ભારત ચીન તણાવ

ભારત-ચીન તણાવઃ LAC પર ઠંડીનો સામનો કરવા ભારતીય સેનાએ કરી ખાસ તૈયારી

પૂર્વી લદ્દાખ  (Eastern Ladakh)મા છેલ્લા 6 મહિનાથી વધુ સમયથી તૈનાત સૈનિકોની સામે આ સમયે સૌથી મોટી સમસ્યા ભીષણ ઠંડીનો મુકાબલો છે. ભારતીય સેના  (Indian Army)એ તેની તૈયારી જુલાઈથી શરૂ કરી દીધી હતી.
 

Nov 18, 2020, 04:45 PM IST

ફ્રાન્સથી જામનગર એરબેઝ પહોંચ્યા 3 રાફેલ વિમાન, અંબાલા એરબેઝ જવા થશે રવાના

ભારતને આજે રાફેલની બીજી ખેપ મળી છે. રાફેલ વિમાન (Rafale Jet) ફ્રાન્સથી સીધા આજે ગુજરાતના જામનગર એરબેઝ (Jamnagar Airbase) પહોંચી ગયા છે. ત્યારે અહીં એક બ્રેક બાદ ત્રણ રાફેલ અંબાલા જવા રવાના થશે. જામનગર એરબેઝ પર તેના માટે પૂરતી તૈયારી કરવામાં આવી છે. જામનગરથી રાફેલ અંબાલા એરબેઝ જવા રવાના થશે. જ્યારે રાફેલનું પ્રથમ ગ્રૂપ હરિયાણાના અંબાલા પહોંચ્યું, ત્યારથી જ અધિકારીઓ રાફેલના બીજી ગ્રૂપના સ્વાગત માટે તૈયાર હતા. 

Nov 4, 2020, 10:12 PM IST

ભારતને આજે વધુ 3 રાફેલ વિમાન મળશે, ફ્રાન્સથી સાંજે સીધા જામનગર એરબેઝ લેન્ડ થશે

  • ત્રણેય રાફેલ ફ્રાંસથી ઉડ્ડયન શરૂ કર્યા પછી 7364 કિમીની સફર અટક્યા વિના પૂરી કરશે. સાંજ સુધી ત્રણેય રાફેલ ગુજરાતના જામનગર આવી પહોંચવાની આશા છે.
  • તમામ 36 રાફેલ ભારતીય વાયુસેનાના લડાકુ ગ્રૂપની તાકાત વધારશે. 2021 સુધી ભારતને ફ્રાન્સ તરફથી 16 રાફેલ જેટ મળી જશે

Nov 4, 2020, 03:43 PM IST

ફ્રાન્સે ભારતને સોંપ્યા વધુ 5 રાફેલ ફાઇટર જેટ, ચીની J-20 માટે બનશે 'કાળ'

ફ્રાન્સે ભારતને રાફેલ ફાઇટર વિમાનની આગામી બેચ સોંપી દીધી છે. આ બેચમાં સામેલ પાંચ વિમાન હજુ ફ્રાન્સની ધરતી પર હાજર છે. માનવામાં આવી રહ્યું છે કે ઓક્ટોબરમાં રાફેલ વિમાન ભારત પહોંચશે. આ વિમાનોને પશ્ચિમ બંગાળમાં સ્થિત કલઈકુંડા એરફોર્સ સ્ટેશન પર તૈનાત કરવામાં આવશે. 

Sep 27, 2020, 06:21 PM IST

ભારત-ચીન સરહદ વિવાદનો ઉકેલ લાવવા માટે જલદી લેવાશે આ પગલું, વિદેશ મંત્રાલયનું નિવેદન

સરહદ વિવાદ (Border Dispute) નો ઉકેલ લાવવા માટે ભારત અને ચીન (China) વરિષ્ઠ કમાન્ડરોની આગામી બેઠક માટે સહમત થઈ ગયા છે. વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું કે બંને દેશોના સૈન્ય અધિકારીઓની બેઠક જલદી થઈ શકે છે. 

Sep 25, 2020, 09:38 AM IST

સરહદે તણાવનો આવશે અંત?, ભારત અને ચીન આ મહત્વના મુદ્દે થયા સહમત

પૂર્વ લદાખ માં તણાવ ઓછો કરવા માટે અનેક પગલાંની જાહેરાત કરતા ભારત અને ચીનની સેનાઓએ ફ્રન્ટ લાઈન પર વધુ સૈનિકો ન મોકલવાનો નિર્ણય લીધો છે. ભારત અને ચીનના સૈન્ય કમાન્ડરો વચ્ચે થયેલી છઠ્ઠા તબક્કાની વાતચીત સંગલ્ન ભારતીય સેના અને ચીની સેનાએ મંગળવારે મોડી સાંજે એક જોઈન્ટ સ્ટેટમેન્ટ આપ્યું.

Sep 23, 2020, 07:20 AM IST

ભારત-ચીન તણાવઃ બંન્ને દેશોની સેનાઓ વચ્ચે 20 દિવસમાં ત્રણવાર થયું ફાયરિંગ

સેનાના સૂત્રોએ કહ્યું કે, પ્રથમ ઘટના ત્યારે થઈ જ્યારે ભારતીય સેનાએ 29-31 ઓગસ્ટ વચ્ચે દક્ષિણી બેન્ક પેન્ગોંગ ઝીલની પાસે ઉંચાઈઓ પર કબજો કરવાના ચીનના પ્રયાસને નિષ્ફળ કર્યો, જ્યારે બીજી ઘટના 7 સપ્ટેમ્બરે મુખપારી પાસે થઈ હતી.

Sep 16, 2020, 06:20 PM IST

Loksabha Monsoon Session: LAC પર કેવી છે સ્થિતિ, મંગળવારે સંસદમાં જાણકારી આપી શકે છે રક્ષામંત્રી

મંગળવારનો દિવસ લોકસભા માટે મહત્વનો હોઈ શકે છે. વિપક્ષ ઘણા સમયથી માગ કરી રહ્યું છે કે સરકાર આ આ મામલામાં મૌન તોડે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સોશિયલ મીડિયા દ્વારા સરકાર પર ઘણીવાર પ્રહાર કરી ચુક્યા છે. 

Sep 14, 2020, 11:36 PM IST

India-China Standoff: LAC પર ફાઇબર કેબલ બિછાવી રહ્યું છે ચીન, ભારતની સુરક્ષા એજન્સીઓ એલર્ટ

ભારતના બે સીનિયર અધિકારીઓનું કહેવું છે કે ચીન સરહદ પર પોતાના સંચાર તંત્રને મજબૂત બનાવવા માટે ચીનની સેના ઓપ્ટિકલ ફાઇબર કેબલનું નેટવર્ક બિછાવી રહી છે. અધિકારીઓ પ્રમાણે પીએલએનો ઈરાદો સરહદ પર લાંબા સમય સુધી રોકાવાનો છે. 
 

Sep 14, 2020, 09:38 PM IST

અમેરિકન મેગેઝિને ખોલી ચીનની પોલ, ગલવાનમાં ઠાર માર્યા હતા 60થી વધુ ચીની સૈનિકોને

એલએસી પર ભારત-ચીનમાં ભારે તણાવ વચ્ચે એક અમેરિકાની મેગેઝિને દાવો કર્યો છે કે, ભારતની સામે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Chinese President Xi Jinping)ની દરેક ચાલ નિષ્ફળ રહી છે

Sep 14, 2020, 01:34 PM IST

ચીનના વિદેશ મંત્રી સાથે મુલાકાત પહેલા સીમા વિવાદ પર એસ જયશંકરનું આવ્યું નિવેદન

ચીન સાથે વિવાદોને વિદેશ મંત્રી એસ જયશંકર (External Affairs Minister S Jaishankar)એ ખુબજ ગંભીર સ્થિતિ ગણાવી છે. માસ્કો રવાના થતા પહેલા સોમવારના વિદેશ મંત્રીએ કહ્યું કે, વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સ્થિતિ ઘણી ગંભીર છે અને આ મામલે સમાધાન માટે રાજકીય સ્તર પર ચર્ચા જરૂરી છે.

Sep 8, 2020, 03:15 PM IST

ખોટા તથ્ય રજૂ કરી રહ્યું છે Global Times, ભારતીય વિદેશ મંત્રાલયે આપી ચેતવણી

ભારતીય સેનાએ ચીનના જૂઠાણાનો ખુલાસો કર્યો છે. ચીન LAC પર સતત કરારનું ઉલ્લઘંન કરી રહ્યું છે અને ભારતને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. પ્રધાનમંત્રી મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહને સ્થિતિની જાણકારી આપવામાં આવી છે. આ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે ચીનના અખબાર ગ્લોબલ ટાઇમ્સની ટીક્કા કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ચીનનું અખબાર ગ્લોબલ ટાઇમ્સ ખોટા તથ્યો રજૂ કરી રહ્યું છે.

Sep 8, 2020, 02:32 PM IST

ચીનની આંખમાં દેખાયું ઝેર, ભારતને આપી ધમકી, જાણો શું કહ્યું...

ચીને 83 દિવસમાં ત્રીજી વખત ભારતને પરાજિત કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પેંગોંગ લેકના દક્ષિણ છેડે શેનપાઓ પહાડો નજીક સોમવારે સાંજે 5:30થી સાંજના 6:30 વાગ્યાની વચ્ચે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં તૈનાત ભારતીય સૈન્યએ નિષ્ફળ બનાવ્યો હતો. ભારતીય સેનાએ વોર્નિંગ શોટ ફાયર કરી ચીનના સૈનિકોને ભગાડ્યા હતા.

Sep 8, 2020, 01:33 PM IST

ભારતીય સંરક્ષણ મંત્રાલયે નકાર્યો ચીનનો આરોપ, આપ્યું આ નિવેદન

ભારતે ચીનના આરોપોનું ખંડન કર્યું છે. ચીને ભારત પર ઉશ્કેરવાની કાર્યવાહીનો આરોપ લગાવ્યો હતો, જેને ભારતે નકાર્યો છે. ચીનના આરોપ બાદ સંરક્ષણ મંત્રાલય તરફથી જારી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતે ક્યારે LACના નિયમોનું ઉલ્લઘંન કર્યું નથી.

Sep 8, 2020, 12:06 PM IST

પેંગોંગમાં ભારતીય સેનાએ ફરી દેખાડ્યું પરાક્રમ, ચીની સૈનિકોને ભગાડ્યા: સૂત્ર

સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ લદાખમાં ફરી ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ફરી એકવાર ભારતીય સેનાએ ચીનની ઘુસણખોરીને નિષ્ફળ કરી છે. પેંગોંગ લેકના દક્ષિણ ભાગ પર શેનપાઓ પહાડી વિસ્તારની આ ઘટના છે

Sep 8, 2020, 08:08 AM IST

ભારત-ચીન તણાવ પર અમેરિકાએ આપ્યું મહત્વનું નિવેદન, ડ્રેગનને મરચા લાગશે

ચીન સાથે વિવાદ પર અમેરિકાએ ફરીથી એકવાર ભારતનો સાથ આપ્યો છે. અમેરિકાએ કહ્યું કે ચીન તરફથી વારંવાર થતી ઉશ્કેરણીને પહોંચી વળવાનો એક માત્ર ઉપાય તેનો સામનો કરવો એ જ છે. અમેરિકાએ કહ્યું કે તે LAC પર ચાલી રહેલી ગતિવિધિઓ પર બાજનજર રાખી રહ્યું છે. 

Sep 2, 2020, 01:00 PM IST

બ્લેક ટોપમાં ચીનની સેનાની અવરજવર રોકવામાં આવી, ભારતે ટેન્ક તૈનાત કર્યા

એવું લાગે છે કે ચીનને વારંવાર હિન્દુસ્તાનના હાથે માર ખાવાની આદત પડી ગઈ છે. આવું એટલા માટે કહીએ છીએ કારણ કે ચીન વારંવાર ઘૂસણખોરીની કોશિશ કરી રહ્યું છે અને વારંવાર ભારતીય સેના તેને પછડાટ આપી રહી છે. ચીને 31 ઓગસ્ટની રાતે પણ એકવાર ફરીથી ઘૂસણખોરીની કોશિશ કરી હતી પરંતુ ભારતીય જવાનોએ તેને નિષ્ફળ બનાવી દીધી. ચોંકાવનારી વાત એ છે કે ચીન તરફથી આ હરકત એવા સમયે થઈ કે જ્યારે કમાન્ડર સ્તરની વાતચીત ચાલી રહી હતી. 

Sep 2, 2020, 09:13 AM IST

LAC પર ચીનનો આજે ફરી ઘુસણખોરીનો પ્રયત્ન, 3 દિવસમાં ત્રણ પ્રયાસ નિષ્ફળ

ચીને મંગળવારના ફરીથી ઘૂસણખોરીનો પ્રયત્ન કર્યો છે. લદાખના ચુમારમાં એલએસી પર ઘૂસણખોરીનો પ્રયત્નને લઇ ભારતીય સેનાની સતર્કતા જોઇને ચીનના સૈનિકો ભાગી ગયા. વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારતીય સેના હાઇ એલર્ટ પર છે. આ પહેલા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રી વરાસત્વે કહ્યું કે, ચીનની સેનાના 29-30 ઓગસ્ટની રાતના પૈંગોંગ લેકના દક્ષિણ બેંક વિસ્તારમાં યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો. પરંતુ ભારતીય સેનાએ આ આક્રમક કાર્યવાહીનો જવાબ આપ્યો અને LAC પર દેશની ક્ષેત્રીય અખંડતા સુનિશ્ચિત કરી છે.

Sep 1, 2020, 11:19 PM IST

Indian Armyએ બ્લેક ટોપથી ચીનના કેમેરા અને સર્વેલન્સ સિસ્ટમને હટાવી

ભારતે લદાખ (Laddakh)માં ચીન (China)ને તેના પરાક્રમનો એવો પાઠ ભણાવ્યો છે, જેને ચીન ક્યારે ભૂલી શકશે નહીં. અઢી મહીનાની અંદર ચીનને બીજી વખત LAC પર ગુસ્તાખી કરી, જેનો ભારતે કરારો જવાબ આપ્યો છે. ZEE મીડિયાએ તમને જણાવ્યું હતું કે, ભારતીય સેના (Indian Army)એ કઇ રીતે પૈંગોંગ (Pangong)માં ચીનના 500 રૈનિકોને ભગાડ્યા અને અતિક્રમણના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. આ વચ્ચે ચીનના વધુ એક ષડયંત્રનો પર્દાફાશ થયો છે.

Sep 1, 2020, 05:30 PM IST

ચીનની સાથે વાતચીત ફેલ થઈ તો લદ્દાખમાં સૈન્ય કાર્યવાહી પર વિચારઃ CDS જનરલ બિપિન રાવત

India China border dispute news: ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત પ્રમાણે સેના દરેક મોરચા પર તૈયાર છે. વાતચીત નિષ્ફળ રહેવા પર સૈન્ય વિકલ્પો પર વિચાર કરી શકાય છે. 

Aug 24, 2020, 09:49 AM IST