પ્રમોદ સાવંત સોમવારે ગોવાના મુખ્યમંત્રી તરીકે લેશે શપથ, સમારોહમાં સામેલ થશે આ મોટા નેતા
ગોવામાં ચૂંટણી જીત્યા બાદ પ્રમોદ સાવંત બીજીવાર પ્રદેશની કમાન સંભાળવા તૈયાર છે. સોમવારે સાવંત સરકારનો શપથ સમારોહ છે.
Trending Photos
પણજીઃ ગોવામાં 28 માર્ચે પ્રમોદ સાવંત ફરી મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવાના છે. આ શપથ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ભાજપના અનેક મોટા નેતાઓ હાજર રહેવાના છે. પીએમ મોદી સાથે 10 ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પણ શપથ સમારોહમાં ભાગ લેવા માટે ગોવા પહોંચશે.
ગોવાના શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમમાં પ્રમોદ સાવંત સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આ પ્રમોદ સાવંત બીજીવાર ગોવાની કમાન સંભાળશે. આ સમારોહમાં પ્રધાનમંત્રી મોદી સિવાય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, હિમાચલના મુખ્યમંત્રી જયરામ ઠાકુર, અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉત્તરાખંડ અને મણિપુરના મુખ્યમંત્રી પણ હાજર રહેશે.
સાવંતની કેબિનેટમાં આ નેતા થઈ શકે છે સામેલ
1. પ્રમોદ સાવંત, મુખ્યમંત્રી
2. વિશ્વજીત રાણે
3. માવિન ગુહિન્દો
4. અલિક્સો રેજિનાલ્ડ (અપક્ષ)
5. ગોવિંદ ગાવડે
6. રોહન ખંવટે
7. સુદિન ઢવલીકર (એમજીપી પાર્ટી)
8. જેનફર મોન્સેરાત
9. રવિ નાઈક.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે