જસ્ટિન લેંગર બની શકે છે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમનો નવો કોચ
બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ ફરી એકવાર મજબૂત થવાનો પ્રયત્ન કરી રહી છે. વિવાદમાંથી બહાર આવીને ઓસ્ટ્રેલિયન બોર્ડે ટીમના નવા કોચ અને કેપ્ટનની શોધ કરી રહ્યું છે.
- લેહમનના રાજીનામાં બાદ સીએ કરી રહ્યું છે નવા કોચની શોધ
- શુક્રવારે કોચની પસંદગીને લઈને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની બેઠક
- આ બેઠક બાદ થઈ શકે છે નવા કોચની જાહેરાત
Trending Photos
મેલબોર્નઃ બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ ફરી એકવાર મજબૂત થવાનો પ્રયત્ન કરી રહી છે. વિવાદમાંથી બહાર આવીને ઓસ્ટ્રેલિયન બોર્ડે ટીમના નવા કોચ અને કેપ્ટનની શોધ કરી રહ્યું છે.
બીસીસીના રિપોર્ટ અનુસાર ઓસ્ટ્રેલિયાનો પૂર્વ ખેલાડી જસ્ટિન લેંગર ટીમનું કોચ પદ્દ સંભાળી શકે છે. આ પહેલા કેપ્ટન સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમરન બેનક્રોફ્ટ પર પ્રતિબંધ બાદ ટીમના કોચ ડૈરન લેહમને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
સ્મિથે માન્યું હતું કે બોલ ટેમ્પરિંગ મામલાની જાણકારી ટીમ મેનેજમેન્ટને હતી. કોચ ટીમ મેનેજમેન્ટનો મહત્વનો સભ્ય હોય છે. ત્યારબાદ સીએના સીઈઓ જેમ્સ સદરલેન્ડ સંપૂર્ણ મામલાની તપાસ કરવા માટે આફ્રિકા પહોંચ્યા હતા. સદરલેન્ડે સ્મિથ અને વોર્નરને દોષિ ઠેરવ્યા પરંતુ લેહમનને ક્લિન ચિટ આપી દીધી હતી. તેને લઈને સદરલેન્ડની આલોચના થઈ હતી.
બીબીસીએ વેસ્ટ ઓસ્ટ્રેલિયનના હવાલાથી કહ્યું કે, સીએ શુક્રવારે યોજાનારી બોર્ડની બેઠકમાં લેંગરની નિયુક્તિ પર અંતિમ મહોર લગાવશે. પરંતુ સીએએ તેનું ખંડન કર્યું છે અને કહ્યું કે લેહમનના ઉત્તરાધિકારીનો નિર્ણય શુક્રવારે યોજાનારી બોર્ડની બેઠકમાં લેવામાં આવશે અને હાલમાં લેંગરની નિયુક્તિને લઈને કોઈ પુષ્ટિ કરી નથી.
સીએના પ્રવક્તાએ કહ્યું, હજુ સુધી કોઈ નિમણુંક કરવામાં આવી નથી અને ન કોઈ ઉમેદવારના નામ પર બોર્ડે મહોર લગાવી છે. અમને આશા છે કે આ બેઠક બાદ નવા કોચની નિયુક્તિ કરવામાં આવશે.
47 વર્ષના લેંગર વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા અને પર્થ સ્કોચર્સનો કોચ છે. લેંગર 2016માં વેસ્ટઈન્ડિઝના પ્રવાસ પર પણ ઓસ્ટ્રેલિયન ટીમનો કોચ હતો અને તેને હંમેશા લેહમનનો ઉત્તરાદિકારી માનવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે