આવતીકાલે લાલ કિલ્લા પરથી પીએમ મોદી દેશવાસીઓને આપી શકે છે મોટી ખુશખબરી!

સૂત્રોના અનુસાર લગભગ 1 કલાકના ભાષણમાં વડાપ્રધાન પોતાની સરકારની ઉપલબ્ધિઓ દેશવાસીઓ સમક્ષ રાખશે. 2019માં યોજાનારી ચૂંટણી પહેલાં પીએમ મોદીનું આ 15 ઓગસ્ટના રોજ આપવામાં આવનાર અંતિમ ભાષણ હશે.

આવતીકાલે લાલ કિલ્લા પરથી પીએમ મોદી દેશવાસીઓને આપી શકે છે મોટી ખુશખબરી!

નવી દિલ્હી: વડાપ્રધાન નરેંદ્ર મોદી આવતીકાલે 72મા સ્વતંત્રતા દિવસ પર સવારે સાડા સાત વાગે ઐતિહાસિક લાલ કિલ્લા પરથી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યા બાદ દેશને સંબોધિત કરશે. સૂત્રોના અનુસાર લગભગ 1 કલાકના ભાષણમાં વડાપ્રધાન પોતાની સરકારની ઉપલબ્ધિઓ દેશવાસીઓ સમક્ષ રાખશે. 2019માં યોજાનારી ચૂંટણી પહેલાં પીએમ મોદીનું આ 15 ઓગસ્ટના રોજ આપવામાં આવનાર અંતિમ ભાષણ હશે. એટલા માટે માનવામાં આવી રહ્યું છે કે તેમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે સંદેશ તો આપશે જ, સાથે જ 2019 લોકસભાની ચૂંટણીમાં સરકારના રાજકીય એંજડાને પણ દેશ સમક્ષ મુકશે. સૂત્રોના અનુસાર પીએમનું ભાષણ સંપૂર્ણપણે વિકાસ પર કેંદ્રિત હશે. સૂત્રોના અનુસાર પીએમ મોદીનું ભાષણ વિકાસ પર કેંદ્રિત રહેશે.

સૂત્રોના અનુસાર પીએમ મોદીના ભાષણનું મુખ્ય ફોકસ હોઇ શકે છે... 

  • રોજગાર
  • ખેડૂત
  • ભ્રષ્ટ્રાચારથી મુક્તિ
  • આધારભૂત માળખાનો ચોમુખી વિકાસ...ખાસકરીને રોડ, એર ટ્રાફિક, પોર્ટ ક્ષેત્ર કરવામાં આવેલા જમીન વિકાસ
  • આયુષ્માન ભારત
  • સ્વચ્છ ભારત

આ ઉપરાંત સુરક્ષા ખાસકરીને સીમા ક્ષેત્રમાં નક્સલ ક્ષેત્રમાં કરવામાં આવેલા ઉપાયો અને ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કરવામાં હોઇ શકે છે. સૂત્રોના અનુસાર પીએમ મોદી પડોશી દેશ ખાસકરીને પાકિસ્તાનની નવી સરકારની સાથે આશાઓની બ્લ્યૂપ્રિંટ અને સલાહ આપી શકે છે. 

પીએમ મોદીએ 2014માં પોતાના પ્રથમ લાલ કિલા ભાષણમાં દેશને વાયદો કર્યો હતો કે તે પોતાનું રિપોર્ટ કાર્ડ આપશે. માનવામાં આવી રહ્યું છે કે પીએમ આવતીકાલે આ કાર્યકાળનો રિપોર્ટ કાર્ડ દેશ સમક્ષ જરૂર રજૂ કરશે. સાથે જ સંભાવના છે કે પીએમ મોદી કોઇ નવી યોજના વિશે પણ દેશવાસીઓને માહિતગાર કરાવશે. પીએમના ભાષણમાં જનધન ખાતાધારકો, ગરીબ પરિવારો માટે કંઇક ખાસ ખુશખબરી પણ આપી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news