પીએમ મોદી મિત્ર શિંજો આબે માટે લઈ ગયા છે આ 'મેડ ઈન મિરઝાપુર' ગિફ્ટ, ખાસ જાણો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના પ્રવાસે ગયા છે. અહીં જાપાનના વડાપ્રધાન શિંજો આબે સાથે આજે મુલાકાત કરશે
Trending Photos
ટોક્યો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના પ્રવાસે ગયા છે. અહીં જાપાનના વડાપ્રધાન શિંજો આબે સાથે આજે મુલાકાત કરશે. મિત્ર શિંજો આબે માટે તેઓ ગિફ્ટ લઈને ગયા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ ગિફ્ટ ઉત્તર પ્રદેશના મિરઝાપુરમાં બનેલી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ પીએમ મોદી આબે માટે બે ગિફ્ટ લઈને ગયા છે. આ બે અલગ અલગ આકારના બાઉલ છે. ખાસ વાત એ છે કે બંને બાઉલ ગુલાબી સ્ફટિક (Rose quartz) અને પીળા સ્ફટિક (yellow quartz) ના બનેલા છે. મિરઝાપુરના કલાકારોએ તેને પોતાના હાથથી તૈયાર કર્યા છે.
નોંધનીય વાત એ છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની રેલીઓમાં વારંવાર કહે છે કે જ્યારે તેઓ સત્તામાં આવશે તો જિલ્લાઓના નામથી તેમની ઓળખ અપાવશે. અહીં પીએમ મોદી મિરઝાપુરમાં સ્ફટિકથી બનેલા બાઉલ જાપાનના વડાપ્રધાનને ગિફ્ટ કરશે. જેના કારણે મેડ ઈન મિરઝાપુરની આ પ્રોડક્ટ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બનશે.
આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનને ભારતનો મૂલ્યવાન અને વિશ્વસનીય સહયોગી ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે આ પ્રવાસે તેઓ બંને દેશો વચ્ચે કારોબાર, રોકાણ અને સ્વાસ્થ્ય સેવા, ડિજીટલ ટેક્નોલોજી, કૃષિ, ફૂડ પ્રોસેસિંગ, આફત નિવારણ અને આફતોનો સામનો કરવા માટે ઈન્ફ્ર્રાસ્ટ્રક્ચર જેવા નવા ક્ષેત્રમાં સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવશે.
જાપાન રવાના થતા પહેલા પોતાના નિવેદનમાં પીએમ મોદીએ કહ્યું કે હું 28-29 ઓક્ટોબરના રોજ જાપાનના વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા જઈ રહ્યો છું. સપ્ટેમ્બર 2014માં મારી વડાપ્રધાન તરીકે પહેલી જાપાન યાત્રા બાદ વડાપ્રધાન શિંજો આબે સાથે આ મારી 12મી બેઠક હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે