: PM મોદીએ દાંડી યાત્રાનો કરાવ્યો આરંભ, કહ્યું- રાષ્ટ્રનું ગૌરવ ત્યારે જ જાગૃત રહે જ્યારે લોકોનું બલિદાન આવનારી પેઢી સુધી પહોંચે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજથી 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની (Azadi ka Amrut Mahotsav)નો શુભારંભ કરાવ્યો. દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે જ્યારે દાંડી યાત્રાના પણ 91 વર્ષ પૂરા થયા છે.

Updated By: Mar 12, 2021, 01:22 PM IST
Azadi ka Amrut Mahotsav: PM મોદીએ દાંડી યાત્રાનો કરાવ્યો આરંભ, કહ્યું- રાષ્ટ્રનું ગૌરવ ત્યારે જ જાગૃત રહે જ્યારે લોકોનું બલિદાન આવનારી પેઢી સુધી પહોંચે

ઝી મીડિયા બ્યૂરો, અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે સાબરમતી આશ્રમથી આઝાદીના અમૃત મહોત્સવની શરૂઆત કરી. પીએમ મોદીએ દાંડી યાત્રાનું પણ પ્રસ્થાન કરાવ્યું. અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારે 12 માર્ચ 2021થી 15 ઓગસ્ટ 2022 સુધી દેશના 75 સ્થળો પર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીની જાહેરાત કરી છે અને આજથી પ્રસ્થાન થનારી આ દાંડી કૂચ પણ આ મહોત્સવનો એક ભાગ છે. કાર્યક્રમની શરૂઆત માટે 12 માર્ચનો દિવસ પસંદ કરાયો. કારણ કે આ જ દિવસે મહાત્મા ગાંધીએ દાંડી કૂચની શરૂઆત કરી હતી. પીએમ મોદીએ દાંડી કૂચનું પ્રસ્થાન કરાવતા પહેલા અભય ઘાટ ડોમ ખાતે સંબોધન કર્યું. 

લાઈવ અપડેટ્સ...

- દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવીને પીએમ નરેન્દ્ર મોદી એરપોર્ટ જવા માટે રવાના થયા. હાલ તેઓ એરપોર્ટ પહોંચી ગયા છે અને દિલ્હી માટે રવાના થશે. 
- પીએમ મોદીએ સંબોધન બાદ દાંડી યાત્રાનો આરંભ કરાવ્યો. આજથી શરૂ થયેલી આ દાંડી યાત્રાનું સમાપન 24 દિવસ બાદ થશે. 
- પીએમ મોદીએ કહ્યું કે દેશના ખૂણે-ખૂણેથી કેટલાય દલિત, આદિવાસી, મહિલાઓ અને યુવાઓ છે જેમણે અસંખ્ય તપ-ત્યાગ કર્યા. તામિલનાડુના 32 વર્ષના યુવા કોડિ કાથ કુમરનને યાદ કરતા પીએ મોદીએ કહ્યું કે અંગ્રેજોએ તેમના માથામાં ગોળી મારી દીધી. પરંતુ તેમણે મરતા મરતા પણ દેશના ઝંડાને જમીન પર પડવા દીધો નહીં. 
-- આઝાદીના આંદોલનની આ જ્યોતિને સતત જાગૃત કરવાનું કામ, પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ દરેક દિશામાં, દરેક ક્ષેત્રમાં, આપણા સંતો-મહંતો, આચાર્યોએ કર્યું હતું. એક પ્રકારે ભક્તિ આંદોલને રાષ્ટ્રવ્યાપી સ્વાધિનતા આંદોલનની પીઠિકા તૈયાર કરી હતી. 
- પીએમ મોદીએ કહ્યું કે 1857નો સ્વતંત્રતા સંગ્રામ, મહાત્મા ગાંધીનું વિદેશથી પાછું ફરવું, દેશને સત્યાગ્રહની તાકાત ફરીથી યાદ કરાવવી, લોકમાન્ય તિલકનું પૂર્ણ સ્વરાજ્યનું આહ્વાન, સુભાષ ચંદ્ર બોઝના નેતૃત્વમાં આઝાદ હિન્દ ફૌજની દિલ્હી માર્ચ, દિલ્હી ચલોના નારા કોણ ભૂલી શકે. 
- આજે પણ આપણે કહીએ છીએ કે 'હમને દેશ કા નમક ખાયા હૈ' આવું એટલા માટે નહીં કારણ કે મીઠું કોઈ કિંમતી વસ્તુ છે. આવું એટલા માટે કારણ કે મીઠું આપણા ત્યાં શ્રમ અને સમાનતાનું પ્રતિક છે. 
- આપણા ત્યાં મીઠાને ક્યારેય તેની કિંમતથી આંકવામાં આવ્યું નથી. આપણા ત્યાં મીઠાનો અર્થ છે પ્રમાણિકતા, વિશ્વાસ, વફાદારી. 
- ભારત પાસે ગર્વ કરવા માટે અથાક ભંડાર છે. સાંસ્કૃતિક વારસો છે એટલે આ ઉજવણી અમૃતની જેમ નવી પેઢીને મળશે. 

Azadi ka Amrut Mahotsav live: રાષ્ટ્રનું ગૌરવ ત્યારે જ જાગૃત રહે છે જ્યારે લોકોનું બલિદાન આવનારી પેઢી સુધી પહોંચે છે- PM મોદી
- પીએમ મોદીએ કહ્યું કે રાષ્ટ્રનું ગૌરવ ત્યારે જ જાગૃત રહે છે જ્યારે લોકોનું બલિદાન આવનારી પેઢી સુધી પહોંચે છે. 
- પીએમ મોદીએ કહ્યું કે હું આ પુણ્ય અવસરે બાપુના ચરણોમાં મારા શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. હું દેશના સ્વાધિનતા સંગ્રામમાં પોતાની જાતની આહૂતિ આપનારા, દેશને નેતૃત્વ આપનારા તમામ મહાન વિભૂતિઓના ચરણોમાં આદરપૂર્વક નમન કરું છું. 
- આજથી આઝાદીના અમૃત મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. અમૃત મહોત્સવ 15 ઓગસ્ટ 2022થી 75 સપ્તાહ પહેલા આજથી શરૂ થયો છે અને 15 ઓગસ્ટ 2023 સુધી ચાલશે. 
- દિલ્હીથી નીકળ્યો ત્યારે અદભૂત સંયોગ થયો. અમૃત મહોત્સવ પહેલા રાજધાનીમાં અમૃત વર્ષા થઈ અને વરુણ દેવે આશીર્વાદ પણ આપ્યા. 
- પીએમ મોદીએ કહ્યું કે બાપુની ધરતી પર આજે ઈતિહાસ બનતો જોઈ રહ્યા છીએ. મહોત્સવનો ભાગ બનવું એ આપણા માટે સૌભાગ્યપૂર્ણ છે. 
- પીએમ મોદીએ ક્હ્યું કે દેશને 75 વર્ષે અહીં પહોંચાડ્યો એ તમામને વંદન કરું છું. આઝાદ ભારતના પુર્નનિર્માણમાં એક એક ઈંટ રાખી. 
- મુખ્યમંત્રી વિજય રૂપાણીના સંબોધન બાદ પીએમ મોદીએ સંબોધન શરૂ કર્યું. 
- પીએમ મોદીના સંબોધન પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંબોધન કર્યું. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે આજે સમગ્ર દેશની નજર ગુજરાત પર છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલે અહીંથી આઝાદીની લડતની શરૂઆત કરી હતી. એ જ ભૂમિ પર આજે આઝાદીની ઉજવણી થઈ છે. ગુજરાતની ભૂમિના સપૂત પ્રધાનમંત્રી માર્ગદર્શન આપવા માટે આવ્યા છે. દાંડી યાત્રાના 91 વર્ષના અવસરે સમગ્ર દેશ એકજૂથ થઈને લીવ ફોર ધ નેશન બનવા જઈ રહ્યો છે. તેમણે કહ્યું કે ગુજરાત હંમેશા દેશને નેતૃત્વ આપતું આવ્યું છે અને આગળ પણ આપશે.

Azadi ka Amrut Mahotsav live: ગુજરાત હંમેશા દેશને નેતૃત્વ આપતું આવ્યું છે અને આગળ પણ આપશે- સીએમ વિજય રૂપાણી
- પીએમ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવની વેબસાઈટ લોન્ચ કરી.
- પીએમ મોદીના સંબોધન પહેલા સિંગર હરિહરન અને ઝુબિન નોટિયાલે દાંડી યાત્રાના ગીતો પર પરફોર્મન્સ આપ્યું. 
- પ્રદર્શન નીહાળ્યા બાદ પીએમ મોદી અભય ઘાટ ડોમ પર સ્ટેજ પર પહોંચ્યા છે. 
- અહીં પીએમ મોદી પ્રદર્શન નીહાળી રહ્યા છે. 

Azadi ka Amrut Mahotsav live: સાબરમતી આશ્રમની મુલાકાત લીધા બાદ PM મોદી અભય ઘાટ પહોંચ્યા
- પીએમ મોદી સાબરમતી આશ્રમની મુલાકાત લીધા બાદ હવે અભયઘાટ પહોંચ્યા. 
- પીએમ મોદીએ વિઝિટર્સ બૂકમાં ખાસ સંદેશ પણ લખ્યો. 
- પીએમ મોદીએ હ્રદયકૂંજમાં પીએમ મોદીની તસવીરને સૂતરની આંટી પહેરાવી. 

Azadi ka Amrut Mahotsav live: PM મોદી સાબરમતી આશ્રમ પહોંચ્યા, બાપૂની પ્રતિમાને સૂતરની આંટી અર્પણ કરી
- પીએમ મોદીએ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને નમન કર્યા. 
- પીએમ મોદી એરપોર્ટથી સાબરમતી આશ્રમ જવા માટે રવાના થયા. 
- પીએમ મોદીનું 10.10 વાગ્યાની આસપાસ અમદાવાદના એરપોર્ટ પર આગમન થયું. 
- દેશના વિવિધ ભાગોમાંથી કાર્યક્રમમાં ભાગ લેવા માટે પદયાત્રીઓ ગાંધી આશ્રમ પાસે અભય ઘાટ પહોંચી રહ્યા છે. પીએમ મોદી સાબરમતી આશ્રમ ખાતેથી દાંડીયાત્રાનું પ્રસ્થાન કરાવશે. 
- અભિનેતા અનુપમ ખેર પણ ભાગ લેવા માટે ગાંધી આશ્રમ પહોંચ્યા છે. 

Azadi ka Amrut Mahotsav live: PM મોદી એરપોર્ટથી ગાંધી આશ્રમ જવા રવાના થયા
- દાંડી યાત્રામાં ભાગ લેનારા દાંડીયાત્રિકો ગાંધી આશ્રમ પહોંચી રહ્યા છે. 
- દાંડીયાત્રામાં જોડાનાર મધ્ય પ્રદેશના લગભગ 30 જેટલા પદયાત્રીઓ હાલ અભયઘાટ પહોંચી ગયા છે. 
- પીએમ મોદીના પ્રવાસને ધ્યાનમાં રાખીને સવારથી જ સુભાષબ્રિજથી ગાંધી આશ્રમનો રોડ અને વાડજથી સુભાષબ્રિજ સુધીનો રોડ બંધ કરી દેવાયો છે. સમગ્ર રોડ પર ચુસ્ત બંદોબસ્ત કરાયો છે. 

May be an image of 1 person and standing

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી અમદાવાદમાં સાબરમતી આશ્રમથી નવસારીમાં દાંડી સુધીની પદયાત્રાનો પ્રારંભ કરાવશે જેમાં 81 પદયાત્રીઓ ભાગ લેશે અને 25 દિવસ પછી 5 એપ્રિલના રોજ તેઓ 241 માઇલનું અંતર પગપાળા કાપીને દાંડી પહોંચશે. આ પદયાત્રામાં દાંડી સુધીના માર્ગ દરમિયાન લોકોના અલગ અલગ સમૂહો જોડાશે. કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદસિંહ પટેલ આ પદયાત્રામાં શરૂઆતના 75 કિલોમીટર સુધી નેતૃત્ત્વ સંભાળશે.

પીએમ મોદીનો કાર્યક્રમ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી અમદાવાદમાં સાબરમતી આશ્રમથી નવસારીમાં દાંડી સુધીની પદયાત્રાનો પ્રારંભ કરાવશે જેમાં 81 પદયાત્રીઓ ભાગ લેશે અને 25 દિવસ પછી 5 એપ્રિલના રોજ તેઓ 241 માઇલનું અંતર પગપાળા કાપીને દાંડી પહોંચશે. આ પદયાત્રામાં દાંડી સુધીના માર્ગ દરમિયાન લોકોના અલગ અલગ સમૂહો જોડાશે. કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદસિંહ પટેલ આ પદયાત્રામાં શરૂઆતના 75 કિલોમીટર સુધી નેતૃત્ત્વ સંભાળશે.

PM મોદીના આજે સવારે 8:30 વાગ્યે દિલ્લી એરપોર્ટથી રવાના થશે--
આજે  સવારે 10:05 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે
આજે સવારે 10:30 વાગ્યે સાબરમતી આશ્રમ પહોંચશે
સવારે 10:30થી 12:15 વાગ્યા સુધી આઝાદીનો અમૃત મહોત્સવ
બપોરે 12:15થી 12:45 વાગ્યા સુધી રિઝર્વ
બપોરે 12:50 વાગ્યે કાર્યક્રમ સ્થળથી રવાના થશે
બપોરે 1:10 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે પીએમ
બપોરે 1:15 કલાકે અમદાવાદ એરપોર્ટથી રવાના થશે પીએમ
બપોરે 2:40 કલાકે દિલ્લી એરપોર્ટ પર પહોંચશે પીએમ મોદી

ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ અલગ અલગ દિવસે આ દાંડીયાત્રામાં જોડાશે.આઝાદીના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે માટે આગામી 75 અઠવાડિયા સુધી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થશે.

May be an image of flower

દાંડી યાત્રાને આપશે લીલી ઝંડી
‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો પ્રારંભ 12 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં થશે અને એનો પ્રથમ કાર્યક્રમ 21 દિવસની દાંડીયાત્રાને વડાપ્રધાન ફલેગ ઓફ કરશે. એટલું જ નહીં, વડાપ્રધાન મોદી પણ પદયાત્રામાં થોડો સમય ચાલશે. આ યાત્રા અમદાવાદના સાબરમતીથી રવાના થશે.

આ લોકો ગાંધી આશ્રમ હાજર રહેશે
આ પ્રસંગે સાબરમતી આશ્રમ ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી, વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી, ભારત સરકારના પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગના રાજ્યમંત્રી  પ્રહલાદ સિંહ પટેલ, સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, સાબરમતી આશ્રમના ટ્રસ્ટી  કાર્તિકેય સારાભાઈ, અમૃત મોદી અને ડૉ. સુદર્શન આયંગર ઉપસ્થિત રહેવાના છે. 

યાત્રામાં 81 ગાંધી અનુયાયીઓ જોડાશે
વડાપ્રધાન આ માટે ખાસ અમદાવાદ આવશે, આ યાત્રામાં 81 ગાંધી અનુયાયીઓ જોડાશે અને 1930માં ઐતિહાસિક દાંડીયાત્રા સમયે મહાત્મા ગાંધીએ જે માર્ગો પર આ યાત્રા યોજી હતી એના પર જ આ યાત્રા આગળ વધશે. આ માટે અમદાવાદમાં સાબરમતી આશ્રમ નજીક જ સ્વ.વડાપ્રધાન મોરારજી દેસાઈનો જે સમાધિ ‘અક્ષર ઘાટ’ છે ત્યાં એક ખાસ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે અને કેન્દ્રના સાંસ્કૃતિક વિભાગ દ્વારા તેમણે મૂળ દાંડીયાત્રામાં ભાગ લીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube