જ્યાં જ્યાં પરિવારવાદી પાર્ટીઓ હટી, ત્યાં ત્યાં વિકાસના રસ્તા પણ ખુલ્યા- PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં ભાજપના કાર્યકરોને સંબોધન કર્યું. પોતાના સંબોધનમાં તેમણે ફરીથી પરિવારવાદ પર આકરા પ્રહારો કર્યા.
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં ભાજપના કાર્યકરોને સંબોધન કર્યું. પોતાના સંબોધનમાં તેમણે ફરીથી પરિવારવાદ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર પરિવાર સમર્પિત રાજકીય પક્ષોનો ચહેરો કેવી રીતે બને છે તે આપણે જોયું છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે દાયકાઓ સુધી ચાલેલા તેલંગણા આંદોલનમાં હજારો લોકોએ પોતાના બલિદાન આપ્યા છે. આ બલિદાન તેલંગણાના ભવિષ્ય માટે હતું. આનબાન શાન માટે હતું. તેલંગણા આંદોલન એટલા માટે નહતું ચાલ્યું કારણ કે કોઈ એક પરિવાર તેલંગણાના વિકાસના સપનાને સતત કચડતા રહ્યા.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે પરિવારવાદના કારણે દેશના યુવાઓને , દેશની પ્રતિભાઓને રાજકારણમાં આવવાની તક નથી મળતી. પરિવારવાદ તેમના સપનાને કચડે છે, તેમના માટે દરેક દરવાજા બંધ કરી દે છે. આથી આજે 21મી સદીના ભારત માટે પરિવારવાદથી મુક્તિ, પરિવારવાદી પાર્ટીઓથી મુક્તિ એક સંકલ્પ પણ છે. તેમણે કહ્યું કે તેલંગણાના લોકો જોઈ રહ્યા છે કે જ્યારે એક પરિવારને સમર્પિત પાર્ટીઓ જ્યારે સત્તામાં આવે છે તો કેવી રીતે તે પરિવારના સભ્ય ભ્રષ્ટાચારનો સૌથી મોટો ચહેરો બની જાય છે. તેલંગણાના લોકો જોઈ રહ્યા છે કે પરિવારવાદી પાર્ટીઓ ફક્ત પોતાનો વિકાસ કરે છે, પોતાના પરિવારના લોકોની તિજોરીઓ ભરે છે.
जहां जहां परिवारवादी पार्टियां हटी हैं, वहां वहां विकास के रास्ते भी खुले हैं।।
अब इस अभियान को आगे बढ़ने की जिम्मेदारी तेलंगाना के मेरे भाइयों बहनों की है।
- प्रधानमंत्री श्री @narendramodi #TelanganaWithModi pic.twitter.com/rKXTaZmlD9
— BJP (@BJP4India) May 26, 2022
તેમણે કહ્યું કે જ્યાં જ્યાં પરિવારવાદી પાર્ટીઓ હટી છે ત્યાં ત્યાં વિકાસના રસ્તા પણ ખુલ્યા છે. હવે આ અભિયાનને આગળ વધારવાની જવાબદારી તેલંગણાના લોકોની છે. પીએમએ કહ્યું કે આજના આ યુગમાં જે લોકો અંધવિશ્વાસના ગુલામ બની ગયા છે તેઓ પોતાના અંધવિશ્વાસમાં કોઈનું પણ નુકસાન કરી શકે છે. આ અંધવિશ્વાસી લોકો તેલંગણાના સામર્થ્ય સાથે ક્યારેય ન્યાય કરી શકે નહીં. ભાજપે છેલ્લા 8 વર્ષમાં બધાનો સાથ, બધાનો વિકાસ, બધાનો વિશ્વાસ, બધાનો પ્રયાસ મંત્રથી દેશની નિરંતર સેવા કરી છે. ગરીબ, પછાત, દલિત, આદિવાસી, આપણી માતાઓ અને બહેનો, અંત્યોદયના તમામ સાથીઓ, તેમનો ઉત્કર્ષ જ ભાજપની આસ્થા છે.
तेलंगाना के लोग देख रहे हैं कि जब एक परिवार को समर्पित पार्टियां जब सत्ता में आती हैं, तो कैसे उस परिवार के सदस्य भ्रष्टाचार का सबसे बड़ा चेहरा बन जाते हैं।
तेलंगाना के लोग देख रहे हैं कि परिवारवादी पार्टियां सिर्फ अपना विकास करती हैं, अपने परिवार के लोगों की तिजोरियां भरती है। pic.twitter.com/jDijJlLOR0
— BJP (@BJP4India) May 26, 2022
આ સાથે પ્રધાનમંત્રીએ કહ્યું કે હાલના દિવસોમાં અલગ અલગ ચૂંટણીઓમાં ભાજપની જીત એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે તેલંગણામાં હવે લોકોએ મન બનાવી લીધુ છે. હવે બદલાવ ચોક્કસ આવશે. તેલંગણામાં ભાજપ નક્કી છે. તેમણે એમ પણ કહ્યું કે અંધવિશ્વાસને પ્રોત્સાહન આપનારા લોકોથી આપણે તેલંગણાને બચાવવાનું છે. આજના આ યુગમાં પણ જે લોકો અંધવિશ્વાસના ગુલામ બનેલા છે તેઓ પોતાના અંધવિશ્વાસમાં કોઈનું પણ નુકસાન કરી શકે છે. આ અંધવિશ્વાસુ લોકો તેલંગણાના સામર્થ્ય સાથે ક્યારેય ન્યાય કરી શકે નહીં. પીએમએ કહ્યું કે તેલંગણાની ધરતીથી યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ અભિનંદન પાઠવું છે. તેમને કોઈએ કહ્યું કે ફલાણી જગ્યાએ ન જવું જોઈએ પરંતુ યોગીજીએ કહ્યું કે હું વિજ્ઞાન પર શ્રદ્ધા રાખુ છું અને તેઓ ગયા. આજે તેઓ ફરીથી મુખ્યમંત્રી બન્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે 21મી સદીનું નવું ભારત આત્મનિર્ભર ભારત અને મેક ઈન ઈન્ડિયાના સપનાને લઈને આગળ વધી રહ્યું છે. આપણા સ્ટાર્ટઅપ્સ આજે સમગ્ર દુનિયામાં પોતાની છાપ છોડી રહ્યા છે. આજે આપણે દુનિયાની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ છીએ. હાલમાં જ થોડી દિવસ પહેલા ભારતનો 100મો યુનિકોર્ન આપણી સામે આવ્યો. ટેક્નોલોજીની વાત આવે તો તેલંગણા અને અહીંના યુવાઓની ક્ષમતા વગર તે પૂરી થઈ શકે નહીં. આ ક્ષમતાઓના સમગ્ર ઉપયોગ માટે તેલંગણાને એક પ્રોગ્રેસિવ અને ઈમાનદાર સરકારની જરૂર છે. જે ફક્ત ભાજપ આપી શકે છે.
ભારત દુનિયામાં ઝડપથી આગળ વધી રહેલી અર્થવ્યવસ્થાઓમાંથી એક છે. આપણી આ ગ્રોથ સ્ટોરીમાં સૌથી મોટી ભૂમિકા ટેક્નોલોજીએ ભજવી છે. ટેક્નોલોજીનું નેતૃત્વ આપણા યુવા સાથીઓ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે