PM Modi on Rishabh Pant : PM મોદીએ રિષભ પંત માટે કરી ટ્વીટ, વ્યક્ત કરી ચિંતા
Rishabh Pant Car Accident : ભારતીય વિકેટ કીપર રિષભ પંતને શુક્રવારે સવારે અકસ્માત નડ્યો હતો. તેમની મર્સિડીઝ કાર બળીને ખાખ થઈ ગઈ, ત્યારે હોસ્પિટલમાં દાખલ રિષભ પંત માટે પીએમ મોદીએ કરી ટ્વીટ
Trending Photos
Rishabh Pant Car Accident Video: ભારતીય ક્રિકેટર રિષભ પંત એક રોડ દુર્ઘટનામાં ઘાયલ થયા છે. ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ તેમના જલ્દીથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી છે. પીએમ નરેન્દ્ર મોદીએ રિષભ પંતને સારા સ્વાસ્થય માટે શુભેચ્છા પાઠવતી ટ્વીટ કરી છે. તેમણે ટ્વીટમાં લખ્યું કે, ક્રિકેટર રિષભ પંતના એક્સિડન્ટના ખબર સાઁભળીને હુ દુખી છું. ઉલ્લેખનીય છે કે, પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું આજે સવારે નિધન થયું છે. જેના બાદ પીએમ મોદીએ અંતિમ સંસ્કાર કરવા માટે ગુજરાત પહોચ્યા હતા, તેઓએ રીતિ-રિવાજ પૂર્ણ કરીને પરત દિલ્હી ફર્યા હતા.
રિષભ પંતી કારને શુક્રવારે સવારે દિલ્હીથી પોતાના ઘરથી પરત ફરતા સમયે અકસ્માત થયો હતો. રુરકીમાં રિષભ પંતનું ઘર છે. જ્યારે તેમની કાર નારસન વિસ્તારમાં પહોંચી તો તે કાબૂ બહાર ગઈ હતી. તે થાંભલાને તોડીને પલટી ખાઈ ગઈ હતી. તેના બાદ કારમાં આગ લાગી હતી. આ કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ગંભીર રૂપે ઘાયલ રિષભ પંતને દિલ્હી રોડ પર સ્થિત સક્ષમ હોસ્પિટલમાં ભરતી કરાવવામા આવ્યા હતા. જ્યાંથી તેમને દિલ્હીમા રિફર કરાયા હતા. ત્યાં તેમની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવશે તેવુ જાણવા મળ્યું છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, રિષભ પંતના માથા અને પગમાં ગંભીર ઈજા પહોંચી છે.
આ પણ વાંચો :
અકસ્માત સ્થળ પરથી જે તસવીરો સામે આવી છે તે દર્શાવે છે કે રિષભ પંતની કાર તેજ ગતિએ ડિવાઈડરની રેલિંગ સાથે અથડાઈ હતી અને આગ લાગી હતી. સ્થળ પર હાજર લોકોએ 108ની મદદથી પહેલા રૂડકી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા હતા. પંતને સારવાર માટે દિલ્હી રીફર કરવામાં આવ્યો છે. આ માર્ગ અકસ્માત NH-58 પર મેંગલોર કોતવાલી વિસ્તારમાં થયો હતો. ઋષભ પંતની કાર એટલી સ્પીડથી ટકરાઈ કે ટક્કર બાદ તે હવામાં ઉછળીને ડિવાઈડરના પોલ સાથે અથડાઈ અને રોડની બીજી બાજુ પર પડી. કાર અથડામણના સ્થળેથી લગભગ 100 મીટર દૂર પડી હતી.
પંત સાથેની આ ઘટનાએ ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ પણ વધારી દીધી છે. ભારતને આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેમાં પંતની ભૂમિકા મહત્વની રહેવાની છે. હવે તે શ્રેણીમાં પંતના ભાગ લેવાની શક્યતા સમાપ્ત થઈ ગઈ છે. ભારતે વર્ષ 2023માં જ ODI વર્લ્ડ કપમાં ભાગ લેવાનો છે. આ સ્થિતિમાં ભારતીય પ્રશંસકો પ્રાર્થના કરતા હશે કે વિકેટકીપર પંત ત્યાં સુધીમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય.
પંતની ઈજા કેટલી ઊંડી છે? જાણો ભારતીય ક્રિકેટરની હેલ્થ અપડેટ
એમએસ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડ્યા પછી, ભારતીય ટીમને એવા ખેલાડીની જરૂર હતી જે વિકેટકીપિંગની સાથે બેટિંગમાં પણ ધમાકો મચાવી શકે. ઉપરાંત તેની પાસે નેતૃત્વના ગુણો હોવા જોઈએ. ઋષભ પંત આ ત્રણેય બાબતોમાં ફિટ બેસે છે. પંતે તેના પર્ફોર્મન્સથી ઘણીવાર આ સાબિત કર્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં પંત જે રીતે બેટિંગ કરે છે તેનાથી ધોનીની કમી અનુભવાતી નથી. જોકે, પંતને ODI અને T20 ઈન્ટરનેશનલમાં હજુ ઘણા સુધારાની જરૂર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે