PM મોદી પ્રોટોકોલ તોડી કેમ અડધી રાત્રે પહોંચ્યાં રેલવે સ્ટેશન? નાના ભૂલકાને લાડ કરતી આ તસવીર થઈ વાયરલ!

પ્રધાનમંત્રી મોદીની ઉત્તર પ્રદેશની મુલાકાતની અનેક તસવીરો સામે આવી. જેમાં ખાસ કરીને કાશીમાં દર્શન અને ગંગામાં આસ્થાની ડૂબકી લગાવ્યાં બાદ મોદી ગઈકાલે મધરાત્રે અચાનક રેલવે સ્ટેશનની મુલાકાત લેવા માટે નીકળ્યાં. પ્રધાનમંત્રી મોદીની આ ઓચિંતી મુલાકાતને પગલે આખુય સરકારે તંત્ર દોડતું થઈ ગયું.

PM મોદી પ્રોટોકોલ તોડી કેમ અડધી રાત્રે પહોંચ્યાં રેલવે સ્ટેશન? નાના ભૂલકાને લાડ કરતી આ તસવીર થઈ વાયરલ!

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદીની ઉત્તર પ્રદેશની મુલાકાતની અનેક તસવીરો સામે આવી. જેમાં ખાસ કરીને કાશીમાં દર્શન અને ગંગામાં આસ્થાની ડૂબકી લગાવ્યાં બાદ મોદી ગઈકાલે મધરાત્રે અચાનક રેલવે સ્ટેશનની મુલાકાત લેવા માટે નીકળ્યાં. પ્રધાનમંત્રી મોદીની આ ઓચિંતી મુલાકાતને પગલે આખુય સરકારે તંત્ર દોડતું થઈ ગયું. એ દરમિયાન એક રોચક ઘટના પણ સામે આવી. પીએમ મોદી જ્યારે રેલવે સ્ટેશન પર પહોંચ્યા ત્યારે તેમની સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર હતાં.

સૌ કોઈ જાણે છેકે, પીએમ મોદીને નાના ભૂલકાઓ પ્રત્યે ખુબ જ પ્રેમ છે. એવામાં પીએમ મોદી જ્યારે રેલવે સ્ટેશનની મુલાકાત લઈ રહ્યાં હતાં એ દરમિયાન તેઓ એક નાના ભૂલકાને મળ્યાં તેના ગાલ પર હાથ ફેરવીને ખુબ લાડ કર્યો અને તેને આર્શીવાદ આપ્યાં. હવે સવાલ એ થાય કે, સાલુ અડધી રાત્રે ઉઠીને અચાનક રેલવે સ્ટેશન પર પહોંચીને પીએમ મોદી જે ભૂલકાને મળ્યાં તે કોણ હશે. તો આપને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રીને નાના ભૂલકાઓ ખુબ પસંદ છે. તેથી તેઓ જ્યારે રેલવેના પ્લેટફોર્મ સ્ટેશન પરથી પસાર થઈ રહ્યાં હતા તે સમયે તે નાના ભૂલકાને જોઈને પીએમ મોદી થોડીવાર માટે ત્યાં ઉભા રહ્યાં હતાં. અને ભૂલકાને લાડ કરીને તેને આશીર્વાદ આપ્યાં હતાં. આ ભૂલકાને તેના પિતા રેલવે સ્ટેશન પર ખોળામાં લઈને ઉભા હતાં.
 

 

अन्य Videos यहां देखें - https://t.co/ZoADfwSi4S pic.twitter.com/BN35AbmCa3

— Zee News (@ZeeNews) December 14, 2021

 

જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આઉટ ઓફ ધ બોક્સ રાજકારણીઓમાંના એક છે. પીએમ મોદી તેમની દરેક મુલાકાતમાં અલગ છાપ છોડે છે. તેણે આ વાત ફરી એકવાર સાબિત કરી છે. કર્મયોગી પીએમ મોદીએ ગઈકાલે રાત્રે લગભગ 1 વાગ્યે પ્રોટોકોલથી દૂર જઈને બનારસ રેલવે સ્ટેશનનું ઓચિંતું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેણે કેટલીક તસવીરો પણ ખેંચી હતી જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે.

પીએમ મોદીએ દિલ જીતી લીધું-
પીએમ મોદી ક્યારે સૂઈ જાય છે તે કોઈને ખબર નથી. પ્રધાનમંત્રી મોદી એક રાજનેતા નહીં બલ્કે એક સામાન્ય સાધુ, સંત કે યોગીની જેમ અત્યંત સાદું જીવન જીવે છે. દિવસ હોય કે રાત પીએમ મોદી હંમેશા સક્રિય રહે છે. રેલવે સ્ટેશન પર પીએમ મોદી જે રીતે નાના ભૂલકાને લાડ કરીને બાળકો પ્રત્યેની પોતોની લાગણી વ્યક્ત કરી એ દ્રશ્યો એ તસવીરો જોઈને લોકો ખુબ જ ખુશ થયા....

રાત્રે 1:13 કલાકે-
પીએમ મોદીએ ટ્વિટર પર બનારસ રેલવે સ્ટેશનની તસવીરો પણ શેર કરી છે.

બંધ નિરીક્ષણ-
પ્રધાનમંત્રી મોદીએ બનારસ રેલવે સ્ટેશનને નજીકથી જોયું. રેલવે સ્ટેશનમાં વડાપ્રધાને સ્ટોલ પર હાજર દુકાનદારોનું હાથ હલાવીને સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, PM મોદીએ સોમવારે કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું.

પીએમ મોદી ઓચિંતા નિરીક્ષણ પર-
શિયાળાની રાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાત્રે એક વાગ્યે કાશીનું નિરીક્ષણ કરવા ગેસ્ટ હાઉસમાંથી બહાર આવશે તેની કોઈને કલ્પના પણ નહોતી. કાશીનું નિરીક્ષણ તેમના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં સામેલ નહોતું.

રેલ કનેક્ટિવિટી વધારવા પર ભાર: PM
રેલવે સ્ટેશનની તસવીરો શેર કરતા પીએમ મોદીએ લખ્યું કે રેલ કનેક્ટિવિટી વધારવાની સાથે અમે સ્વચ્છ, આધુનિક અને પેસેન્જર ફ્રેન્ડલી રેલવે સ્ટેશન સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યા છીએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news