ભાવનગર મેડિકલ કોલેજમાં મોટો કાંડ! રેસિડેન્ટ ડોક્ટરે જુનિયર ડોકટર સાથે કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

ભાવનગર મેડિકલ કોલેજ ખાતે ગત તા.૧૨ મેં ની ઘટના, PG ના રેસિડેન્ટ ડોક્ટરે UG ના જુનિયર ડોકટર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું.આ મામલે ડીને પૂછતાં રેસિડેન્ટ ડોકટરે હકીકત કબૂલી.

 ભાવનગર મેડિકલ કોલેજમાં મોટો કાંડ! રેસિડેન્ટ ડોક્ટરે જુનિયર ડોકટર સાથે કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

નવનીત દલવાડી/ભાવનગર: ભાવનગર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી અને તૈયાર થઈ રહેલા ભાવિ ડોક્ટરો પૈકી UG ના જુનિયર ડોકટર સાથે PG ના રેસીડન્ટ ડોક્ટરે મરજી વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા ચકચાર મચી જવા પામી છે. ગત 12 મેંના રોજ રાત્રીના બનેલી આ ઘટના અંતર્ગત મેડિકલ કોલેજના ડીને નિલમબાગ પોલીસ મથકમાં અરજી આપતા અને હજુ સુધી કોઈ ખાસ કાર્યવાહી ન થતા મેડિકલ કોલેજના ભાવિ ડોક્ટરો રોષે ભરાયા હતા. 

ગત રાત્રીના 200 જેટલા મેડિકલ કોલેજ ના યુવક-યુવતી દ્વારા નીલમબાગ પોલીસ મથકના અધિકારીને રજુઆત કરવા જતાં મામલો થોડો ગરમાયો હતો. જેમાં પોલીસ અધિકારીએ જે પ્રમાણે વાત આ ભાવિ ડોક્ટરો સાથે કરી જેથી ડૉક્ટરોમાં રોષ છવાયો હતો. જો કે બાદમાં પોલીસ દ્વારા યોગ્ય તપાસ બાદ એફ.આર.આઈ કરી કાર્યવાહી કરવાની ખાતરી આપતા મામલો શાંત પડ્યો હતો.

ગત તા-12 મેં ના રોજ રાત્રીના (હરીશ વૈગી નામના) PG ના રેસિડેન્ટ ડોક્ટરે UG ના જુનિયર ડોકટરને કોઈ બહાને બોલાવી તેની મરજી વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જે અંગે જુનિયર ડોકટરે સાથી મિત્રો અને મેડિકલ કોલેજના ડીનને જાણ કરતા અને ડીને તે અંગે રેસિડેન્ટ ડોકટરની પૂછપરછ કરતા તેમણે આ કૃત્ય કર્યાનું કબુલ્યું હતું. જ્યારે આ અંગે નિલમબાગ પોલીસ મથકમાં અરજી આપતા અને આ અંગે ગત રાત્રી સુધી યોગ્ય તપાસ ન થતા 200 જેટલા મેડિકલ કોલેજના યુવક યુવતી નીલમબાગ પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં પોલીસ મથકના અધિકારી સાથે આ અંગે વાત કરતા પોલીસ અધિકારીના જવાબ સાંભળી ભાવિ ડોકટરો રોષે ભરાયા હતા. 

પોલીસ અધિકારીની વાતથી રોષે ભરાયેલા ડોકટરોએ આવા વર્તન અને વાતો મામલે માફી માંગવાની માંગ કરી હતી. જ્યારે અંતે આ એક ગંભીર મામલો હોય જેમાં 24 કલાકમાં યોગ્ય તપાસ બાદ એફ.આર.આર નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવતા આખરે મામલો શાંત પડ્યો હતો. 

જો કે ડીને આ મામલે જે તે દિવસે જ કાર્યવાહી રેસિડેન્ટ ડોકટરને ત્યાંથી કાઢી મુક્યો હતો. પરંતુ આ ઘટના બાદ ભોગ બનનાર UG ના જુનિયર ડોકટરની માનસિક હાલત બગડી હોય અને તે હજુ પોલીસ ફરિયાદ નોંધાવવા અંગેની હાલતમાં ન હોય જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે અંગે આ ઘટનામાં યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news