ઉપરાષ્ટ્રપતિના વિદાય સમારોહમાં PM મોદીનું સંબોધન, કહ્યું- આ ખુબ ભાવુક પળ છે

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના વિદાય સમારોહમાં આજે પીએમ મોદીએ સંબોધન કર્યું. પીએમ મોદીએ રાજ્યસભામાં કહ્યું કે આજે આપણે રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુજીને તેમના કાર્યકાળની સમાપ્તિ પર આભાર વ્યક્ત કરવા માટે ભેગા થયા છીએ. ગૃહ માટે આ ખુબ ભાવુક પળ છે. ગૃહની અનેક ઐતિહાસિક પળો તમારી ગરિમાભરેલી ઉપસ્થિતિ સાથે જોડાયેલી છે. 

ઉપરાષ્ટ્રપતિના વિદાય સમારોહમાં PM મોદીનું સંબોધન, કહ્યું- આ ખુબ ભાવુક પળ છે

નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના વિદાય સમારોહમાં આજે પીએમ મોદીએ સંબોધન કર્યું. પીએમ મોદીએ રાજ્યસભામાં કહ્યું કે આજે આપણે રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુજીને તેમના કાર્યકાળની સમાપ્તિ પર આભાર વ્યક્ત કરવા માટે ભેગા થયા છીએ. ગૃહ માટે આ ખુબ ભાવુક પળ છે. ગૃહની અનેક ઐતિહાસિક પળો તમારી ગરિમાભરેલી ઉપસ્થિતિ સાથે જોડાયેલી છે. 

પીએમ મોદીએ કહ્યું કે આઝાદીના અમૃત મહોત્સવમાં આજે જ્યારે દેશ પોતાના આગામી 25 વર્ષની નવી યાત્રા શરૂ કરી રહ્યો છે ત્યારે દેશનું નેતૃત્વ પણ એક પ્રકારે એક નવા યુગના હાથમાં છે. આપણે જાણીએ છીએ કે આ વખતે આપણે એવી 15 ઓગસ્ટ ઉજવી રહ્યા છીએ જ્યારે દેશના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સ્પીકર, અને પ્રધાનમંત્રી બધા એવા લોકો છે જે આઝાદ ભારતમાં જન્મ્યા અને બધા સાધારણ બેકગ્રાઉન્ડમાંથી આવે છે. 

પીએમએ કહ્યું કે આદરણીય સભાપતિ મહોદય તમે તો દેશના એક એવા ઉપરાષ્ટ્રપતિ છો, જેમણે પોતાની તમામ ભૂમિકાઓમાં હંમેશા યુવાઓ માટે કામ કર્યું છે. તમે ગૃહમાં હંમેશા યુવા સાંસદોને આગળ વધાર્યા અને તેમને પ્રોત્સાહન આપ્યું. ઉપરાષ્ટ્રપતિ તરીકે તમે સદનની બહાર જે ભાષણ આપ્યા તેમાંથી લગભગ 25 ટકા યુવાઓ વચ્ચે  રહ્યા. જે પોતાનામાં જ એક મોટી વાત છે. વ્યક્તિગત રીતે મારું એ સૌભાગ્ય છે કે મે ખુબ નજીકથી તમને અલગ અલગ ભૂમિકાઓમાં જોયા છે. તમારી અનેક ભૂમિકાઓ એવી પણ રહી જેમાં તમારી સાથે ખભેથી ખભો મિલાવીને કામ કરવાનું મને સૌભાગ્ય મળ્યું. 

પ્રધાનમંત્રીએ કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ અને ગૃહના સભાપતિ તરીકે તમારી ગરીમા અને નિષ્ઠા મે તમને અલગ અલગ જવાબદારીઓમાં ખુબ લગનથી કામ કરતા જોયા છે. તમે ક્યારેય કોઈ કામને  બોજ નથી ગણ્યો. તમે દરેક કામમાં નવા પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કર્યો છે. તમારો આ જુસ્સો અને લગન અમે લોકોએ નિરંતર જોયા છે. હું પ્રત્યેક માનનીય સાંસદ અને દેશના દરેક યુવાને કહેવા માંગુ છું કે તેઓ સમાજ, દેશ અને લોકતંત્ર વિશે તમારી પાસેથી ઘણું શીખી શકે તેમ છે. 

તેમણે કહ્યું કે તમારા પુસ્તકોમાં તમારી એ શબ્દ પ્રતિભા ઝળકે છે તેના માટે તમે જાણીતા છો. તમારા one liners, wit liners હોય છે. ત્યારબાદ કશું કહેવાની જરૂર પડતી નથી. કોઈ કેવી રીતે પોતાની ભાષાની તાકાતના રૂપમાં સહજતાથી આ સામર્થ્ય માટે જાણીતા હોય અને તે કૌશલથી સ્થિતિઓ બદલવાનું સામર્થ્ય ધરાવે છે તેવા તમારા સામર્થ્યને હું શુભેચ્છા પાઠવું છું. તેમણે કહ્યું કે દક્ષિણમાં વિદ્યાર્થી રાજનીતિ કરતા તમારી રાજકીય સફર શરૂ થઈ હતી. ત્યારે લોકો કહેતા હતા કે જે વિચારધારા સાથે તમે જોડાયેલા છો, તેનો અને તે પાર્ટીનું નીકટના ભવિષ્યમાં તો દક્ષિણમાં કોઈ સામર્થ્ય નજરે ચડતું નથી. પરંતુ તમે તે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષના ટોચના પદે પહોંચ્યા. 

પીએમ મોદીએ કહ્યું કે તમે કહેતા હતા કે માતૃભાષા આંખોની રોશનીની જેમ હોય છે, અને બીજી ભાષા ચશ્મા જેવી. આવી ભાવના હ્રદયના ઊંડાણથી જ બહાર આવે છે. તમારી હાજરીમાં સદનની કાર્યવાહી દરમિયાન દરેક ભારતીય ભાષાને વિશિષ્ટ મહત્વ અપાયું. વેંકૈયાજીની હાજરીમાં ગૃહની કાર્યવાહી દરમિયાન દરેક ભારતીય ભાષાને વિશિષ્ટ મહત્વ મળ્યું. તમે સદનમાં તમાંમ ભારતીય ભાષાઓને આગળ વધારવા માટે કામ કર્યું. સદનમાં આપણી તમામ 22 શિડ્યૂલ ભાષાઓમાંથી કોઈ પણ સદસ્ય કોઈ પણ ભાષા બોલી શકે તેની વ્યવસ્થા તમે કરી. તમારી આ પ્રતિભા અને નિષ્ઠા આગળ પણ સદન માટે એક ગાઈડ તરીકે હંમેશા કામ કરશે. કેવી રીતે સંસદીય અને શિષ્ટ રીતે ભાષાની મર્યાદામાં કોઈ પણ પોતાની વાત પ્રભાવી ઢબે કરી શકે છે તેના માટે તમે પ્રેરણા પૂંજ બની રહેશો. 

પ્રધાનમંત્રીએ કહ્યું કે તમારા કાર્ય, તમારા અનુભવ આગળ પણ બધા સભ્યોને જરૂર પ્રેરણા આપશે. તમારી વિશિષ્ટ રીતથી તમે સદન ચલાવવા માટે એવા માપદંડ સ્થાપિત ક ર્યા જે આગળ આ પદ પર બિરાજમાન થનારને પ્રેરિત કરશે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે न सा सभा यत्र न सन्ति वृद्धा:, वृद्धा न ते ये न वदन्ति धर्मम् । એટલે કે જે સભામાં અનુભવી લોકો હોય છે તે સભા હોય છે. અને અનુભવી એ છે જે ધર્મ, કર્તવ્યની શીખ આપે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news