46th anniversary of emergency: PM મોદીએ કહ્યું- 'તે કાળા દિવસો ક્યારેય નહીં ભૂલીએ'

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કટોકટી (Emergency) ની 46મી વરસી પર કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા.

46th anniversary of emergency: PM મોદીએ કહ્યું- 'તે કાળા દિવસો ક્યારેય નહીં ભૂલીએ'

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે કટોકટી (Emergency) ની 46મી વરસી પર કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે ઈમરજન્સીના તે કાળા દિવસોને ક્યારેય ભૂલી શકાશે નહીં, જ્યારે સંસ્થાઓને સુનિયોજિત રીતે ધ્વસ્ત કરી દેવાઈ હતી. અત્રે જણાવવાનું કે દેશમાં 25 જૂન 1975થી 21 માર્ચ 1977 વચ્ચે 21 મહિના સુધી ઈમરજન્સી લાગૂ કરાઈ હતી. ઈન્દિરા ગાંધી ત્યારે દેશના પ્રધાનમંત્રી હતા. 

ઈમરજન્સીના કાળા દિવસો ભૂલી શકાશે નહી-પીએમ મોદી
પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે 'ઈમરજન્સીના કાળા દિવસોને  ક્યારેય ભૂલી શકાશે નહીં. વર્ષ 1975થી 1977ના સમયગાળાએ જોયું કે કેવી રીતે સંસ્થાનોને સુનિયોજિત રીતે ધ્વસ્ત કરી દેવાયા હતા. આવો આપણે બધા ભારતની લોકતાંત્રિક ભાવનાને મજબૂત કરવાનો અને બંધારણમાં સમવિષ્ટ મૂલ્યો અનુરૂપ જીવવાનો પ્રણ લઈએ.'

Let us pledge to do everything possible to strengthen India’s democratic spirit, and live up to the values enshrined in our Constitution.

— Narendra Modi (@narendramodi) June 25, 2021

કોંગ્રેસે આપણા લોકતંત્રને કચડી નાખ્યું- પીએમ મોદી
ભારતીય લોકતંત્રની રક્ષા કરવા અને કટોકટીનો વિરોધ કરનારાઓને યાદ કરતા પીએમ મોદીએ ભાજપ તરફથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલી એક પોસ્ટની લિંકને પણ શેર કરી. જેમાં ઉલ્લેખ કરાયો છે કે કટોકટી દરમિયાન ભગત સિંહ અને ચંદ્રશેખર આઝાદ પર બનેલી ફિલ્મો, કિશોરકુમારના ગીતો, મહાત્મા ગાંધી અને રવિન્દ્રનાથ  ટાગોરના કોટ્સ સુદ્ધા પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. જેના પર પીએમ મોદીએ કહ્યું કે 'આ પ્રકારે કોંગ્રેસે આપણા લોકતંત્રને કચડી નાખ્યું હતું.'

21 મહિના માટે લાગી હતી કટોકટી
અત્રે જણાવવાનું કે 25જૂન 1975ના રોજ દેશમાં ઈમરજન્સી લાગૂ કરવાની જાહેરાત કરાઈ હતી. જેણે અનેક ઐતિહાસિક ઘટનાઓને જન્મ આપ્યો. 25 જૂન 1975થી 21 માર્ચ 1977 સુધીના 21 મહિનાનો સમયગાળો કટોકટીનો હતો. તત્કાલિન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે તત્કાલિન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીના નેતૃત્વવાળી સરકારની ભલામણ પર ભારતીય બંધારણની કલમ 352 હેઠળ દેશમાં ઈમરજન્સીની જાહેરાત કરી હતી. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં આ સૌથી વિવાદાસ્પદ સમયગાળો હતો. કટોકટીમાં ચૂંટણી સ્થગિત થઈ ગઈ હતી. 
(ઈનપુટ- ભાષા)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news