UP Election Result: યુપીમાં કોંગ્રેસનો દરેક દાવ ફેલ, હાર બાદ પ્રિયંકા ગાંધીએ કહી આ વાત

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશમાં પાર્ટીના નિરાશાજનક પ્રદર્શન બાદ ગુરૂવારે કહ્યું કે, તેમની પાર્ટી રાજ્યની જનતાની ભલાય માટે સંઘર્ષશીલ વિપક્ષની જવાબદારી નિભાવતી રહેશે. 

UP Election Result: યુપીમાં કોંગ્રેસનો દરેક દાવ ફેલ, હાર બાદ પ્રિયંકા ગાંધીએ કહી આ વાત

નવી દિલ્હીઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશમાં પાર્ટીના નિરાશાજનક પ્રદર્શન બાદ ગુરૂવારે કહ્યું કે, તેમની પાર્ટી રાજ્યની જનતાની ભલાય માટે સંઘર્ષશીલ વિપક્ષની જવાબદારી નિભાવતી રહેશે. 

મહેનત મતમાં પરિવર્તિત થઈ નહીં
તેમણે ટ્વીટ કર્યું- લોકતંત્રમાં જનતાનો મત સર્વોપરિ છે. અમારા કાર્યકર્તાઓ અને નેતાઓએ મહેનત કરી, સંગઠન બનાવ્યું, જનતાના મુદ્દા પર સંઘર્ષ કર્યો. પરંતુ અમે અમારી મહેનતને મતમાં પરિવર્તિત ન કરી શક્યા. 

કોંગ્રેસ નિભાવશે કર્તવ્ય
કોંગ્રેસના ઉત્તર પ્રદેશના પ્રભારીએ કહ્યું- કોંગ્રેસ પાર્ટી સકારાત્મક એજન્ડા પર ચાલીને યુપીના વિકાસ અને જનતાની ભલાય માટે સંઘર્ષશીલ વિપક્ષનું કર્તવ્ય સંપૂર્ણ જવાબદારી સાથે નિભાવતી રહેશે. 

અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન
ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અત્યાર સુધી માત્ર 2 સીટ જીતી ચુકી છે અને તેને માત્ર 2.4 ટકા મત મળ્યા છે. આ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન છે. 

તમામ પ્રચાર અભિયાન રહ્યાં ફ્લોપ
ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશમાં પાર્ટીને ફરી ઉભી કરવા માટે ખુબ મહેનત કરી હતી, પરંતુ તેમની આ આ મહેનત વોટમાં પરિવર્તિત થઈ શકી નથી. આ વખતે પ્રિયંકા ગાંધી લડકી હૂં લડ શકતી હૂં ના નારા સાથે મેદાનમાં ઉતર્યાં હતા. પરંતુ તેમનું આ કેમ્પેન ફ્લોપ રહ્યું છે. તેમણે મહિલાઓને મોટી સંખ્યામાં ટિકિટ આપીને દાવ રમ્યો પરંતુ તેમ છતાં પાર્ટીને સફળતા મળી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news