Noida: Wave Mall માં સેક્સ રેકેટનો ખુલાસો, 28 યુવક યુવતી ઝડપાયા

નોઈડા (Noida) પોલીસે સેક્ટર-18માં આવેલા વેવ મોલના સ્પા સેન્ટરમાંથી સેક્સ રેકેટ ( Sex Racket ) નો ખુલાસો કર્યો છે.

Noida: Wave Mall માં સેક્સ રેકેટનો ખુલાસો, 28 યુવક યુવતી ઝડપાયા

નવી દિલ્હી: નોઈડા (Noida) પોલીસે સેક્ટર-18માં આવેલા વેવ મોલના સ્પા સેન્ટરમાંથી સેક્સ રેકેટ ( Sex Racket ) નો ખુલાસો કર્યો છે. જ્યાંથી 28 યુવક યુવતીઓ ઝડપાયા છે. 

મળતી માહિતી મુજબ નોઈડા ( Noida )  પોલીસે સેક્ટર-18માં આવેલા વેવ મોલના સ્પા સેન્ટરમાંથી સેક્સ રેકેટ (Sex Racket) નો પર્દાફાશ કરતા હડકંપ મચી ગયો છે. પોલીસે સ્પા સેન્ટરમાંથી 28 જેટલા યુવક અને યુવતીઓને પકડ્યા છે. જેમાં સ્પા સંચાલક સહિત છ યુવક પણ સામેલ છે. પોલીસે સ્પા સેન્ટરમાંથી આપત્તિજનક વસ્તુઓ જપ્ત કરી છે. 

સતત મળી રહી હતી ફરિયાદો
વાત જાણે એમ છેકે નોઈડા પોલીસને છેલ્લા ઘણા સમયથી સેક્ટર-18 સ્થિત વેબ મોલમાં આવેલા આનંદ સ્પા સેન્ટરમાં ખોટા કામો થતા હોવાની ફરિયાદો મળતી હતી. ફરિયાદોના આધારે પોલીસની એક ખાસ ટીમ બનાવવામાં આવી અને આ ટીમે બુધવારે રાતે સ્પા સેન્ટર પર દરોડા પાડ્યા. 

નશીલી દવાઓ અને આપત્તિજનક સામાન મળ્યો
દરોડા પડતા મોલમાં અફડાતફડી મચી ગઈ. પોલીસે સ્પા સેન્ટરમાંથી 14 યુવક અને 14 યુવતીઓને ઝડપ્યા છે. સ્પા સંચાલક સુશીલ અને તેનો મિત્ર તથા ચાર ગ્રાહકો પણ પોલીસના હાથે ચડ્યા છે. કાર્યવાહી દરમિયાન પોલીસને સ્પા સેન્ટરમાંથી અનેક નશીલી દવાઓ સહિત આપત્તિજનક વસ્તુઓ મળી છે. 

અન્ય રાજ્યોમાંથી બોલાવવામાં આવતી હતી યુવતીઓ
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે દેહ વેપાર માટે દિલ્હી અને હરિયાણા સહિત અન્ય જગ્યાઓથી યુવતીઓને બોલાવવામાં આવતી હતી. યુવતીઓ પ્રતિ ગ્રાહક 5 થી 6 હજાર રૂપિયા વસૂલતી હતી. 

PITA હેઠળ થશે કાર્યવાહી
ડીસીપી પોલીસ કમિશ્નરેટ, જેબીનગરે જણાવ્યું કે પોલીસને ઘણા સમયથી વેશ્યાવૃત્તિની ફરિયાદો મળી રહી હતી. ત્યારબાદ દરોડા પાડવામાં આવ્યા. યુવતીઓને રિહેબિલિટેશન સેન્ટર મોકલવામાં આવશે. જ્યારે ગ્રાહકો અને સ્પા માલિકો પર PITA હેઠળ કાર્યવાહી થશે. 

( ઈનપુટ-ANI) 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news