USA ના ઉપરાષ્ટ્રપતિ અને PM મોદી વચ્ચે વાતચીત, US નેતાએ કરી હતી વિનંતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narednra Modi) અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ (Kamala Harris) સાથે ફોન પર વાત કરી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બંને નેતાઓ વચ્ચે ભારત-યુએસ ભાગીદારી અને વેક્સીનને લઈને ચર્ચા થઈ હતી

USA ના ઉપરાષ્ટ્રપતિ અને PM મોદી વચ્ચે વાતચીત, US નેતાએ કરી હતી વિનંતી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narednra Modi) અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ (Kamala Harris) સાથે ફોન પર વાત કરી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બંને નેતાઓ વચ્ચે ભારત-યુએસ ભાગીદારી અને વેક્સીનને લઈને ચર્ચા થઈ હતી. સૂત્રો કહે છે કે યુએસના ઉપરાષ્ટ્રપતિએ આ વાતચીત માટે વિનંતી કરી હતી.

ભારત સહિત આ દેશોને વેક્સીન આપશે US
અહીં, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને જાહેરાત કરી છે કે અમેરિકા ભારત સહિત એશિયાના ઘણા દેશોમાં 7 મિલિયન કોવિડ વેક્સીન આપશે. ભારત સિવાય એશિયાના દેશો જેઓને વેક્સીન મળશે તે નેપાળ, બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન, માલદીવ, મલેશિયા, ફિલિપાઇન્સ, વિયેટનામ, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, લાઓસ, પાપુઆ ન્યુ ગિની અને તાઇવાનને પણ વેક્સીન આપશે.

વેક્સીન અને કાચા માલ માટે US-ભારત વચ્ચે વાટાઘાટો
આ અગાઉ ભારતે કહ્યું હતું કે તે અમેરિકન રસી ઉત્પાદકો સાથે એન્ટી કોવિડ-19 રસીઓની ખરીદીને લઇને સંપર્કમાં છે. દેશમાં રસીના ઉત્પાદન માટે કાચા માલ અને અન્ય તત્વોની સપ્લાય સુનિશ્ચિત કરવા માટે અમેરિકન વહીવટીતંત્ર સાથે પણ વાતચીત કરી રહ્યા છે.

— ANI (@ANI) June 3, 2021

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ડિજિટલ માધ્યમ દ્વારા સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. તેમને અમેરિકન કંપનીઓ પાસેથી રસીની ખરીદી અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. રસીના નિકાસના સવાલ પર, વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે વિદેશમાં રસીના સપ્લાય અંગે વાત કરવી યોગ્ય રહેશે નહીં, આ સમયે સ્થાનિક માંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

આ કંપનીઓના સંપર્કમાં ભારત
તેમણે કહ્યું કે, ભારત સરકાર રસીના ઉત્પાદનમાં વધારો કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે, જેમાં સ્થાનિક રીતે રસીનું ઉત્પાદન વધારવું અને વિદેશથી સપ્લાયની ખાતરી કરવી શામેલ છે. બાગચીએ કહ્યું કે અમે મોડર્ના, ફાઈઝર જેવા અમેરિકન રસી ઉત્પાદકો સાથે સંપર્કમાં છીએ. ભારતમાં રસી ઉત્પાદન માટે કાચા માલ અને અન્ય ઘટકોની સપ્લાય સુનિશ્ચિત કરવા અમે યુ.એસ.ના વહીવટ સાથે પણ સંપર્કમાં છીએ.

બાગચીએ કહ્યું કે આ મુદ્દો વિદેશમંત્રી એસ. જયશંકરે તેમની તાજેતરની યુએસ મુલાકાત દરમિયાન ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ઝડપી રસીકરણ દ્વારા મહામારીને કાબૂમાં લેવું આપણા સામાન્ય હિતમાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news