વિદેશથી ખરીદવાની જગ્યાએ, સ્વદેશી હથિયારો પર કેમ વધ્યો સરકારનો ભરોસો? PM મોદીએ જણાવ્યું કારણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સામાન્ય બજેટ 2022માં રક્ષા ક્ષેત્ર માટે કરાયેલી જોગવાઈઓ પર આયોજિત એક વેબિનારને સંબોધિત કર્યો.

વિદેશથી ખરીદવાની જગ્યાએ, સ્વદેશી હથિયારો પર કેમ વધ્યો સરકારનો ભરોસો? PM મોદીએ જણાવ્યું કારણ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સામાન્ય બજેટ 2022માં રક્ષા ક્ષેત્ર માટે કરાયેલી જોગવાઈઓ પર આયોજિત એક વેબિનારને સંબોધિત કર્યો. આ દરમિયાન તેમણે કહ્યું કે ભારત રક્ષા ક્ષેત્રેમાં આત્મનિર્ભરતા પર સતત ભાર મૂકી રહ્યું છે અને આ વખતના સામાન્ય બજેટમાં રક્ષા ક્ષેત્ર માટે કરાયેલી જોગવાઈઓમાંથી 70 ટકા ઘરેલુ ઉદ્યોગો માટેની જોગવાઈઓ સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. 

વિદેશથી હથિયાર મંગાવવાની પ્રક્રિયા લાંબી- પીએમ
વેબિનારને સંબોધન કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિદેશોથી હથિયારો મંગાવવાની પ્રક્રિયા ખુબ લાંબી છે. જેના કારણે હથિયારો પણ સમયની માંગણી મુજબ નથી રહેતા અને તેમાં ભ્રષ્ટાચાર તથા વિવાદ પણ થાય છે. આથી તેનું સમાધાન 'આત્મનિર્ભર ભારત' અને 'મેક ઈન ઈન્ડિયા'માં જ છે. તેમણે કહ્યું કે વેબિનારનો વિષય 'રક્ષામાં આત્મનિર્ભરતા, કોલ ટુ એક્શન' છે અને તે દેશના ઈરાદાને સ્પષ્ટ કરે છે. 

વિદેશથી હથિયાર મંગાવવામાં નુકસાન થાય છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી ભારત પોતાના રક્ષા ક્ષેત્રમાં જે આત્મનિર્ભરતા પર ભાર મૂકી રહ્યું છે તેની પ્રતિબદ્ધતા આ વખતના બજેટમાં પણ જોવા મળશે. આ વર્ષના બજેટમાં દેશની અંદર જ શોધ, ડિઝાઈન અને તૈયારીઓથી લઈને નિર્માણ સુધીની એક વાઈબ્રન્ટ ઈકોસિસ્ટમ વિક્સિત કરવાની બ્લ્યૂપ્રિન્ટ છે. તેમણે કહ્યું કે રક્ષા બજેટમાં લગભગ 70 ટકા ફક્ત ઘરેલુ ઉદ્યોગો માટે રાખવામાં આવ્યું છે. 

પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યારે બહારથી હથિયારો લાવવામાં આવે છે ત્યારે તેની પ્રક્રિયા એટલી લાંબી હોય છે કે સુરક્ષાદળો સુધી પહોંચવા સુધીમાં તેમનામાંથી અનેક હથિયારો સમયની માગણી મુજબ રહેતા નથી. તેમણે કહ્યું કે તેનું સમાધાન પણ 'આત્મનિર્ભર ભારત અભિયાન' અને 'મેક ઈન ઈન્ડિયા'માં જ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા પાંચ-છ વર્ષોમાં રક્ષા નિકાસમાં છ ગણો વધારો થયો છે અને આજે ભારત 75થી વધુ દેશોને મેડ ઈન ઈન્ડિયા ઉપકરણ અને સેવાઓ ઉપલબ્ધ કરાવી રહ્યું છે. 

7 વર્ષમાં રક્ષા નિકાસ માટે 350 ઔદ્યોગિક લાઈસન્સ જારી
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મેક ઈન ઈન્ડિયાને સરકારના પ્રોત્સાહનનું જ એ પરિણામ છે કે ગત સાત વર્ષોમાં રક્ષા નિર્માણ માટે 350થી વધુ નવા ઔદ્યોગિક લાઈસન્સ જારી કરવામાં આવ્યા છે. જ્યારે 2001થી 2014 સુધીમા, ચૌદ વર્ષોમાં ફક્ત 200 લાઈસન્સ જારી કરાયા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું કે આઝાદી અગાઉ અને ત્યારબાદ પણ ભારતની રક્ષા નિર્માણની તાકાત ખુબ વધુ હતી અને બીજા વિશ્વ યુદ્ધમાં ભારતમાં બનેલા હથિયારોએ મોટી ભૂમિકા  ભજવી હતી. 

તેમણે કહ્યું કે જો કે ત્યારબાદના વર્ષોમાં આપણી આ તાકાત નબળી થતી ગઈ પરંતુ તે દર્શાવે છે કે ભારતમાં ન તો ક્ષમતાની કમી ત્યારે હતી કે ન તો અત્યારે છે. ઈન્ફોર્મેશન અને ટેક્નોલોજીને ભારતનું મોટું સામર્થ્ય ગણાવતા તેમણે કહ્યું કે રક્ષા ક્ષેત્રમાં તેનો જેટલો વધુ ઉપયોગ થશે, દેશની સુરક્ષા એટલી જ મજબૂત થશે. 

(ઈનપુટ- ન્યૂઝ એજન્સી ભાષા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news