કેરળ: ફટાકડા ભરેલું અનાનસ મોઢામાં ફાટતા હાથણીનું મોત, માનવતા પર વધુ એક કલંક
Trending Photos
મલ્લપુરમ : કેરળના મલ્લપુરમમાં કેટલાક રાક્ષસી તત્વોએ ગર્ભવતિ હાથણીને ફટાકડા ભરેલું અનાનસ ખવડાવી દીધું હતું, ત્યાર બાદ તેનાં મોઢામાં ફટાકડા ફાટવાને કારણે તેનું મોત નિપજ્યું. સોશિયલ મીડિયા પર આ ઘટના મુદ્દે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો આ ઘટનાને અમાનવીય ગણાવી રહ્યા છે. સાથે જ ઘટનામાં સંડોવાયેલા લોકો માણસાયનાં નામે કલંક હોવાનું અને તેની વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
આ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરતા તેમણે કહ્યું કે, તપાસ હાલ ચાલી રહી છે. અમે હાથણીનાં મોતની માહિતી મેળવી રહ્યા છીએ. તમામ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થશે. આ સમગ્ર ઘટનાની શરૂઆત ત્યારે થઇ જ્યારે એક જુનિયર સ્તરનાં અધિકારીએ ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, હાથણીનાં મોતનું કારણ મોઢામાં ફટાકડા ફુટવાને કારણે થયું છે. સોશિયલ મીડિયા પર ગર્ભવતિ હાથણી પાણીમાં ઉભેલી હોય તેવી એક તસ્વીર વાયરલ થઇ રહી છે. લોકો મલ્લપુરમ ગામનાં લોકોને ગાળો ભાંડી રહ્યા છે. હાથણી ભોજનની શોધમાં આવી હતી. કેટલાક સ્થાનિક લોકોએ અનાનસમાં ફટાકડા ભરીને તેને ખવડાવ દીધા હતા. સૌથી હૃદય દ્રાવક ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર છે.
સામાન્ય રીતે હાથીઓનું ઝુંડ જંગલોમાં હંમેશા ફરતું રહે છે. આ દુર્ગટના બાદ હાથણી એક નદીમાં ઉભરી રહી ગઇ અને અસહનીય દર્દ સહેતી રહી. આ ખુબ જ દર્દનાક દ્રશ્ય હતું. આ દર્દનાક ઘટનાને નીલાંબરના સેક્શન ફોરેસ્ટ ઓફીસર મોહન કૃષ્ણને સોશિયલ મીડિયા પર પહેલા શેર કરી હતી. ગામના ખેતરોમાં ભોજન શોધવા માટે હાથી આવી પહોંચે છે. લોકોને અનાનસમા ફટાકડા છુપાવ્યા હતા. સામાન્ય રીતે ગ્રામીણો આવુ જંગલી સુવર ભગાડવા માટે કરે છે. હાથીએ જેવું ફળ ખાધું તેના મોઢામાં ફટાકડા ફુટી ગયા. જેના કારણે તેણે ભયાનક દર્દનો સામનો કરવો પડ્યો.
મોડી રાત્રે પડેલા ભારે વરસાદે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં અંધાધૂંધી સર્જી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે