PM મોદી 28 મેએ કરશે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન, 28 મહિનામાં બનીને થયું તૈયાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદના નવા ભવનનો શિલાન્યાસ 10 ડિસેમ્બર 2020ના કર્યો હતો. તેને ગુણવત્તાની સાથે રેકોર્ડ સમયમાં તૈયાર કરવામાં આવ્યું છે. નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પીએમ મોદીને મળીને તેમને લોકાર્પણ માટે આગ્રહ કર્યો. 
 

PM મોદી 28 મેએ કરશે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન, 28 મહિનામાં બનીને થયું તૈયાર

નવી દિલ્હીઃ New Parliament Building Inauguration: પ્રધાનંમત્રી નરેન્દ્ર મોદી 28 મેએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. લોકસભા સચિવાલય પ્રમાણે સ્પીકર ઓમ બિરલાએ ગુરૂવાર (18 મે) એ પીએમ મોદી સાથે મુલાકાત કરી અને તેમને નવા સંસદ ભવનના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપ્યું છે. નિવેદન પ્રમાણે, નવી સંસદ ભગનનું કામ પૂરુ થઈ ગયું છે. પ્રધાનમંત્રી મોદી એવા સમયે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યાં છે, જ્યારે તેમના કાર્યકાળના 9 વર્ષ પૂરા થઈ રહ્યાં છે. 

હકીકતમાં નવી સંસદ ભવન સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટનો એક ભાગ છે, જે રાષ્ટ્રનું પાવરહાઉસ છે. રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધીના ત્રણ કિલોમીટરના રસ્તાનું નવીનીકરણ, એક સામાન્ય કેન્દ્રીય સચિવાલયનું નિર્માણ, વડા પ્રધાનની નવી ઓફિસ અને નિવાસસ્થાન અને નવા ઉપરાષ્ટ્રપતિનું એન્ક્લેવ પણ કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવી રહેલા પ્રોજેક્ટનો એક ભાગ છે. 

Lok Sabha Speaker Om Birla met Prime Minister Narendra Modi on Thursday and invited him to inaugurate the New Parliament Building. Construction of the New… pic.twitter.com/d0kjUsKCQt

— ANI (@ANI) May 18, 2023

નવી સંસદમાં શું-શું હશે?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર 2020માં નવા સંસદ ભવનની આધારશિલા રાખી હતી, જેમાં આધુનિક સુવિધાઓ હશે. સંસદની આ નવી ઇમારતનું નિર્માણ ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ કરી રહી છે. આ ઈમારતમાં એક ભવ્ય સંવિધાન હોલ, સંસદના સભ્યો માટે એક લાઉન્જ, લાઈબ્રેરી, અનેક કમિટી રૂમ, ડાઈનિંગ એરિયા અને ભારતના લોકશાહી વારસાને દર્શાવવા માટે પૂરતી પાર્કિંગ જગ્યા હશે. પ્રોજેક્ટ પૂર્ણ કરવાની મૂળ સમયમર્યાદા ગયા વર્ષે નવેમ્બર હતી.

લોકસભામાં બેસી શકશે 888 સભ્ય
સંસદના વર્તમાન ભવનમાં લોકસભામાં 550 જ્યારે રાજ્યસભામાં 250 માનનીય સભ્યોને બેસવાની વ્યવસ્થા છે. ભવિષ્યની જરૂરીયાતને ધ્યાનમાં રાખતા સંસદના નવનિર્મિત ભવનમાં લોકસભામાં 888 જ્યારે રાજ્યસભામાં 384 સભ્યોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. બંને ગૃહોનું સંયુક્ત સત્ર લોકસભામાં થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news