સેન્ટ્રલ હૉલ વેસ્ટમિંસ્ટરથી PM મોદીઃ હું ઈતિહાસમાં અમર થવા માંગતો નથી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લંડનમાં આવેલા વેસ્ટમિંસ્ટર સેન્ટ્રલ હોલમાં ભારતીયોને સંબોધવાના છે. 

સેન્ટ્રલ હૉલ વેસ્ટમિંસ્ટરથી PM મોદીઃ  હું ઈતિહાસમાં અમર થવા માંગતો નથી

લંડનઃ બ્રિટનના પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતની વાત સૌથી સાથે કરી રહ્યાં છે. વડાપ્રધાનની સાથે ગીતકાર અને લેખત પ્રસૂન જોશી તેમની સાથે વાત કરી રહ્યાં છે. કાર્યક્રમનું આયોજન સેન્ટ્રેલ હોલ વેસ્ટમિંસ્ટરમાં થઈ રહ્યું છે. અહીં તેમને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર છે, જેને કાર્યક્રમ માટે પાસ જારી કરવામાં આવ્યા છે

LIVE અપડેટ્સ

- વડાપ્રધાન સાથે હાજર રહેલા લોકોએ લીધી સેલ્ફી

- સેન્ટ્રલ હોલ વેસ્ટમિંસ્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ પૂર્ણ

- હું પણ સવાસો કરોડ ભારતીયોમાંથી એક છું

- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામનો આભાર માન્યો

- મોદીની છબી ચમકાવવામાં મને કોઈ રસ નથી. મારે દેશની છબી ચમકાવવી છે. 

- હું ઈતિહાસમાં અમર થવા માંગતો નથી. 

- ઈતિહાસમાં નામ નોંધાવવું મારો ઈરાદો નથી. 

- ખામીને ધ્યાનમાં રાખીને આગળ વધુ છું. 

- વિરોધ ન હોય તો કેવું લોકતંત્ર

- હું હંમેશા ટિક્કાને મહત્વ આપું છું. 

- કોઈ પૂર્ણ નથી. હું પણ માણસ છું, ભૂલ થવાની સંભાવના મારામાં પણ રહેલી છે.

- લોકતંત્રમાં ટિક્કા કરવી જોઈએ પરંતુ આરોપોથી બચવું જોઈએ.

- લોકતંત્ર માટે સૌથી વધુ ખરાબ વસ્તું હોય તો તે આરોપો છે. 

- ટિક્કાથી સારૂ કામ કરવાની પ્રરણા મળે છે. 

- લોકતંત્રમાં ટિક્કા થવી ખૂબ જરૂરી છે.

- વિરોધ લોકતંત્રની સુંદરતા છે. 

- ભારત આજે ટ્રેન્ડ સેન્ટર બની રહ્યું છે, ભારત આજે એજન્ડા સેટ કરી રહ્યું છે. 

- વિશ્વ આતંકવાદથી પરેશાન છે, ભારત તમામ માનવતાવાદી શક્તિને સાથે લાવવા પ્રયત્ન કરે છે

- રોહિંગ્યા મુસ્લિમો માટે ભારતે માનવતા દાખવી

- માનવતાનું કામ કરવામાં ભારત પાછળ રહ્યું નથી

- આજે વિશ્વ ભારતની વાત માની રહ્યું છે. 

- વિશ્વમાં ભારત અને ભારતીયોનું સન્માન વધ્યું 

- મને વિશ્વાસ છે કે હું વિશ્વને ભારતનું સત્ય સમજાવી શકું છું. 

- આજે આ પ્રશ્ન કોઈ પૂછતું નથી. 

- ચૂંટણી સમયે તમામ સવાલ કરતા હતા કે વિદેશ નીતિનું શું થશે.

- જે સત્ય છે તે બોલવું, જે સત્ય છે તેની સાથે રહેવું 

- 70 વર્ષ સુધી ભારતના કોઈ વડાપ્રધાન ઈઝરાયલ ન જાય

- હું સાઉદી અરબ પણ જઈશ અને દેશને જરૂર છે તો હું ઈરાન પણ જઈશ

- ડિજિટલ ક્રાંતિના માધ્યમથી પારદર્શિતાનો પ્રયત્ન

- પારદર્શિતા ભવિષ્યમાં મહત્વની ભૂમિકા ભજવશે

- વારસામાં બધુ મળી શકે છે, પરંતુ સારૂ સ્વાસ્થ્ય વારસામાં મળતું નથી. તે આપણે જ સંભાળવું પડે છે. 

- આમજ હસ્તા રમતા ભગવાન પાસે જતો રહેવા માંગું છું. 

- હું ક્યારેય પણ કોઈ પર બોજ બનવા માંગતો નથી. 

- પોતાના માટે કામ કરવું તેમાં થાક લાગતો નથી. 

- મારા માટે 125 કરોડ દેશવાસી તે મારો પરિવાર છે.

- હોલમાં લાગ્યા મોદી મોદીના નારા

- હું છેલ્લા 20 વર્ષથી દરરોજ 1 Kg, 2 Kg ગાળો ખાઉં છું. 

- મારા પર કોઈ વસ્તુનો પ્રભાવ પડતો નથી. 

- ટિક્કાથી સારૂ કામ કરવાની પ્રરણા મળે છે. 

- પહેલા સમાચાર આવતા કેટલા ગયા, આજે હેડલાઈન બને છે કેટલા આવ્યા

- 20 લાખ ટન યુરિયાનું ઉત્પાદન કર્યું

- યુરિયામાં નીમ કોટિંગથી ચોરી બંધ થઈ

- સમાજને વધુમાં વધુ અસવર ઉપલબ્ધ કરાવવા ઈચ્છીએ છીએ

- અમે 2022 સુધી દેશના કિસાનોની આવક બે ગણી કરશું

- 5 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી

- મુદ્રા યોજનાનો 74 ટકા લાભ મહિલાઓએ લીધો છે

- અત્યાર સુધી 11 કરોડ લોકોએ મુદ્રા યોજનાનો લાભ લીધો છે

- દરેક સરકારની કંઈક કરવાની ઈચ્છા હોય છે. 

- સરકાર નિષ્ફળ જાય તે માટે કોઈ સત્તામાં આવતું નથી

- દેશને એક પરિવાર સિવાય અન્ય કોઈ જાણકારી ન આપવામાં આવી

- દેશના ઈતિહાસને ભૂલાવવાનું કાર્ય કરવામાં આવ્યું 

- આપણા દેશમાં આઝાદી બાદ મહાપુરૂષોને ભૂલાવવાનું કાર્ય કરવામાં આવ્યું

- જન ઔષધાલય કેન્દ્રોમાં વધારો કરવામાં આવશે

- નાના શહેરોમાં પણ હોસ્પિટલોનું નેટવર્ક બનશે

- જે દવા 100 રૂપિયાની મળતી હતી તે જેનરિક મેડિકલ સ્ટોરમાં 15 રૂપિયામાં મળે છે

- બાળકને શિક્ષણ, યુવાનને રોજગાર અને વૃદ્ધોને દવાઓની જરૂર હોય છે. 

- દેશે પણ ભોગવ્યું છે, અપમાન પણ સહન કર્યાં છુ, પરંતુ સપનાઓને મરવા દીધા નથી. 

- હું વિકાસને જનઆંદોલન બનાવી દેવા માંગુ છું. 

- જે મારા પર પથ્થર ફેંકે છે પે પથ્થરની સિડી બનાવીને હું આગળ વધુ છું. 

- નોટબંધી દરમિયાન દેશવાસીઓને વિશ્વાસ હતો.

- હું ઠોકરો ખાઈને અહીં સુધી પહોંચોયા છું 

- હું મહેનત કરૂ છું તે મુદ્દો જ નથી. 

- સૌથી લાંબા સમય સુધી ગુજરાતનો મુખ્યપ્રધાન રહ્યો છું, ચાર વર્ષથી પ્રધાનસેવક છું, પરંતુ ખરાબ ઈરાદાથી એકપણ કામ કર્યું નથી. 

- ના મારી કોઈ જાતિ છે, ન વંશ

- હું તેજ છું જે તમે છે, મારાથી પણ ભૂલ થઈ શકે છે

- મારી પાસે એક મૂળી છે, કઠોર પરિશ્રમ

- મારી પાસે મૂળી છે પ્રામાણિકતા

- મારી પાસે મૂળી છે મારા 125 કરોડ દેશવાસીઓનો પ્રેમ

- હું દેશવાસીઓને કહેવા માંગુ છું, હું પણ તમારી જેમ એક સામાન્ય નાગરિક છું

- ગરીબી હટાવવાના નારાથી ગરીબી દૂર થતી નથી. 

- બળાત્કાર જેવી ઘટનાઓ ચિંતાનો વિષય

- આજે ત્રણ લાખ ગામ ખુલ્લામાં શૌચથી મુક્ત થઈ ગયા છે. 

- 18 હજાર ગામને વિજળી આપવાનું કાર્ય કર્યું છે. 

- મારે ગરીબી સમજવા માટે પુસ્તકો વાંચવાની જરૂર નથી. 

- બળાત્કાર જેવા મુદ્દા પર રાજનીતિ યોગ્ય નથી. 

- બળાત્કાર કરનાર વ્યક્તિ પણ કોઈનો પુત્ર છે, તેના ઘરમાં પણ મા-બહેન હોય છે

- પુત્રીઓને બધા પુછે છે ક્યાં ગઈ હતી, પરંતુ કોઈ પુત્રને તો પુછો ક્યાં ગયો હતો

- બળાત્કાર બળાત્કાર હોય છે. 

- કોઈ નાની બાળકી પર બળાત્કાર થાય, આ દર્દનાક ઘટના છે. 

- દેશના વિકાસમાં તમામ સરકારનું યોગદાન

- દેશ આઝાદ થયો ત્યારથી આજ સુધી તમામ વડાપ્રધાન, તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો, તમામ જનપ્રતિનિધિઓનું દેશ માટે યોગદાન રહ્યું છે. 

- પાછળથી વાર કરશે તો તેની ભાષામાં જવાબ આપવામાં આવશેઃ પીએમ મોદી

- હું આ મંચનો ઉપયોગ રાજકીય વિરોધીઓ પર બોલવા માટે નથી કરતો. ભગવાન બધાને સદબુદ્ધિ આપે

- પાકિસ્તાન પર વડાપ્રધાનનો વાર, ભારત જવાબ આપવાનું જાણે છે

- મને મારી સેના અને જવાનો પર ગર્વ છે, જે યોજના બની હતી, તે પ્રમાણે 100 ટકા કામ થયું

- વેસ્ટમિંસ્ટર સેન્ટ્રલ હોલમાં લાગ્યા ભારત માતા કી જયના નારા

- જ્યારે કોઈ આતંકવાદનો ઉદ્યોગ લઈને બેઠો હોય, યુદ્ધ કરવાની તાકાત નથી, પીઠ પાછળ વાર કરે તો દેશની રક્ષા માટે સર્જિકલ સ્ટ્રાઈક કરવી જોઈએ. તેને તેની ભાષામાં જવાબ આપવાનું મોદી જાણે છે. 

- ભારતનું ચરિત્ર અજેય રહેવાનું છે, વિજયી રહેવાનું છે, પરંતુ કોઈના હકને છીનવી લેવો તે ભારતનું ચરિત્ર નથી. 

- ભારતનો ઈતિહાસ છે ભારતે કોઈપણ યુગમાં કોઈની જમીન પચાવી પાડવાનું કામ કર્યું નથી. 

- સહભાગી લોકતંત્ર પર ભાર આપવો જોઈએ.

- ટોયલેટ બનાવવાનું કામ જનતાએ ઉપાડી લીધું

- લોકતંત્રમાં વિકાસ કરવા માટે સહભાગીદારી જોઈએ

- દેશમાં ઈમાનદાર લોકોની કમી નથી

- અત્યાર સુધીમાં 1.25 કરોડ પરિવારોએ ગેસ સબ્સિડી છોડી દીધી

- અત્યાર સુધી 40 લાખ સિનિયર સિટિઝને એસી કોચમાં સ્વેચ્છાએ સબ્સિડી છોડી

- સરકારી સંપત્તિ પ્રત્યે લોકોને પોતાનો ભાવ હોવો જોઈએ

- સરકાર બન્યા બાદ મેં ટોયલેટ બનાવવાનું અભિયાન ચલાવ્યું

- લોકતંત્રએ ભાગીદારીનું કામ છે

- લોકતંત્ર કોઈ કોન્ટ્રાક્ટ નથી

- મહાત્મા ગાંધીએ આઝાદીને જનઆંદોલનમાં બદલી નાખી

- વિકાસ જનઆંદોલનથી થાય છે

- હું હંમેશા આશાવાદી નજર રાખું છું 

- આજે અમે ત્રણ ગણું કામ કરી રહ્યાં છીએ

- ઉત્સુકતા મને શક્તિ આપે છે 

- જ્યારે મારામાં ઉત્સુકતા પૂર્ણ થઈ જશે ત્યારે દેશને કશું કામનો નહીં રહું

- દેશવાસીઓને વિશ્વાસ છે તેથી અપેક્ષા છે

- પહેલા કરતા આજે તમામ કામ ઝડપથી થાય છે

- મારા દેશવાસીઓને મારા પર વિશ્વાસ છે

- ખુશી છે કે હવે લોકો અમારી પાસે વધુ અપેક્ષા રાખી રહ્યાં છે

- દેશવાસીઓના મનમાં આશા જાગી છે

- સંતોષના ભાવથી વિકાસ થતો નથી

- રેલવે સ્ટેશન મારા જીવનનું સ્વર્ણિમ પાનું

- રેલવેના પાટાના અવાજથી ઘણું શિખ્યો

- જીવનનો માર્ગ ખૂબ કઠીન હોય છે

- લોકતંત્રમાં જનતા ઈશ્વર છે

- રોયલ પેલેસમાં 125 કરોડ ભારતીયોના આશિર્વાદથી આવ્યો છું

- લોકશાહીમાં જનતા જનાર્દન હોય છે

- પ્રસુન જોશી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પુછી રહ્યાં છે સવાલ, પીએમ આપી રહ્યાં છે જવાબ

- નમસ્તે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી કાર્યક્રમની શરૂઆત

- વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેન્ટ્રલ હોલ વેસ્ટમિસ્ટરમાં પહોંચ્યા

- જાણકારી પ્રમાણે કાર્યક્રમમાં વિશ્વભરના 2 હજાર લોકો ભાગ લઈ રહ્યાં છે.

- સેન્ટ્રલ હોલ વેસ્ટમિસ્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઇંતજાર, વાંસળી વાદન સાથે અન્ય સંગીત કાર્યક્રમોની પ્રસ્તુતિ.  

— ANI (@ANI) April 18, 2018

— ANI (@ANI) April 18, 2018

આ સાથે પાત્રાએ એક નંબર પણ શેર કર્યો છે. આ નંબર ડાયલ કરીને તમે વડાપ્રધાનને સાંભળી શકો છે. 

— Narendra Modi (@narendramodi) April 18, 2018

ગુરૂ બસવેશ્વરને આપી શ્રદ્ધાંજલિ 
આ પહેલા લંડનમાં આજે તેમણે લિંગાયત સમાજના સૌથી મોટા ગુરૂ બસવેશ્વરને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ ટેમ્સ નદી કિનારે સ્થિત અલ્બર્ટ એમબેન્કમેન્ટ ગાર્ડન્સમાં 12મી સદીના લિંગાયત દાર્શનિક અને સમાજ સુધારક બસવેશ્વરની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા. મહત્વનું છે કે કાર્યક્રમનું આયોજન ધ બસવેશ્વર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. આ બ્રિટનની ગેર સરકારી સંસ્થા છે, તેણે બસવેશ્વરની પ્રતિમાને સ્થાપિત કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news