Kharmas 2021: ખરમાસમાં મૃત્યું થવું કેમ મનાય છે અશુભ? ખૂબ જ રસપ્રદ છે પૌરાણિક કથા

ખરમાસમાં સૂર્ય ધનુ રાશિમાં રહે છે અને આ સમય દરમિયાન તેનું તેજ ઘટે છે. જેના કારણે આ મહિનામાં કરેલા કામ સફળ થતા નથી. આ માસને મલમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. પુરાણો અનુસાર જે વ્યક્તિ ખરમાસમાં મૃત્યુ પામે છે તેને નરકમાં સ્થાન મળે છે.

Kharmas 2021: ખરમાસમાં મૃત્યું થવું કેમ મનાય છે અશુભ? ખૂબ જ રસપ્રદ છે પૌરાણિક કથા

નવી દિલ્હી: સનાતન ધર્મમાં દરેક કાર્ય માટેનો શુભ સમય અને તેને કરવાની યોગ્ય રીત જણાવવામાં આવી છે. મૃત્યુ પછીના સંસ્કાર વિશે પુરાણ અને શાસ્ત્રોમાં ઘણી બધી વાતો કહેવામાં આવી છે. આ સાથે તેને કરવા માટે યોગ્ય સમય, પદ્ધતિ અને નિયમો પણ જણાવવામાં આવ્યા છે. જો કે મૃત્યુનો સમય કોઈના નિયંત્રણમાં હોતો નથી, તેમ છતાં મૃત્યુ વિશે કેટલાક શુભ અને અશુભ સમય જણાવવામાં આવ્યા છે. શાસ્ત્રો અનુસાર જો કોઈ શુભ મુહૂર્તમાં મૃત્યુ થાય તો મૃતકની આત્માને મોક્ષ મળે છે. જ્યારે, પંચક કાળ જેવા અશુભ સમયમાં મૃત્યુ મૃતકના પરિવાર માટે મોટી મુશ્કેલી લાવે છે. તેવી જ રીતે ખરમાસનો મહિનો પણ મૃત્યુ માટે ખૂબ જ અશુભ માનવામાં આવે છે.

જો તમે ખરમાસમાં મૃત્યુ પામો તો તમને મળે છે નરક 
ખરમાસમાં સૂર્ય ધનુ રાશિમાં રહે છે અને આ સમય દરમિયાન તેનું તેજ ઘટે છે. જેના કારણે આ મહિનામાં કરેલા કામ સફળ થતા નથી. આ માસને મલમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. પુરાણો અનુસાર જે વ્યક્તિ ખરમાસમાં મૃત્યુ પામે છે તેને નરકમાં સ્થાન મળે છે. તેથી આ મહિનામાં મૃત્યુને શુભ માનવામાં આવતું નથી. મહાભારતના યુદ્ધમાં અર્જુનના બાણોથી છલ્લી થયેલા પરમવીર ભીષ્મ પિતામહ પણ તેમના શરીરને ત્યાગવા માટે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે ત્યાં સુધી રાહ જોતા હતા. આ પછી મકરસંક્રાંતિના દિવસે ભીષ્મ પિતામહે પોતાનો પ્રાણ ત્યાગ કર્યો. વાસ્તવમાં, તેમને પોતાની મરજીથી જ્યારે ઈચ્છે ત્યારે જીવન મૃત્યુંનું વરદાન મળ્યું હતું.

ખરમાસમાં પ્રતિબંધ છે આ કામ
ખરમાસમાં શુભ કાર્યોને પણ વર્જિત માનવામાં આવે છે. તેથી આ સમય દરમિયાન લગ્ન, મુંડન, ગૃહપ્રવેશ, બાંધકામ, નવો ધંધો શરૂ કરવા જેવા કામ કરવામાં આવતા નથી. આ વર્ષે આ મહિનો 16 ડિસેમ્બર 2021 થી 14 જાન્યુઆરી 2022 સુધી રહેશે.

ગધેડાઓએ સૂર્યદેવનો રથ ખેંચ્યો, તેથી ખરમાસ કહેવાય છે
દંતકથા અનુસાર, ભગવાન સૂર્યદેવ સાત ઘોડાઓના રથ પર સવારી કરે છે અને સતત બ્રહ્માંડની આસપાસ ફરે છે. સૂર્યદેવને ક્યાંય રોકાવાની છૂટ નથી, પરંતુ એક વખત જ્યારે રથમાંના ઘોડાઓ સતત દોડીને થાકી ગયા, ત્યારે ઘોડાઓની આ હાલત જોઈને સૂર્યદેવનું મન વિચલિત થયું હતું. અને તેઓ ઘોડાઓને તળાવના કિનારે લઈ ગયા, પરંતુ ત્યારે જ તેમને ભાન થયું. કે રથ અટકશે તો વિનાશ થશે. તળાવ પાસે બે ખર હાજર હતા. 

સૂર્યદેવે પાણી પીવા અને આરામ કરવા માટે ઘોડાઓને ત્યાં છોડી દીધા અને ખર એટ્લે કે ગધેડાને રથમાં જોડી દીધા. સૂર્યદેવના રથને ખેંચવાના ગધેડાઓના પ્રયત્નોને કારણે રથની ગતિ હળવી થઈ ગઈ અને કોઈક રીતે સૂર્યદેવ આ એક મહિનાનું ચક્ર પૂર્ણ કરી શક્યા. ઘોડાઓને આરામ આપ્યા પછી, સૂર્યનો રથ ફરીથી તેની ગતિએ પાછો ફર્યો. આ રીતે દર વર્ષે આ ક્રમ ચાલુ રહે છે. તેથી જ તે દર વર્ષે ખરમાસ આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news