પીએમ મોદીના ભાઈની ભવિષ્યવાણીઃ મારો ભાઈ જ બનશે ફરીથી વડા પ્રધાન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ અહીં જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં 300થી વધુ બેઠકો જીતશે 

પીએમ મોદીના ભાઈની ભવિષ્યવાણીઃ મારો ભાઈ જ બનશે ફરીથી વડા પ્રધાન

મેંગલુરુઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ અહીં જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં 300થી વધુ બેઠકો જીતશે અને તેમનો ભાઈ જ ફરીથી વડા પ્રધાન બશે. પ્રહલાદ મોદીએ અહીં વિમાન મથકે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "મને વિશ્વાસ છે કે આગામી સામાન્ય ચૂંટણી 2014ની ચૂંટણીનું પુનરાવર્તન બનશે. ભાજપ 300 કરતાં વધુ બેઠકો જીતશે. નરેન્દ્ર મોદીને વડા પ્રધાન તરીકેનો વધુ એક કાર્યકાળ મળશે."

પ્રહલાદ મોદી મેંગલુરુમાં મંદિર અને અન્ય ધાર્મિક કેન્દ્રોની યાત્રા માટે આવ્યા છે. તેમણે જણાવ્યું કે, એનડીએ સરકારે છેલ્લા સાડા ચાર વર્ષમાં સમગ્ર દેશમાં વિવિધ વિકાસ કાર્યોને સફળતાપૂર્વક લાગુ કર્યા છે. 

PM के छोटे भाई प्रहलाद मोदी ने BJP की जीत को लेकर दिया यह बयान

તેમણે એક સવાલના જવાબમાં જણાવ્યું કે, પ્રિયંકા ગાંધીનો રાજીનીતિમાં પ્રવેશ ચૂંટણીમાં કોંગ્રેસને મદદ કરી શકશે નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news