કોંગ્રેસીઓએ કર્યો Sonu Sood નો વિરોધ, કહી દીધા BJP એજન્ટ

એક્ટર સોનુ સૂદ (Sonu Sood) લોકડાઉનના દિવસોમાં મજૂરોની મદદમાં જોડાયેલો રહ્યો હતો. કોરોના વાયરસની મહામારીને કારણે થયેલા લોકડાઉનને કારણે લાખો લોકો મહારાષ્ટ્રના અલગ અલગ હિસ્સાઓમાં ફસાઈ ગયા હતા. જેઓને આકરા તડકામાં પગપાળા જતા જોઈને સોનુ સૂદે બસોની વ્યવસ્થા કરી હતી. હવે પ્રવાસીઓ માટે સોનુ સૂદ કોઈ સુપરહીરોથી ઓછો નથી બન્યો. સોશિયલ મીડિયા પર તેને મજૂરોના મસીહા તરીકે ઓળખ મળી હતી. તે સતત રોકાયા વગર કામ કરતો જોવા મળ્યો હતો. આ માટે તેણે એક હેલ્પલાઈન નંબર પર જાહેર કર્યો હતો. પરંતુ કેટલાક લોકોને સોનુ સૂદનું આ નેકીનું કામ ગમ્યું નહિ લાગે છે. 

કોંગ્રેસીઓએ કર્યો Sonu Sood નો વિરોધ, કહી દીધા BJP એજન્ટ

ઝી મીડિયા/બ્યૂરો :એક્ટર સોનુ સૂદ (Sonu Sood) લોકડાઉનના દિવસોમાં મજૂરોની મદદમાં જોડાયેલો રહ્યો હતો. કોરોના વાયરસની મહામારીને કારણે થયેલા લોકડાઉનને કારણે લાખો લોકો મહારાષ્ટ્રના અલગ અલગ હિસ્સાઓમાં ફસાઈ ગયા હતા. જેઓને આકરા તડકામાં પગપાળા જતા જોઈને સોનુ સૂદે બસોની વ્યવસ્થા કરી હતી. હવે પ્રવાસીઓ માટે સોનુ સૂદ કોઈ સુપરહીરોથી ઓછો નથી બન્યો. સોશિયલ મીડિયા પર તેને મજૂરોના મસીહા તરીકે ઓળખ મળી હતી. તે સતત રોકાયા વગર કામ કરતો જોવા મળ્યો હતો. આ માટે તેણે એક હેલ્પલાઈન નંબર પર જાહેર કર્યો હતો. પરંતુ કેટલાક લોકોને સોનુ સૂદનું આ નેકીનું કામ ગમ્યું નહિ લાગે છે. 

ભારતમાં અલગ પ્રકારનો કોરોના વાયરસ શોધાયો, લક્ષણો પણ સાવ નોખા નીકળ્યા 

— Vinay Kumar Dokania🇮🇳 | विनय कुमार डोकानिया (@VinayDokania) May 31, 2020

હવે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર સોનુ સૂદ (Sonu Sood) નો વિરોધ કરી રહ્યાં છે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ હવે સોનુ સૂદના આ કામને ષડયંત્ર બતાવી રહ્યાં છે. તે પોતાની નેકી અને દરિયાદિલીને કારણે જ્યાં સામાન્ય લોકો માટે હીરો બની ચૂક્યો છે, ત્યાં પોતાની સારપને કારણે સોનુ સૂદ હવે કોંગ્રેસના નિશાના પર છે. લોકોનું કહેવુ છે કે, મહારાષ્ટ્ર સરકારની અસફળતા દેખાતા સોનુ સૂદ BJP ના ઈશારા પર કામ કરી રહ્યો છે. 

8મીએ ખૂલશે કચ્છના પ્રખ્યાત માતાના મઢના દરવાજા, આરતીમાં પૂજારી સિવાય કોઈને પ્રવેશ નહિ

— Bruce Vain (@FeministBatman) May 30, 2020

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ શનિવાર એટલે કે 30 મેના રોજ સોનુ સૂદ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મળ્યો હતો. જેના બાદથી તે કોંગ્રેસીઓના નિશાના પર આવી ચૂક્યો છે. તેના બાદ તરત સોનુ સૂદ પર કોંગ્રેસના સમર્થકોએ શાબ્દિક હુમલો કર્યો હતો. તેઓએ સોનુ સૂદને બીજેપીનો એજન્ટ ગણાવ્યો હતો. તેઓએ કહ્યું કે, તે સારું કામ કરી રહ્યો છે, કારણ કે રાજ્યમાં કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાની સરકારને ખોટા બતાવી શકાય. 

— Ahmed Bilal Chowdhary ( احمد بلال چوہدری ) (@AhmedBilal_JK) May 31, 2020

એટલું જ નહિ, સોનુ સૂદની સરખામણીમાં આ લોકોએ અન્ના હજારેની સાથે પણ કરી. જેઓએ ભારતમાં ભ્રષ્ટાચાર સામે આંદોલન શરૂ કર્યું હતું. જેને કારણે અંતે આમ આદમી પાર્ટીનું નિર્માણ થયું અને કોંગ્રેસના હાથમાંથી સત્તા સરકી ગઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news