સિક્યુરિટી રૂટ વગર જ દિલ્હીના રસ્તાઓ પર નીકળ્યો PM મોદીનો કાફલો, જાણો પછી શું થયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સ્વછતા જ સેવા આંદોલનની શરૂઆત કર્યા બાદ દિલ્હીના પહાડગંજ સ્થિત બાબા સાહેબ ભીમરાવ આંબેડકર હાયર સેકન્ડરી સ્કૂલમાં પહોંચ્યાં.

સિક્યુરિટી રૂટ વગર જ દિલ્હીના રસ્તાઓ પર નીકળ્યો PM મોદીનો કાફલો, જાણો પછી શું થયું

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સ્વછતા જ સેવા આંદોલનની શરૂઆત કર્યા બાદ દિલ્હીના પહાડગંજ સ્થિત બાબા સાહેબ ભીમરાવ આંબેડકર હાયર સેકન્ડરી સ્કૂલમાં પહોંચ્યાં. આ દરમિયાન તેમનો સિક્યોરિટી રૂટ નક્કી કરાયો નહતો. જેના કારણે તેઓ ટ્રાફિકજામમાં ફસાઈ ગયાં. સ્કૂલ પહોંચીને પીએમ મોદીએ ત્યાં ઝાડૂ લગાવીને સ્વચ્છતા અભિયાનને આગળ વધાર્યું. 

આ દરમિયાન તેમની સાથે મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ હતાં. બાળકોએ તેમની સાથે વાતચીત પણ કરી અને પીએમ મોદીએ તેમને સ્વચ્છતા માટે પ્રેરિત પણ કર્યાં. અત્રે જણાવવાનું કે આજે સવારે પીએમ મોદીએ એક કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા જ સેવા આંદોલનની શરૂઆત કરી. ત્યારબાદ તેઓ દિલ્હીની પહાડગંજ સ્થિત સરકારી શાળામાં ગયાં. આજે સવારે 9.30 વાગે સ્વચ્છતા જ સેવા આંદોલનની શરૂઆત કર્યા બાદ દેશને કરેલા સંબોધનમાં તેમણે સ્વચ્છતાના ક્ષેત્રમાં કરાયેલા સરકારી પ્રયત્નો અંગે જાણકારી આપી. 

— ANI (@ANI) September 15, 2018

તેમણે કાર્યક્રમમાં કહ્યું કે સ્વચ્છતા એક આદત છે. બધાએ તેને પોતાના સ્વભાવમાં સામેલ કરીવી જોઈએ. આ સાથે જ તેમણે લોકોને અપીલ કરી કે તમામે મળીને આ અભિયાનને આગળ વધારવું જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે ચાર વર્ષ પહેલા શરૂ થયેલુ આ સ્વચ્છતા આંદોલન હવે એક મહત્વપૂર્ણ પડાવ પર પહોંચ્યું છે. આપણે ગર્વ સાથે કહી શકીએ કે રાષ્ટ્રના દરેક તબક્કાના, દરેક સંપ્રદાય, દરેક ઉંમરના મારા સાથે આ અભિયાન સાથે જોડાયા છે. 

— ANI (@ANI) September 15, 2018

તેમણે કહ્યું કે શું કોઈએ કલ્પના કરી હતી કે 4 વર્ષોમાં 450થી વધુ જિલ્લા ખુલ્લામાં શૌચ મુક્ત થઈ જશે? શું કોઈએ કલ્પના કરી હતી કે 4 વર્ષોમાં 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ ખુલ્લામાં શૌચ મુક્ત બનશે? આ ભારત અને ભારતવાસીઓની તાકાત છે. 

— ANI (@ANI) September 15, 2018

તેમણે કહ્યું કે ફક્ત શૌચાલય બનાવવાથી જ ભારત સ્વચ્છ બની જશે, એવું નથી. ટોઈલેટની સુવિધા આપવી, ડસ્ટબીનની સુવિધા આપવી, કચરાના નિકાલ માટેની વ્યવસ્થા કરવી, આ બધા એક માધ્યમ છે. સ્વચ્છતા એક આદત છે, જેને નિત્ય અનુભવમાં સામેલ કરવી પડે છે. તે સ્વભાવમાં પરિવર્તન યજ્ઞ છે જેમાં દેશના દરેક વ્યક્તિ, તમે તમારી રીતે યોગદાન આપી રહ્યાં છો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news